જો તમે ઘરે બેઠા બિઝનેસની શોધમાં હોવ, તો આજે અમે તમને યૂનિક Business idea આપી રહ્યા છીએ. આ એક એવો બિઝનેસ છે, જે આ દિવસો ઊંચી માંગમાં છે. ખેડૂતો માટે આ પ્રોડક્ટની માંગ સૌથી વધારે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતર વિશે.
આ પ્રાકૃતિક ખાતર છે. પ્રાકૃતિક ખેતીમાં સૌથી પહેલી જરૂરિયાત પ્રાકૃતિક ખાતર છે. આ ખાતરથી ખેતરની જમીન, પર્યાવરણ અને છોડને નુકસાન પહોંચતુ નથી. છાણને વર્મી કમ્પોસ્ટમાં બદલીને તમે સરળતાથી આવક વધારી શકો છો અને ઘરે બેઠા આરામથી દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.
ઘરે બેઠાં પૈસા કમાવવાની ઈચ્છા હોય તો આ બિઝનેસ શરૂ કરો – Business idea
કેવી રીતે કરવી શરૂઆત?- તમે તમારા ખેતરમાં ખાલી પહેલા હિસ્સા પર સરળતાથી આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. તેના માટે તમારે શેડ વગેરેના નિર્માણની કોઈ જ જરૂર નથી. તમે ખેતરની ચારેબાજુ જાળીદાર દિવાલો ઊભી કરીને તેને પ્રાણીઓથી બચાવી શકો છો. કોઈ ખાસ સુરક્ષાની જરૂર નથી.
બજારમાંથી લાંબા અને ટકાઉ પોલિથિનની Tripolone ખરીદી લો, પછી તેને 1.5થી 2 મીટર પહોળાઈ અને તમારી જગ્યાના હિસાબથી લંબાઈમાં કાપી લો. પછી જમીનને સમતલ કરીને Tripoline વિછાવીને તેના પર છાણ ફેલાવી દો. છાણની ઊંચાઈ 1થી 1.5 ફૂટની વચ્ચે રાખો. હવે તે છાણની અંદર અળસિયા નાખી દો. 20 બેડ માટે લગભગ 100 કિલો અળસિયાની જરૂર પડશે. લગભગ એક મહિનામાં ખાતર બનીને તૈયાર થઈ જશે.
જાણો શું છે વર્મી કમ્પોસ્ટ- અળસિયાને જો છાણના રૂપમાં ભોજન આપવામાં આવે તો તેને ખાધા બાદ વિધટિટ થઈને બનેવા નવા ઉત્પાદનને વર્મી કમ્પોસ્ટ કહે છે. છાણના વર્મી કમ્પોસ્ટમાં બદલાઈ જવા પર તેમાંથી દુર્ગંધ આવતી નથી. આમાં માખીઓ અને મચ્છર પણ બેસતા નથી. તેનાથી પર્યાવરણમાં શુદ્ધિ રહે છે. આમાં 2-3 ટકા નાઈટ્રોજન, 1.5 ટકાથી 2 ટકા સલ્ફર અને 1.5-2 ટકા પોટાશ મળી આવે છે. એટલા માટે અળસિયાને ખેડૂતોનો મિત્ર કહેવામાં આવે છે.
ખાતરનું વેચાણ કેવી રીતે કરવું?
ખાતરના વેચાણ માટે તમે ઓનલાઈન પ્લેટફોર્મનો સહારો લઈ શકો છો. એમેઝોન, ફ્લીપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટ દ્વારા તમારું વેચાણ વધારી શકો છો. ખેડૂતોનો સંપર્ક કરીને પણ તમે તમારુ વેચાણ વધારી શકો છો. જો તમે 20 બેડ સાથે તમારે વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ શરૂ કરો છો, તો આમાં 30,000-50,000 રૂપિયાનો ખર્ચ આવશે. 2 વર્ષની અંદર 8 લાખથી 10 લાખના ટર્નઓવરવાળો બિઝનેસ બની જશે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયાને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)