Valinath temple history: શુંં છે વાળીનાથ મહાદેવ મંદિરનો ખાસ રસપ્રદ ઈતિહાસ ? આ શિવધામના તરભ ગામનું નામ તરભ કેવી રીતે પડ્યું? અત્યારે તરભ વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ ચાલી રહ્યો ત્યારે મિત્રો એ વસ્તુ ખાસ જાણવી જરૂરી છે કે આ વાળીનાથ શિવધામનો ઈતિહાસ શું છે અને શું છે એની વિશેષતા અને અનોખી વાતો વિશે આપડે જાણીશું નિચેના લેખમાં
શુંં છે વાળીનાથ મહાદેવ મંદિરનો ખાસ રસપ્રદ ઈતિહાસ? આ શિવધામના તરભ ગામનું નામ તરભ કેવી રીતે પડ્યું?
તો મિત્રો તરભ, વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબેરુઆરી – સાત દિવસના સુધી આ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મોટા નેતાઓ પણ હાજરી આપશે.
Valinath temple history આ સાત દિવસના તરભ વાળીનાથ મહાદેવ મંદિર ખાસ તો રબારી સમાજ સહિત અન્ય સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર બન્યુ છે ત્યારે છેઆ ધાર્મિક કાર્યક્રમમાં અનેક કલાકારો, સહિત સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા છે. રોજ 2થી 3 લાખ ભક્તો તરભ ગામે ઉમટી રહ્યા છે, ત્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં 8 લાખથી વધુ ભક્તો દર્શને આવે તેવી સંભાવના છે.
તરભ વાળીનાથ મહાદેવ મંદિર આવેલુંં છે એ તરભ ગામ ઈતિહાસ અને તરભ ગામનું નામ તરભ કેવી રીતે પડ્યું? – Valinath temple history
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર ઊંઝા વચ્ચે (પુરાતન – આનર્ત પ્રદેશ) માં રૂપેણ અને પુષ્પાવતી નદી વચ્ચે તરભ ગામ, વાળીનાથ મહાદેવ ધામ આવેલુ એક ગામ છે. તરભ ગામની પાસે મહામુની શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગાણાતા પૌરાણીક વાલમ ગામ તેમજ શ્રી ગણપતી યાત્રાધામ અઠૌર ગામ પણ આવેલા છે. વિકિપીડિયા અનુસાર, તરભ ગામનું નામ રબારી સમાજના એક ભક્ત તરભોવનભાના નામના પરથી આ ગામનું નામ તરભ પડ્યું છે. કહેવાય છે કે, મુળ રાજસ્થાનથી માલઢોર અર્થે અકયણાં કરતા કરતા ગુજરાતના ગામડે ગામડે વસેલ રબારીઓ પૈકી મોયડાવ શાખના રબારીઓ હાલના તરભ ગામે નેહડો બાંધી તરભ ગામે વસ્યા હતા. આ મોયડાવ પરિવારમાં તરભોવનભા મોયડાવ નામના એક ભલાભોળા ભક્તિવાન રબારી હતા. આ તરભ ગામનું નામ તરભોવનભા રબારીના નામથી પડેલ છે.
વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ – તરભ
તરભ ગામ, આ વાળીનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ 900 વર્ષ જુનો છે. તેના પ્રાગટ્યની વાત કરીએ તો, વિકિપીડિયા અનુસાર, તરભ ગામે તરભોવનભા મોયડાવ નામના ભક્ત રહેતા હતા, કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા. મુળ રાજસ્થાનથી આવી વસેલ આ તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાના દર્શાનાર્થે રાજસ્થાનમાં આવેલ સુંધામાતાના શરણે અવારનવાર જતાં હતા તથા તરભ ગામના ગોદરે જ ધુણો ધખાવી બેઠેલા શ્રી વિરમગીરીજી મહારાજ ને પોતાના ગુરુ માનતા હતા.
Valinath temple history તો ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃધ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે, તરભોવનભાએ માતાજીને વિનંતિ કરી કે ‘હે મા મે ઘણીવાર આપના દર્શન કર્યા છે. અને તે અર્થે અહીં સુધી આવ્યો પરંતુ, હવે આપ મારી સાથે પધારો કારણ કે હુ આવી શકુ તેમ નથી!’ ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે ‘તમારા ગુરૂદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે. અને તે વાત તમાર ગુરૂદેવશ્રી જાણે છે. તેઓ સમર્થ યોગી પુરૂષ છે.’
ભક્તરાજ તરભોવનભા તેમના સ્થાને પધાર્યા અને પૂજ્ય ગુરૂદેવશ્રીના દર્શન કરવા ગયા, તે પહેલાં જ પરમ પૂ. વિરમગિરિજી મહારાજશ્રીને સમાધી અવસ્થામાં ભગવાનશ્રી વાળીનાથ શ્રી ચામુંડા માતા શ્રી ગણેશનાં દર્શન થયાં. તરભોવનભા મોયડાવ ભક્તે આવી પૂજ્ય બાપુને બધી માંડીને વાત કરી! બાપુશ્રીએ એ તરભ ગામની પુરાતન ભૂમિમાંથી વાળીનાથ મહાદેવ, શ્રી ચામુંડા મા અને ગણેશજીની મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી. ત્યાર બાદ આ જગ્યા અન્ય સમાજ સાથે સાથે રબારી સમાજનું આસ્થાનુ કેન્દ્ર બન્યુ.
રબારી સમાજ સહિત છત્રીસ જ્ઞાતી આ સ્થાનને ગુરૂગાદી તરીકે પરંપરાથી માને છે
રબારી સમાજ સાથે શું સંબંધ છે? તો જાણી લો મિત્રો કે રબારી સમાજ, સહિત અન્ય કોમ માટે શ્રી વાળીનાથ મહાદેવ મંદિર મોટુ આસ્થાનું કન્દ્ર છે. 900 વર્ષ જુના આ પવિત્ર ધામ ખાતે આજે પણ રબારી સમાજ તથા અન્ય છત્રીસે કોમ આવી શ્રધ્ધાપૂર્વક-દર્શન માનતા વગેરે કરે છે. અને શ્રધ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે. તેમજ આ સ્થાનને ગુરૂગાદી તરીકે પરંપરાથી માને છે.
વાળીનાથ મહાદેવ ધામમાં મહંત-આચાર્ય પરંપરા
વાળીનાથ અખાડામાં ૯૦૦ વર્ષ પહેલાં બિરાજેલા પ્રથમ ગુરુગાદી પતિ પૂ. વિરમગિરિ બાપુ દ્વારા મંદિર નિમાર્ણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત-આચાર્ય પરંપરા શરૂ થઇ. અત્યાર સુધીમાં 14 મહંતોએ વાળીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા સહિતની ગાદી પરંપરા પર બિરાજમાન છે.
વાળીનાથ મહાદેવ મંદિર થઇ ગયેલ મહંતશ્રીઓ વિશે એક અનોખી જલક
- પ્રથમ મહંત : શ્રી વિરમગિરિજી
- બીજા મહંત : શ્રી પ્રેમગિરિજી
- ત્રીજા મહંત : શ્રી સંતોકગિરિજી, કોઠારી સ્વામી શ્રી માનગીરીજી
- ચોથા મહંત : શ્રી ગુલાબિગરિજી, કોઠારી સ્વામી શ્રી માનગીરીજી
- પાંચમા મહંત : શ્રી નાથગિરિજી, કોઠારી સ્વામી શ્રી રેવાગીરીજી
- છઠ્ઠા મહંત : શ્રી જગમાલગિરિજી, કોઠારી સ્વામી શ્રી રેવાગીરીજી
- સાતમા મહંત : શ્રી શંભુગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી
- આઠમા મહંત : શ્રી ભગવાનગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી
- નવમા મહંત : શ્રી મોતીગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી
- દસમા મહંત : શ્રી કેશવગિરીજી, કોઠારી સ્વામી શ્રી હેમગીરીજી
- અગિયારમા મહંત : શ્રી હરિગિરિજી, કોઠારી સ્વામી શ્રી રણછોડગીરીજી
- બારમા મહંત : શ્રી સૂરજિગરિજી, કોઠારી સ્વામી શ્રી મહાદેવગીરીજી
- તેરમા મહંત : શ્રી બળદેવગિરીજી, કોઠારી સ્વામી શ્રી ગોવિંદગીરીજી
- ચૌદમા મહંત : શ્રી જયરામગીરી બાપુ! કોઠારી સ્વામી શ્રી દશરથગીરીજી
તરભ, વાળીનાથ મહાદેવ મંદિરની ખાસ વિશેષતાઓ
તરભ ગામ ખાતે આવતીકાલે 22 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે, ત્યારે જોઈએ આ મંદિરની ખાસીયતો. તમને જણાવી દઈએ કે, 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર પુરાતન નાગરશૈલીથી બનાવવામાં આવ્યું છે. મંદિરને બંસિપહાડપુરના પથ્થરોથી નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની ઊંચાઈ 101 ફૂટ, લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. કહેવાય છે કે, સોમનાથ મંદિર બાદ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટુ શિવધામ બનાવવામાં આવ્યું છે.
ભગવાન કૃષ્ણ દ્વારા શિવ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી રાજદીપભાઈના કહેવા મુજબ ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકામાં સ્થાયી થયા ત્યારે તેમણે ગુજરાતમાં અનેક સ્થળો અને જંગલોની મુલાકાત લીધી હતી. એકવાર તે ઉત્તર ગુજરાતમાં દર્ભા (તાજેતરમાં વાલીનાથ મંદિરનો વિસ્તાર)ના જંગલોમાં ખોવાઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ તેમના સંઘ સાથે ત્યાં રોકાયા. પછી તેણે ત્યાં ગોપીઓ સાથે ભવ્ય રાસલીલાનું આયોજન કર્યું. આ રાસલીલામાં કોઈ પણ બહારના વ્યક્તિને આવવાની મનાઈ હતી. તે સમયે મહાદેવને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દિવ્ય દર્શનની ઈચ્છા થઈ. પરંતુ પુરૂષો પર પ્રતિબંધ હોવાથી તેણીએ ગોપીના રૂપમાં આવી રાસલીલામાં ભાગ લીધો હતો.
ગોપીઓ અને મહાદેવ પોતે ભગવાન કૃષ્ણ સાથે રાસલીલા કરતા હતા. પરંતુ તે દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવને ઓળખી લીધા અને શિવજીને કહ્યું, “તમે મહાદેવ છો, દેવોના દેવ, અમે બધા દ્વારા પૂજવામાં આવે છે. તમારી હાજરી અમારા માટે એક લહાવો છે. તમને આ રાસલીલામાં આવતા કેવી રીતે રોકી શકાય? તમે તમારા મૂળ સ્વરૂપમાં દેખાશો.” ભગવાન કૃષ્ણના શબ્દો સાંભળીને મહાદેવ તેમના શાશ્વત સ્વરૂપમાં દેખાય છે. પરંતુ જ્યારે તે તેના કાનમાં ગોપી તરીકે પહેરવામાં આવતી વાલી (કાનના આભૂષણ) પહેરે છે,
ત્યારે ભગવાન કૃષ્ણ તેને વાલીનાથ તરીકે સંબોધે છે. ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણને મહાદેવનું સ્વરૂપ અલૌકિક અને દિવ્ય દેખાય છે, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતે મહાદેવનો પોશાક પહેરે છે અને ત્યાં મૂર્તિ સ્થાપિત કરે છે. ત્યારથી આજ સુધી ભગવાન શિવની તે મૂર્તિ વાલીનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. ભારતમાં કદાચ આ પહેલું મંદિર છે જ્યાં શિવલિંગની જગ્યાએ શિવની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.