જે વિદ્યાર્થીઓ UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સૌથી મહત્વના સમાચાર છે આપ સૌને જણાવી દઈએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે જ્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીએ આગામી વર્ષ 2025 માટે પરીક્ષાનું કેલેન્ડર અને ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે.
UPSC પરીક્ષા 2025 કેલેન્ડર જાહેર કરાયુ
સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને વર્ષ 2025 માટે યુપીએસસી પરીક્ષાનું સમયપત્રક ચકાસી શકે છે. કેલેન્ડર માત્ર એ જ જણાવતું નથી કે કઈ પરીક્ષા ક્યારે યોજાશે, પરંતુ એપ્લીકેશન ફોર્મ ક્યારે અને કેટલા સમય સુધી ભરી શકાશે અને પરીક્ષા કેટલા દિવસો સુધી ચાલશે તેની માહિતી પણ આપેલ છે.
UPSC પરીક્ષા 2025 માટે ટાઈમ ટેબલ:
- સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) અને ભારતીય વન સેવા પરીક્ષા (IFS): 22 જાન્યુઆરી 2025 થી 11 ફેબ્રુઆરી 2025
- નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નેવલ એકેડેમી (NA) પરીક્ષા: 11 ડિસેમ્બર 2024 થી 31 ડિસેમ્બર 2024
- એન્જિનિયરિંગ સેવાઓ પ્રારંભિક પરીક્ષા (ESE પ્રિલિમ્સ): 18 સપ્ટેમ્બર 2024 થી 08 ઓક્ટોબર 2024
- જીઓ-સાયન્ટિસ્ટ પરીક્ષા: 04 સપ્ટેમ્બર 2024 થી 24 સપ્ટેમ્બર 2024
યુપીએસસી પરીક્ષા 2025 માટે પરીક્ષા તારીખો
CSE અને IFS પ્રિલિમ્સ: | 25 મે 2025 |
NDA અને NA: | 13 એપ્રિલ 2025 |
ESE પ્રિલિમ્સ: | 09 ફેબ્રુઆરી 2025 |
જીઓ-સાયન્ટિસ્ટ પરીક્ષા: | 09 ફેબ્રુઆરી 2025 |
આ પણ વાચો: ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય ફેરફાર કરવામાં આવ્યો, અહીથી જુઓ શાળાનો સમય કેટલા વાગ્યાનો રહેશે.
કેવી રીતે UPSC પરીક્ષાનુ કેલેંડર ડાઉનલોડ કરશો?
નીચે આપેલ સરળ પ્રક્રિયાને ફોલો કરી ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે યુપીએસસી પરીક્ષા કેલેન્ડર ડાઉનલોડ કરી શકો છો
- સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ upsc.gov.in પર જવાનું રહેશે
- ત્યાર બાદ હોમ પેજ પર તમને યુપીએસસી પરીક્ષા કેલેન્ડર 2025 વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારી સામે પીડીએફ ફાઈલમાં 2025 માં યોજનારી ભરતી અને યુપીએસસીનું કેલેન્ડર ડાઉનલોડ કરી શકશો.