કમોસમી વરસાદ આગાહી: હે કુદરત ! આગાહીના આગળના દિવસથી જ ગુજરાતના આ જિલ્લામાં પડ્યો વરસાદ, આ જિલ્લાના ખેડૂતો માટે ‘ભારે’ જોખમ !

Unseasonal rain: કમોસમી વરસાદ આગાહી – હે કુદરત ! આગાહીના આગળના દિવસથી જ ગુજરાતના ડાંગ જિલ્લામાં આહવા તાલુકાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક કમોસમી વરસાદ પડ્યો આ જિલ્લાના ખેડૂતો માટે ‘ભારે’ જોખમ ! , ખેડૂતોની ચિંતામાં થયો વધારો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આગાહીના આગળના દિવસથી જ ગુજરાતના આ જિલ્લામાં પડ્યો વરસાદ, આ જિલ્લાના ખેડૂતો માટે ‘ભારે’ જોખમ ! – કમોસમી વરસાદ આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મુસીબતના માવઠાનું ગુજરાતમાં આગમન થઈ ગયુ છે ત્યારે ગુજરાતના ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. આહવા તાલુકાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ વરસ્યો છે. વધુમાં જણાવીએ કે, હવામાન વિભાગે 1થી 3 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે તો ખેડૂત મિત્રોને સચેત રહેવા સુચન અને પોતાના પાકોનું જલ્દી લેવરાઇ જવા જોઇએ નહીંતો ખેડુતોને થઇ શકે છે ભારે નુકશાન.

ડાંગમાં મુસીબતનો વરસાદ – Unseasonal rain

ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગારખડી નજીક વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ શિયાળું પાક તૈયાર થઈ ગયો છે ત્યારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી મુસબીત ભર્યા વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે આ વરસાદની આગાહીને લઇને.

કમોસમી વરસાદ આગાહીને લઇને સાવચેતી પગલા

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોયતો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી,અથવા પ્લાસ્ટિક /તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

કમોસમી વરસાદની આગાહી – Unseasonal rain

ગુજરાતમાં હજુ ગરમી શરૂ થાય તે પહેલાં રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તારીખ 1થી 2 માર્ચના દિવસ હળવા વરસાદ સાથે ભારે પવન રહશે. જેમાં 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.

2 માર્ચના રોજ પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

આવનાર હવામાન વિભાગની તાજી અપડેટ્સ મેળવવા Digital Gujarat Portal દ્વારા અમારી સાથે જોડાઇ રહો આભાર.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!