Union Bank Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયલ સેગમેન્ટમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી શરુ કરી છે. જેના માટે નોંધણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને લાયક ઉમેદવારોએ યુનિયન બેંકની અધિકૃત વેબસાઈટ unionbankofindia.co.in પર જઈ પોતાની અરજી સબમિટ કરી શકે છે.
બેંક મેનેજર બનવાની સુવર્ણ તક, યુનિયન બેંકમાં 600 વધુ જગ્યાઓ પર ભરતી- Union Bank Recruitment 2024
કુલ જગ્યાઓ અને તેનું વિવરણ
યુનિયન બેંકના આ ભરતી અભિયાનમાં કુલ 606 જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી અભિયાનમાં મુખ્ય મેનેજર, સિનિયર મેનેજર અને મેનેજર તેમજ આસિસ્ટન્ટ મેનેજર સહિતની જગ્યાઓ ભરવામાં આવશે.
યુનિયન બેંકના ભરતી માટે લાયકાત
ઉમેદવારે યુનિયન બેંક ભરતી 2024માં અરજી ફોર્મ ભરતાં પહેલાં પાત્રતા અને લાયકાત તપાસી લેવી જરુરી છે. અરજી કરવા માટે ઉમેદવારો પાસે નીચે મુજબની યોગ્યતા હોવી જરુરી છે.
- ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિશ્વ વિદ્યાલય અથવા સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા સોફ્ટવેર એન્જીનીયરીંગ અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગમાં B.Sc અથવા BE અથવા B.Techની ડિગ્રી હોવી જરુરી છે.
- કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય અથવા સંસ્થામાંથી કોમ્પ્યુટર એપ્લીકેશનમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
- કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી કોમ્પ્યુટર વિજ્ઞાન અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગમાં M.SC અથવા M.Tech ડિગ્રી હોવી જરુરી છે.
- સ્નાતકમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ.
- પસંદગીની પ્રક્રિયા
હવે યુનિયન બેંકની આ ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષા, સમૂહ ચર્ચા અને વ્યક્તિગત ઈન્ટરવ્યુ કરવામાં આવશે. મુખ્ય મેનેજર, સિનિયર મેનેજર અને મેનેજરની જગ્યાઓ માટે 200 માર્કની પરીક્ષામાંથી 100 માર્કના MCQ પ્રશ્નો હશે. બીજી બાજુ સહાયક મેનેજર માટેની પરીક્ષામાં 200 માર્કમાંથી 15 MCQ પ્રશ્નો હશે. તેમજ પરીક્ષાનો કુલ સમય 120 મિનિટનો રહેશે.
આ પણ વાંચો: સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટી ભરતી થશે, તો અત્યારેજ જાણો નોકરી વિશેની ઉત્તમ તક
યુનિયન બેંકના અરજી જમા કરવાની છેલ્લી
- તારીખ 23, ફેબ્રુઆરી 2024
યુનિયન બેંકના અરજી કરવાની પ્રક્રિયા વિશે જાણૉ
- બેંકની અધિકૃત વેબસાઈટ unionbankofindia.co.in જાઓ.
- Recruitment ટેબ પર ક્લિક કરો.
- ત્યાં ‘યુનિયન બેંક ભરતી અભિયાન 2024-25’ પર ક્લિક કરો
- જરુરી વિવરણ સાથે નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો.
- ત્યાર બાદ માગ્યા પ્રમાણેના દસ્તાવેજ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો
- પ્રિન્ટ વ્યુમાં જઈ પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખો.
આવનાર તમામ પ્રકારની ભરતી અંંગેની અપડેટ્સ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતાં રહો આભાર…