The Power Revolution: ઉત્તરાયણ બાદ ઘરોમાં રિચાર્જવાળા સ્માર્ટ વીજ મીટર લાગશે, મોબાઈલની જેમ દરેક ગ્રાહકોએ પહેલા રિચાર્જ કરાવવું પડશે.

The Power Revolution: ગુજરાતના વીજળી વિભાગમાં વર્ષ 2024માં સૌથી મોટું રિવોલ્યુશન આવશે. આગામી ઉત્તરાયણ બાદ સમગ્ર ગુજરાતના તમામ ડિસ્કોમ દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થશે. ડિજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને યુજીવીસીએલ મળીને કુલ 1.64 કરોડથી વધારે મીટરો લગાવાશે. મીટરો મળીને 10 હજાર કરોડ પ્રોજેક્ટ ખર્ચ થશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • ડિસ્કોમ 10 હજાર કરોડના ખર્ચે ગુજરાતમાં 1.64 મીટરો લગાડશે
  • મોબાઈલની​​​​​​​ જેમ પ્રિપેઈડ રિચાર્જ કરવું પડશે, એડવાન્સ કરાયેલા રિચાર્જનું વ્યાજ પણ વીજ કંપની ગ્રાહકને આપશે

ઉત્તરાયણ બાદ ઘરોમાં રિચાર્જવાળા સ્માર્ટ વીજ મીટર લાગશે, મોબાઈલની જેમ દરેક ગ્રાહકોએ પહેલા રિચાર્જ કરાવવું પડશે.- The Power Revolution

આ સ્માર્ટ મીટરમાં ગ્રાહકે મોબાઈલની જેમ પ્રિપેઈડ રિચાર્જ કરાવવું પડશે. જો ગ્રાહક દ્વારા એડવાન્સમાં રિચાર્જ કરવામાં આવશે. તેમને બેન્કના વ્યાજ દર પ્રમાણે વ્યાજ પણ આપવામાં આવશે. વર્ષ 2026 સુધીમાં ગુજરાતના તમામ ઘરો, ઈન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર અને હાઈવોલ્ટેજ વીજ કનેક્શનોમાં સ્માર્ટ મીટર લાગી જશે. દરેક વીજ ડિસ્કોમ દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે. ગ્રાહક આ એપ્લિકેશન દ્વારા તેમના દરેક કલાકનો વીજવપરાશ જોઈ શકશે.

કોઈ ઉપકરણોમાં હશે ખામી તો જાણ કરશે વીજ કંપની

સ્માર્ટ મીટરમાં એવી પણ સુવિધા હશે કે ઘરમાં ઉપયોગ થતાં ટીવી, વોશિંગ મશીન, પંખા, એસી સહિતના ઉપકરણોમાં ઈલેક્ટ્રિક વાયર છુટ્ટો પડી ગયો હશે તો તેની જાણ જે-તે વીજ કંપનીને થશે. તેના આધારે તકેદારી રાખવા વીજ કંપની ગ્રાહકને એપમાં મેસેજ દ્વારા જાણ કરશે.

વીજચોરી પકડવામાં સ્માર્ટ રીતે મદદ મળશે

વીજલોસ ન થાય તે દિશામાં પ્રયાસ કરાશે. સ્માર્ટ મીટર વીજચોરી પકડવામાં મદદરૂપ થશે. જેના માટે 3 લાખ સ્માર્ટ મીટર તો ટ્રાન્સફોર્મર પર લાગશે. જેમાં ડિજીવીસીએલમાં 82 હજાર, એમજીવીસીએલમાં 56 હજાર, પીજીવીસીએલમાં 1 લાખ અને યુજીવીસીએલમાં 52 હજાર મીટરો લગાવાશે. જેનાથી મેપિંગ થશે કે, ટ્રાન્સફોર્મરમાંથી કેટલી વીજળી જઈ રહી છે અને ટ્રાન્સફોર્મરના સાથે સંકળાયેલા મીટરમાંથી કેટલા રૂપિયાના બિલો જનરેટ થઈ રહ્યાં છે. ઓછી રકમના બિલો બનશે તો વીજ ચોરી પકડાશે.

આ પણ વાંચો: અમૂલ ડેરીમાંથી લાખોની કમાણી કરો, જુઓ ડેરી ફ્રેન્ચાઈઝી લેવાની સંપૂર્ણ પ્રક્રિયા.

રિચાર્જ પૂરું થયાં બાદ 24 કલાક વીજળી ડિસકનેક્ટ નહીં થાય – The Power Revolution

  • મોબાઈલની જેમ દરેક ગ્રાહકોએ પહેલા રિચાર્જ કરાવવું પડશે. ત્યાર બાદ વીજળીનો ઉપયોગ કરી શકશે.
  • એડવાન્સ રિચાર્જમાં આવેલી રકમના 70 ટકા વીજ ઉપયોગ થઈ જશે. બાદ જે-તે વીજ કંપની દ્વારા મેસેજ અને નોટીફિકેશનથી જાણ કરાશે. બાદ 90 ટકાએ આવતા ફરી મેસેજથી જાણ કરાશે.
  • એડવાન્સમાં જમા રકમના ઉપયોગ બાદ 24 કલાક વીજ ઉપયોગ કરી શકાશે ત્યાર બાદ રિચાર્જ કરાવવું પડશે.

ગુજરાતમાં 1.64 કરોડ સ્માર્ટ મીટર લાગશે- The Power Revolution

  • ડીજીવીસીએલ – 40,78,120
  • એમજીવીસીએલ – 32,99,991
  • પીજીવીસીએલ – 55,83,509
  • યુજીવીસીએલ – 35,25,480