T20 World Cup 2024 Team: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈંડિયાની થઈ જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યો મોકો, જાણો કોણ છે કપ્તાન

T20 World Cup 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં ઓપનર કોણ છે, મિડલ ઓર્ડરમાં કયા બેટ્સમેન હશે અને ફાસ્ટ બોલિંગ અને સ્પિનની જવાબદારી કોને સોંપવામાં આવી છે. BCCI એ જાહેરાત કરી દીધી છે. જેના વીશે આગળ માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈંડિયાની થઈ જાહેરાત – T20 World Cup 2024 Team

T20 World Cup 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અમદાવાદમાં લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. અંતે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. T20 World Cup 2024 Team 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહ્યો છે. ભારત 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

હાર્દિક પંડ્યાને ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે T20 World Cup 2024 Team માં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલને ટીમમાં તક મળી નથી. શુભમન ગિલ, રિંકુ સિંહનો અનામત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

T20 World Cup 2024 માટે ભારતની ટીમ:

  1. રોહિત શર્મા (કેપ્ટન),
  2. યશસ્વી જયસ્વાલ,
  3. વિરાટ કોહલી,
  4. સૂર્યકુમાર યાદવ,
  5. ઋષભ પંત (વિકેટકીપર),
  6. શિવમ દુબે,
  7. હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન),
  8. રવિન્દ્ર જાડેજા,
  9. અક્ષર પટેલ,
  10. કુલદીપ યાદવ,
  11. જસપ્રિત બુમરાહ,
  12. અર્શદીપ સિંહ,
  13. યુઝવેન્દ્ર ચૌહાણ.
  14. સંજુ સેમસન (વિકેટકીપર),
  15. મોહમ્મદ સિરાજ.

અનામત ખેલાડીઓ

  1. શુભમન ગિલ,
  2. રિંકુ સિંહ,
  3. ખલીલ અહેમદ,
  4. અવેશ ખાન

આ પણ વાચો: આ 5 ખેલાડીઓ IPL 2024 પછી નિવૃત્ત થઈ શકે છે, જેમાં 4 ભારતીયોનો સમાવેશ,જાણો એ ખેલાડીઓ વિશે

બેટ્સમેન

ટીમમાં કુલ 5 બેટ્સમેનને સ્થાન આપવામાં આવ્યુ છે. કેપ્ટન રોહિત શર્માની સાથે, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ યુનિટના મહત્વપૂર્ણ ભાગ હશે. શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. યશસ્વી ઓપનિંગ કરે તેવી શક્યતા છે, જ્યારે શિવમ દુબે ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.

વિકેટકીપર (2):

વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી છે. પંત IPL 2024 દ્વારા વ્યાવસાયિક ક્રિકેટમાં પાછો ફર્યો છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે.

ઓલરાઉન્ડર (3)

ઓલરાઉન્ડરની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં પણ વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ તેમના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

સ્પિનર્સ (2)

કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને નિષ્ણાત સ્પિન બોલર તરીકે વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. લેગ સ્પિનર ​​ચહલ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં આયોજિત થવાનો હોવાથી ધીમી પીચો પર કુલદીપ અને ચહલની ભૂમિકા ઘણી મહત્વની હોઈ શકે છે.

ફાસ્ટ બોલર (3)

જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ યુનિટમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે જ મોહમ્મદ સિરાજને ત્રીજા સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્તમાન IPL સિઝનમાં સિરાજ ચોક્કસપણે મોંઘો સાબિત થયો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.