T20 Series IND VS AUS 2023:- T20 સિરીઝની બીજી મેચમાં ઇન્ડિયાની 44 રનથી શાનદાર જીત, આ ત્રણ ખેલાડી શાનદાર બેટીંગથી T20 સિરીઝમાં ઇન્ડિયા ચમકયું

T20 Series IND VS AUS 2023: ભારતીય ટીમે T20 સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી જીત છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

T20 Series IND VS AUS 2023

IND Vs AUS T20 સિરીઝ 2023 ની બીજી મેચમાં ઇન્ડિયા`ની 44 રનથી શાનદાર જીત, જયસ્વાલ, કિશન અને ગાયકવાડની ફિફટીએ ચમકાવી મેચ.

તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારૂ ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી.

IND Vs AUS T20 સિરીઝ 2023

આ પહેલાં ઓપનર યશસ્વી જયસ્વાલે 53, ઈશાન કિશને 52 અને ઋતુરાજ ગાયકવાડે 58 રન બનાવ્યા હતા.

ભારતે પાકિસ્તાનની બરાબરી કરી સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર દેશોની યાદીમાં ભારતીય ટીમ પાકિસ્તાનની બરાબરી પર આવી ગઈ છે. બંનેએ સરખી 135-135 T-20 મેચ જીતી છે.

T20 Series IND VS AUS 2023:પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી દીધી પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેની શરૂઆતની ઓવરોમાં ટીમની શરૂઆત સારી રહી હતી. પ્રથમ 2 ઓવરમાં 31 રન આવ્યા હતા. ઇનિંગની બીજી ઓવરમાં સ્મિથને પણ જીવતદાન મળ્યું હતું.

T20 સિરીઝની બીજી મેચમાં ઇન્ડિયાની 44 રનથી શાનદાર જીત

T20 Series IND VS AUS 2023:ત્રીજી ઓવરમાં, સ્પિનરો રમતમાં આવ્યા અને પ્રથમ રવિ બિશ્નોઈએ ટીમને સફળતા અપાવી અને પ્રથમ વિકેટ લીધી. આ પછી અક્ષરે ચોથી ઓવરમાં 2 રન આપીને દબાણ ઊભું કર્યું અને તેના કારણે જોસ ઇંગ્લિસે પણ પાંચમી ઓવરમાં મોટા શોટનો પ્રયાસ કરતાં પોતાની વિકેટ ગુમાવી દીધી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પણ મેક્સવેલે અક્ષરને પોતાની વિકેટ આપી હતી. ટીમે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા હતા.

T20 સિરીઝની બીજી મેચની હાઈલાઇટ્સ જોવા : અહીં ક્લિક કરો

T20 સિરીઝની બીજી મેચનો ફુલ સ્કોરબોર્ડ જોવા : અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો