Surat Aanganvadi Bharti 2023: ગુજરાત રાજયમા આવેલી આંગણવાડીઓમા આંગણવાડી કાર્યકર અને તેડાગર ની 10000 જેટલી જગ્યાઓ ભરવા માટે હાલ મોટી ભરતી જાહેર કરવામા આવી છે. જેમા જિલાવાઇઝ દરેક જિલ્લાની ભરતી જાહેરાતો આવી રહી છે. જે અંતર્ગત સુરત જિલ્લા પંચાયત વિસ્તારની આંગણવાડીમા (Surat Aanganvadi Bharti 2023) ભરતીની જાહેરાત આવેલી છે. Surat Aanganvadi Bharti 2023 ભરતી ની જરૂરી વિગતો નીચે આપેલ છે.
સુરત આંગણવાડી ભરતી
- આર્ટીકલનુ નામ સુરત આંગણવાડી ભરતી (Surat Aanganvadi Bharti 2023)
- જોબ સંસ્થા સુરત જિલ્લા પંચાયત
- પોસ્ટ નો પ્રકાર આંગણવાડી કાર્યકર ભરતી
- આંગણવાડી તેડાગર ભરતી
- જગ્યાઓ 331
- ફોર્મ ભરવાની તારીખ 8-11-2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30-11-2023
- અરજી પ્રકાર ઓનલાઇન
- ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in
Surat Aanganvadi Bharti 2023
- સુરત જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમા ખાલી રહેલી નીચેની જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામા આવેલ છે.
આંગણવાડી કાર્યકર ખાલી જગ્યાઓ | 100 |
આંગણવાડી તેડાગર ખાલી જગ્યાઓ | 231 |
Surat Aanganvadi Bharti 2023 જરૂરી સૂચનાઓ
- ઉમેદવાર મહિલા જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તે અંગે મામલતદારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખે મહિલા અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
- આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવારર્ની ઉંમર અરજી કરતી વખતે તેને 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને અરજદારની ઉમર 33 વર્ષથી વધારે =ના હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજી કરવા માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ તમામ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ ઓનલાઈન અરજી 23 માં તા.07/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 વાગ્યા સુધીમાં કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
- આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબ ઉમેદવારની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની ઓછામા ઓછી શૈક્ષણીક લાયકાત 12 પાસ અને આંગણવાડી તેડાગરની ઓછામા ઓછી શૈક્ષણિક લાયકાત 10 પાસ છે. વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર પણ અરજી કરી શકશે. ઉમેદવાર શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત કરેલા ગુણનાં આધારે મેરીટ યાદી તૈયાર થશે. Surat Aanganvadi Bharti 2023 ની ખાલી જગ્યા ભરવા માટે આંગણવાડી કેન્દ્ર દ્રારા ઓનલાઈન મેરીટ યાદી જાહેર કરવામાં આવશે.
- આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. અરજદાર તેને ધ્યાનપૂર્વક વાંચી, સમજીને ઓનલાઈનઅરજી કરવાનું રહેશે.
- ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે.
Aanganvadi Bharti મેરીટ
- આંગણવાડીઓમા ચાલી રહેલી ભરતી માટે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે અરજદારોને પસંદ કરવા માટે મેરીટ ગણવા માટે અલગ અલગ વેઇટેજ આપવામા આવેલ છે. આ વખતે પ્રી પીટીસી, અને બી.એડ, પીટીસીની લાયકાત ધરાવતા બહેનો ને પણ વેઇટેજ મુજબ મેરીટ મા ગુણ ગણવામા આવશે.
- આંગણવાડી ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભર્યા પછી તેની ઓનલાઇન ચકાસણી કરવામા આવશે. ત્યારપછી મેરીટ બહાર પાડવામા આવે છે. ત્યારપછી અરજદાર ના ડોકયુમેન્ટની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંક આપવામા આવે છે.
આ પણ વાચો: ધોરણ 10-12 બોર્ડ ની પરીક્ષા ફી જાહેર, કઇ ફી મા કેટલો થયો વધારો
સુરત આંગણવાડી ભરતી 2023 ઓનલાઇન અરજી પ્રક્રિયા
આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે, અને મેરીટ જોવા માટે, અથવા તો સીલેકશન લીસ્ટ જોવા માટે અને મેરીટ સંબંધીત અપીલ કરવા માટે ભરતીની ઓફીશીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેના પગલા અનુસરો.
- પ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in ઉપર જાઓ.
- હવે તેમા Online Apply ઓપ્શન ઉપર કલીક કરો.
- ત્યારબાદ તેમા સુરત જિલ્લો સીલેકટ કરો.
- હવે સામે આપેલ apply બટન ઉપર કલીક કરો.
- તેમા તમારી જરૂરી વિગતો નાખી તમારુ રજીસ્ટ્રેશન કરો.
- ત્યારપછી લોગીન થઇ માંગવામા આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો દાખલ કરો.
- ત્યારપછી તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માંગવામા આવ્યા તે મુજબ સ્કેન કરી જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- ત્યારબાદ તમારી અરજી ચકાસી કોઇ ભૂલ ન રહે તે રીતે કન્ફર્મ કરો.
- ત્યારબાદ તમારા અરજીફોર્મ ની પ્રીન્ટ કાઢી તેને સાચવી રાખો.
અગત્યની લીંક
સુરત આંગણવાડી ભરતી જાહેરાત | અહિં ક્લીક કરો |
સુરત આંગણવાડી ભરતી ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાઓ | અહી ક્લિક કરો |