Health Tips: સવારે પેટ સાફ ન હોય તો દિવસભર લોકો પરેશાન રહે છે. ઘણીવાર પેટ સાફ ન થવાની સમસ્યા કબજિયાતમાં ફેરવાઈ જાય છે અને ધીમે ધીમે હરસ-મસા, અલ્સર સહિતની ગંભીર બીમારીઓનું જોખમ ઉભું કરે છે. આવી સ્થિતિમાં દરરોજ પેટ સાફ કરવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને પેટ સાફ કરવાની 5 કુદરતી અને અસરકારક રીતો જણાવી રહ્યા છીએ. મિત્રો તો તમારે રોજ બરોજ પેટમાં દુખાવો કે કબજિયાત થાય છે તમે આજે જાણો અને અપનાવો આ ઉપાય અને તમે વગર દવાએ છુટકારો મેળવી શકો છો તો મિત્રો નીચે આપેલ લેખથી જુઓ કે આ માટે શું કરવું અને શુંં ન કરવું કે ક્યો ઉપાય કરવો જાણો
શું તમારે રોજ બરોજ પેટમાં દુખાવો કે કબજિયાત થાય છે ? તો અત્યારેજ જાણો અને અપનાવો આ ઉપાય, વગર દવાએ મેળવો છુટકારો- Health Tips
પેટ સાફ રાખવા માટે લોકોએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. ડાયેટિશિયનના અનુસાર, હાઇડ્રેટેડ રહેવું એ સારી પાચન જાળવવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે. શિયાળાની ઋતુમાં તમે હૂંફાળું પાણી પી શકો છો. તેનાથી પાચનતંત્ર સુધરશે. હૂંફાળા પાણીમાં થોડું મીઠું ભેળવીને પીવાથી પણ પેટ સાફ થાય છે.
પેટ સાફ કરવા અને કબજિયાતથી રાહત મેળવવા માટે શક્ય તેટલું વધુ ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. પાચન તંત્ર માટે ફાયબર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફળો, શાકભાજી, અનાજ, સૂકા ફળો, બીજમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. પપૈયા, કેળા, સફરજન, સંતરા, રાસબેરી, બ્રોકોલી, લીલા વટાણા, બટાકા, ગાજરનું સેવન કરીને પેટ સાફ રાખી શકાય છે.
ફળો અને શાકભાજીનો રસ કોલોન એટલે કે મોટા આંતરડાને સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો સફાઇનું કામ કરે છે અને પેટમાં જમા થયેલી ગંદકીને બહાર ફેંકી દે છે. કબજિયાતના દર્દીઓ માટે ફળ અને શાકભાજીનો રસ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ડાયાબિટીસ હોય તો ફળોનો રસ પીતા પહેલા ડાયેટિશિયન અથવા ડૉક્ટરની સલાહ લો. – Health Tips
પેટ સાફ કરવામાં અળસીના બીજ ખૂબ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે. અળસીના બીજનો ઉપયોગ કબજિયાતની પરંપરાગત સારવાર તરીકે થાય છે. અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. તમે અળસીને આખા અથવા પાવડર સ્વરૂપમાં ખાઈ શકો છો.
આ પણ વાંચો : શુ તમારી પાસે એક રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેઠા 7 લાખ રૂપિયાના માલિક બની જશો, જાણો કેવી રીતે
તો મિત્રો આપડે ઉપર જણાવ્યા મુજબ તમે અત્યારેજ જાણો અને અપનાવો આ ઉપાય, વગર દવાએ મળી શકે છે તમને રાહત અને તમે રોજ પેટમાં દુખાવો કે કબજિયાતથી હેરાન થઇ રહ્યા છો જેનાથી તમે મેળવી શકો છો છુટકારો
Health Tips – ડાયેટિશિયનના મતે પેટ સાફ કરવા માટે લોકોએ સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી દેશી ઘી ભેળવીને પીવું જોઈએ. આ પછી 30 મિનિટ વોક કરો. આમ કરવાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે અને તમે જૂની કબજિયાતથી પણ છુટકારો મેળવી શકશો. તમે આ લાંબા સમય સુધી કરી શકો છો અને સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો.
આમ, મિત્રો આવી હેલ્થને લગતી ઉપયોગી અને સચોટ માહીતી માટે અમારી વેબસાઇટ Digital Gujarat Portal સાથે જોડાયેલ રહો. આભાર.