ST નિગમના ફિક્સ-પેના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આટલા ટકા પગાર વધારાને નાણા વિભાગની મંજૂરી, ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં થશે વધારો

ST નિગમના ફિક્સ-પેના કર્મચારીઓને ચાલી રહેલા પગાર વધારાની માંગને લઇને મળી મંજુરી, રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ST નિગમના ફિક્સ-પેનાં કર્મચારીઓનાં પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નાણા વિભાગ દ્વારા મંજૂરી મળી જતાં ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ST નિગમના ફિક્સ-પેના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, આટલા ટકા પગાર વધારાને લઇને નાણા વિભાગએ આપી મંજૂરી

  • ST નિગમના ફિક્સ વેતનધારકો (કર્મચારીઓમાં) ખુશીનો માહોલ
  • ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં થશે વધારો નાણાં વિભાગે આપી મંજુરી.
  • પગાર વધારાને લઇને રાજ્ય સરકાર નાણા વિભાગ દ્વારા મંજૂરી અપાઈ

આ પણ વાંચો: દુકાન વિના, માત્ર રૂ. 1 લાખની કિંમતના મશીનથી દરરોજ ₹3000ની કમાણી કરો, જાણો એ ધંધા વિશે.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે એક બેઠક યોજાઇ હતી, ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસો પહેલા જ રાજ્યભરના ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કર્યો હતો તે સમયે એસટી નિગમના ફિક્સ-પેના કર્મચારીઓનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો ન હતો, ત્યારે હવે સરકારે એસટી નિગમના ફિક્સ-પેના કર્મચારીઓનો સમાવેશ કરીને તેમના પગારમાં 30 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે અને આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

એક મહિના પહેલાં હર્ષ સંઘવી આપી હતી માહિતી

ST વિભાગના કર્મચારીઓની પગારમાં વધારો કરવા અંગેની માંગને લઇને અગાઉ નવેમ્બર મહિનામાં એસ.ટી.વિભાગનાં વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક યોજાઈ હતી જે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ST કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે. ” જે બાદ નાણામંત્રાલયે પણ આ મુદે લીલીઝંડી બતાવી દીધી છે.