Exam Time Table: ધો. 3 થી 8 ની દ્વિતીય સત્રની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, ફટાફટ ચેક કરો આ તારીખથી પરીક્ષાઓ શરુ થશે

Gujarat Exam Latest News: રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક કરાયું તૈયાર, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે, સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આપણે ત્યાં એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ તરફ હવે રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેર કરવામાં આવી છે. ધોરણ 3થી 8 માટેની દ્વિતીય સત્રાંત પરીક્ષા 4 થી 23 એપ્રિલ 2024 સુધી યોજાશે. આ તરફ રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે. આ સાથે સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરાશે. આ સાથે જો કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાઈ હોય તો રજા રદ કરવી પડશે.

ધો.3 થી 8 ની દ્વિતીય સત્રની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર – Exam Time Table

ક્રમતારીખવારધોરણવિષયસમયગુણ
14-4-2024ગુરુવાર3 થી 5ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)8 થી 1040
25-4-2024શુક્રવાર3 થી 5ગણિત8 થી 1040
36-4-2024શનીવાર3 થી 5પર્યાવરણ8 થી 1040
48-4-2024સોમવાર3 થી 5
4 થી 5
હિંદી (પ્રથમ ભાષા)
હિંદી (દ્વિતીય ભાષા)
8 થી 1040
59-4-2024મંગળવાર3 થી 5
4 થી 5
અંગ્રેજી (પ્રથમ ભાષા)
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
8 થી 1040
612-4-2024શુક્રવાર3 થી 5મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા)8 થી 1040
713-4-2024શનીવાર6 થી 8ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)8 થી 1180
815-4-2024સોમવાર6 થી 8ગણિત8 થી 1180
916-4-2024મંગળવાર6 થી 8હિંદી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)8 થી 1180
1018-4-2024ગુરુવાર6 થી 8વિજ્ઞાન8 થી 1180
1119-4-2024શુક્રવાર6 થી 8અંગ્રેજી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)8 થી 1180
1220-4-2024શનીવાર6 થી 8સામાજિક વિજ્ઞાન8 થી 1180
1322-4-2024સોમવાર6 થી 8સંસ્કૃત8 થી 1180
1423-4-2024મંગળવાર6 થી 8મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા)8 થી 1180

રાજ્યમાં 4 થી 23 એપ્રિલ 2024 દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ 3 અને 4ના વિદ્યાથીઓએ પેપરમાં જ જવાબ લખવાના રહેશે તો ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં જવાબ લખવાના રહેશે. આ સાથે ધોરણ 5 થી 8માં ફેલ થનાર વિદ્યાર્થીઓની 2 મહિનામાં ફરી પરી ક્ષા યોજવાની રહેશે. મહત્વનું છે કે, GCERT દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યુ છે.

આ પણ વાચો: શું તમારી પાસે જુની રૂ.5 ની નોટ છે તો તમે અમીર બની જશો, તો અત્યારેજ જાણો આ નોટ કેવી રીતે વેચી અને અમીર બનશો ?

વેકેશન કયારથી પડશે ?

શાળાના વિદ્યાર્થીઓ મોટા ભાગે ઉનાળુ વેકેશનની કાગડોળે રાહ જોતા હોય છે. આપણે ત્યાંન પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા બાદ પરિણામ જાહેર કરવામા આવે છે અને ત્યારબાદ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન પડતુ હોય છે. જોકે હવે આ વર્ષે 6 મે 2024 થી ઉનાળુ વેકેશન પડે તેવી શકયતાઓ છે. પણ ઉનાળુ વેકેશનની તારીખ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.