સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ 2024 માટે સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર (CHSL 10+2) પરીક્ષાની સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. આ પરીક્ષા દેશભરના વિવિધ વિભાગોમાં હોદ્દા મેળવવાનું લક્ષ્ય રાખતા મહત્વાકાંક્ષી ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. તો આજે આપણે આ લેખમાં સ્ટાફ સિલેક્શન કમિશનમાં આવેલ ભરતી માટેની પાત્રતાના માપદંડો અને કેવી રીતે અરજી કરવી જેવી વિશેષ માહિતી મેળવિશું.
12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં 3712 જગ્યાઓ માટે આવી ભરતી – SSC Recruitment 2024ભરતી સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) પોસ્ટનું નામ SSC CHSL (10+2) LDC/ JSA/ DEO પોસ્ટ્સ ખાલી જગ્યાઓ 3712 જોબ લોકેશન ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 07-05-2024 અરજી કરવાની રીત ઓનલાઈન
પોસ્ટ્સ: લોઅર ડિવિઝન ક્લાર્ક એલડીસી / જુનિયર સચિવાલય મદદનીશ જેએસએ પોસ્ટલ આસિસ્ટન્ટ PA / સોર્ટિંગ આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર્સ (DEOs) શૈક્ષણિક લાયકાત: LDC, JSA, DEO: આ પોસ્ટ માટે ઉમેદવારોએ ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ અથવા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.DEO (ગ્રેડ A): આ પોસ્ટ માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા તેના સમકક્ષ વિષય તરીકે ગણિત સાથે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 પૂર્ણ કર્યું હોવું જોઈએ.ઉંમર મર્યાદા: ન્યૂનતમ ઉંમર: 18 વર્ષમહત્તમ ઉંમર: 27 વર્ષSSC સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) કક્ષાની પરીક્ષા 2024ના નિયમો મુજબ ઉમર મર્યાદામાં વધારાની છૂટછાટ આપવામાં આવશે. અરજી ફી: સામાન્ય / OBC / EWS: 100/-SC/ST/PH : 0/- (શૂન્ય)તમામ કેટેગરી સ્ત્રી: 0/- (મુક્તિ)માત્ર ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષાની ફી ચુકવવાની રહેશે. આ પણ વાચો: પોલિસ ભરતીનો ટાઇમ ટેબલ જાહેર કરાયો, જુઓ ક્યારે પરીક્ષા લેવાશે
કેવી રીતે અરજી કરવી ? સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લો. ત્યારબાદ હોમપેજ પર ‘Apply’ ટેબ પર ક્લિક કરો. હવે “Combined Higher Secondary Level (10+2) Examination,2024” માટેની લિંક પર ક્લિક કરતા નિચે મુજબનું પેજ ખુલશે. હવે તમે તમારે અગાઉ અકાઉન્ટ બનાવેલ હોય તો લોગીન કરો અથવા “Register Now” પર ક્લિક કરી રજીસ્ટ્રેશ્ન પ્રક્રીયા પુર્ણ કરો. તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો. છેલ્લે જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અને અરજી ફી ભરીને SSC CHSL પરીક્ષા માટે અરજી ફોર્મને સબમીટ કરો. મહત્વપૂર્ણ લિંક મહત્વપૂર્ણ તારીખ અરજી કરવાની શરુઆત 08-04-2024 અરજી કરવાની છેલ્લી તારીખ 07-05-2024 (રાત્રે 11:00 વાગ્યે) ફી ભરવાની છેલ્લી તારીખ 08-05-2024 (રાત્રે 11:00 વાગ્યે) અરજી ફોર્મ સુધારણા 10-11 મે 2024 Tier-1 પરીક્ષા તારીખ 1-12 જુલાઈ 2024 Tier-2 પરીક્ષાની તારીખ Notify Later