શુ તમે Paytm વાપરો છો તો જાણો 15 માર્ચ પછી દુકાનો પર Paytm ચાલશે કે નહીં?

RBIએ Paytm યુઝર્સને મોટી રાહત આપી છે. Paytm પેમેન્ટ બેંકનો ઉપયોગ કરતા વેપારી વપરાશકર્તાઓ માટે કેટલીક સેવાઓ છે જે સમયમર્યાદા પછી પણ ચાલુ રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

15 માર્ચ પછી દુકાનો પર Paytm ચાલશે કે નહીં?

Paytm નો ઉપયોગ કરતા દુકાનદારો અથવા વેપારીઓ માટે સારા સમાચાર છે કારણ કે RBI એ વેપારી સેવાઓને લઈને એક મોટી વાત કહી છે. વાસ્તવમાં, Paytm QR અને Paytm Soundbox જેવી ઘણી સેવાઓનો ઉપયોગ હવે સમયમર્યાદા પછી પણ દુકાનદારો કરી શકશે. પછી તે નાની દુકાનનો માલિક હોય કે મોલનો માલિક હોય કે પછી સ્ટ્રીટ વેન્ડર હોય. દરેક વ્યક્તિ પાસે Paytm દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ છે.

15 માર્ચ સુધી લંબાવાઇ છે મર્યાદા

RBIએ પેટીએમ યુઝર્સને મોટી રાહત આપી છે. પેટીએમ પેમેન્ટ બેંકનો ઉપયોગ કરતા વેપારી વપરાશકર્તાઓ માટે કેટલીક સેવાઓ છે જે સમયમર્યાદા પછી પણ ચાલુ રહેશે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે પેટીએમ ની મર્ચન્ટ સેવાઓ જેમ કે સાઉન્ડબોક્સ, QR કોડ અને કાર્ડ મશીનનો ઉપયોગ 15 માર્ચ, 2024 પછી પણ ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે પેટીએમ ચલાવતા વેપારીઓ અથવા દુકાનદારો સમયમર્યાદા પછી પણ કોઈપણ મુશ્કેલી વિના આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. ..મહત્વપૂર્ણ છે કે નાની દુકાનનો માલિક હોય કે મોલનો માલિક હોય કે પછી સ્ટ્રીટ વેન્ડર હોય. લગભગ દરેકને ત્યાં Paytm QR, Paytm સાઉન્ડબોક્સ અને પેટીએમ કાર્ડ મશીન જોવા મળશે. આનાથી માત્ર બિઝનેસ જ નહીં પણ ડિજિટલ અર્થતંત્રમાં પણ વધારો થઈ રહ્યો છે.

શું કહ્યુ હતું રિઝર્વ બેંકે ?

તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે જાન્યુઆરીમાં એક ઓર્ડરમાં પેટીએમ યુનિટને 29 ફેબ્રુઆરીથી તેના ખાતા અથવા વોલેટમાં કોઈપણ નવી ડિપોઝીટ સ્વીકારવાનું બંધ કરવા કહ્યું હતું. જે મર્યાદા પછીતી લંબાવીને 15 માર્ચ કરી દેવાઇ છે.. આરબીઆઈએ કહ્યું હતું કે તે વેપારીઓ સહિતના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સમયમર્યાદા લંબાવી છે, જેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે થોડો વધુ સમયની જરૂર પડી શકે છે.નોટિફિકેશનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે 15 માર્ચ, 2024 પછી, કોઈપણ ગ્રાહકના ખાતા, પ્રીપેડ ડિવાઇસ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરેમાં વધુ ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાચો: શુ તમારી પાસે 786 નંબર વાળી 10 રુપિયાની નોટ છે તો તમને 18 લાખ રૂપિયામાં મળશે, આવી નોટોને વેચવાની રીત જાણો

RBI શા માટે પેટીએમ પેમેન્ટ બેંક સામે પગલાં લઈ રહી છે?

હકીકતમાં, 11 માર્ચ, 2022 ના રોજ, રિઝર્વ બેંકે પેટીએમને નોટિસ જારી કરી અને કહ્યું કે પેમેન્ટ બેંકનું આઈટી ટીમ દ્વારા ઓડિટ કરવામાં આવશે. જ્યારે પેટીએમ ની સિસ્ટમનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે RBIને તેના ઓડિટ રિપોર્ટમાં ઘણી ખામીઓ મળી અને તે સ્પષ્ટ થઈ ગયું કે પેમેન્ટ બેંક RBIના નિયમોનું પાલન કરતી નથી. પેટીએમ પેમેન્ટ્સ બેંક પણ એક બેંકિંગ પ્લેટફોર્મ હોવાથી, તેણે કેન્દ્રીય બેંકના આદેશો અને સૂચનાઓનું પાલન કરવું પડે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!