Share Market News: NSEએ 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા એક સરક્યુલરમાં કહ્યું છે કે,’એક્સચેન્જ 2 માર્ચના રોજ શનિવારે પ્રાઈમરી સાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા ડે સ્વિચ સાતે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ કરી રહ્યું છે. આ ટ્રેડિંગ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં થશે.’
આ શનિવારે પણ ખુલ્લું રહેશે શૅર બજાર – Share Market News
20 જાન્યુઆરીના રોજ શનિવારે શૅર બજારમાં ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું. હવે આગામી મહિને ફરી એકવાર શૅર માર્કેટ શનિવારે ચાલુ રહેવાનું છે. શૅર માર્કેટમાં રોકાણ કરનાર લોકો 2 માર્ચના રોજ એટલે કે માર્ચ મહિનાના પહેલા શનિવારે માર્કેટમાં ટ્રેડિંગ કરી શક્શે. NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા 2 માર્ચે ખાસ લાઈવ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન દરમિયાન ઈન્ટ્રા ડેમાં કામકાજને ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર લઈ જવામાં આવશે. જો ક્યારેક કોઈ મુશ્કેલી આવે, કે જેને લીધે શૅર બજારના કામને અસર થાય છે, તેવી પરિસ્થિતિમાં શું કરવું, તેની તૈયારીના ભાગરૂપે આ સેશનનું આયોજન કરાઈ રહ્યું છે.
ડિઝાસ્ટર રિકવરી સાઈટ
NSEએ 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા એક સરક્યુલરમાં કહ્યું છે કે,’એક્સચેન્જ 2 માર્ચના રોજ શનિવારે પ્રાઈમરી સાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા ડે સ્વિચ સાતે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ કરી રહ્યું છે. આ ટ્રેડિંગ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં થશે.’
આ પણ વાચો: RBIએ બેંક ખાતામાં મિનિમમ બેલેન્સને લઈને નવા નિયમો બનાવ્યા, નવા નિયમો 1 એપ્રિલથી લાગુ થશે.
આ સમયે થશે ટ્રેડિંગ
2 માર્ચના રોજ પહેલું ટ્રેડિંગ સેશન સવારે 9.15 વાગ્યથી 10 વાગ્યા સુધ થશે. જ્યારે બીજું ટ્રેડિંગ સેશન 11.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી થશે. જ્યારે પ્રિ સેશન સવારે 9 વાગ્યૈ થશે. અને 9.15 વાગે માર્કેટ રોજની જેમ ઓપન થશે. બીજા સેશન માટે પ્રિ ઓપનિંગ સેશન 11.15 વાગે શરૂ થશે અને 11.23એ માર્કેટ સામાન્ય રીતે કામ શરૂ કરશે. આ પહેલા આ સ્પેશિયલ સેશન 20 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે 20 જાન્યુઆરીએ ફૂલ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું હતું અને 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી હતી.
સાથે જ એ પણ જાહેરાત કરવામાં આવી છે કે 2 માર્ચે યોજાનારા આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન બધા જ ફ્યુચર કોન્ટ્રેક્ટ્સ 5 ટકાની ઓપરેટિંગ રેન્જની અંદર અપડાઉન કરી શકે છે. ફ્યૂચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટની સિક્યોરિટીજમાં 5 ટકાની અપર અને લોઅર સર્કિટની લિમિટ યથાવત્ રહેશે. આ નિયમને કારણે વધુ અપડાઉન નહીં થઈ શકે. સાથે જ ડ્રિલ દરમિયાન માર્કેટ સ્થિર રહેશે. 2 માર્કે સેટલમેન્ટ હોલીડે હોવાને કારણે ઈક્વિટી માર્કેટમાં 1 માર્કે કરેલી ખરીદીનું સેટલમેન્ટ સોમવારે 4 માર્ચના રોજ થશે.