School Summer Vacation: રાજ્યની શાળાઓમાં 35 દિવસનુ ઉનાળું વેકેશન જાહેર કરાયું, જુઓ કઇ તારીખથી વેકેશન પડશે

School Summer Vacation: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામા ઉનાળું વેકેશનની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ વખતે બાળકોને એક મહિનાનું વેકેશન જાહેર કરતા બાળકો ઉત્સાહિત થઈ ગયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાજ્યની શાળાઓમાં 35 દિવસનુ ઉનાળું વેકેશન જાહેર કરાયુ – School Summer Vacation

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શિક્ષણ વિભાગ દ્વારા 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 5 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.

ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, દિવાળી-ઉનાળુ વેકેશન સહિત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

  • શાળાઓનું પ્રથમ સત્ર 5મી જૂનથી શરૂ થશે
  • શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ 2024થી યોજવામાં આવશે

આ પણ વાચો: બોર્ડની પરિક્ષાની આ રીતે તૈયારી કરો વાચેલુ બધુ યાદ રહી જશે.

5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થશે

ત્યારે પ્રાથમિક શિણક્ષ નિયામક દ્વારા તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. ત્યારે પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી મે થી જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. ત્યારે આગામી 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થઈ જશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2023-24ની પૂરક પરીક્ષા પ્રિલિમ પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઉનાળુ વેકેશન સહિત તમામ તારીખો જાહેર કરી દેવામા આવી છે.

જુઓ કઇ તારીખથી વેકેશન પડશે ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્ર માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નવા શૈક્ષણિક કેલેન્ડર અનુસાર શાળાઓનું પ્રથમ સત્ર 5મી જૂનથી શરૂ થશે તેમજ 6 મે 2024 થી 35 દિવસનું રહેશે ઉનાળું વેકેશન. આગામી સત્રમાં સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે. આ સત્રમાં બોર્ડની પરીક્ષા 11 માર્ચ 2024થી 28 માર્ચ 2024 સુધી લેવામાં આવશે.

6 મે 2024થી 35 દિવસનું રહેશે ઉનાળુ વેકેશન

આગામી સત્રમાં સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે. આ સત્રમાં બોર્ડની પરીક્ષા 11 માર્ચ 2024થી 28 માર્ચ 2024 સુધી લેવામાં આવશે.

બીજા સત્રનો પ્રારંભ ક્યારથી થશે ?

શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ 2024થી યોજવામાં આવશે અને ઉનાળુ વેકેશન 6 મે 2024થી 35 દિવસનું રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તો પ્રથમ સત્રની પરીક્ષા 3 ઓક્ટોબરથી લેવાશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. બીજા સત્રનો પ્રારંભ 30 નવેમ્બરથી થશે.