School Summer Vacation 2024: શાળાઓમાં ઉનાળુ વેકેશન ની રજાઓ જાહેર, જુઓ આટલા દિવસનુ વેકેશન પડશે

School Summer Vacation 2024:ઉનાળો આવી ગયો છે અને તેની સાથે શાળાનું વર્ષ પૂરું થવાનું છે. તમામ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવશે. આજે આપણે જાણીશું કે આ વર્ષે શાળાઓમાં કેટલા દિવસની રજાઓ રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

શાળાઓમાં ઉનાળુ વેકેશન ની રજાઓ જાહેર – School Summer Vacation 2024

ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે.

પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું વેકેશન

પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.

આ પણ વાચો: માત્ર 108 રૂપિયામાં 60 દિવસ માટે અનલિમિટેડ વાત કરો અને ડેટા આપી રહી છે, તો ફટાફટ રીચાર્જ કરો

10 જૂનથી નવું સત્ર શરૂ થશે

પ્રાથમિક શાળાઓમાં 10 જૂનથી નવું સત્ર શરૂ થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન અપાયું હતું.