Satellite Internet Service: મોબાઈલમાં સિમકાર્ડ વગર નેટ ચાલશે! ગુજરાતમાં આ જગ્યાએ સુવિધા શરૂ થઈ, જાણો કેવી રીતે નેટ ચાલશે

Satellite Internet Service: હવે મિત્રો મોબાઈલમાં સિમકાર્ડ વગર નેટ ચાલશે એ અપડેટ્સને લઇને ગુજરાતમાં આ જગ્યાએ સુવિધા શરૂ થઈ ઈલોન મસ્કની આગેવાની હેઠળ, SpaceX દ્વારા 2024 માં ફાલ્કન 9 અવકાશયાન પર સ્ટારલિંક ઇન્ટરનેટ ઉપગ્રહોના પ્રારંભિક સેટના લોન્ચ સાથે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં સિમકાર્ડ વગર નેટ ચાલશે તો મિત્રો આ લોન્ચ 2 જાન્યુઆરીએ રાત્રે 10:44 વાગ્યે EST પર થયું હતું. આ ઉપગ્રહોનો ધ્યેય ડાયરેક્ટ-ટુ-સેલ સુવિધા આપવાનો છે, જેનાથી સ્માર્ટફોન પર સીધા સેટેલાઇટ બ્રોડબેન્ડની સરળ ઍક્સેસ મળી શકે અને મોબઇલમાં સિમકાર્ડ વગર નેટ ચાલશે તો ચાલો જાણીએ આ વિશે વધુ માહીતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Satellite Internet Service: મોબાઈલમાં સિમકાર્ડ વગર નેટ ચાલશે!

મોબાઈલમાં સિમકાર્ડ વગર નેટ ચાલશે કે કેમ એમ પ્રશ્ન બધાને ઉદભવે છે તો ચાલો જાણી લો મિત્રો આ લોન્ચ દરમિયાન, કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ ખાતે સ્પેસ લોન્ચ કોમ્પ્લેક્સ 4 ઈસ્ટ (SLC-4E) થી કુલ 21 સ્ટારલિંક ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મોકલવામાં આવ્યા હતા. ખાસ કરીને, મિશનમાં ડાયરેક્ટ-ટુ-સેલ ક્ષમતાઓથી સજ્જ પ્રારંભિક છ સ્ટારલિંક ઉપગ્રહોનો સમાવેશ થાય છે.

સ્ટારલિંક આ બાબતે શું કહે છે?

આ લોન્ચમાં ડાયરેક્ટ-ટુ-સેલ ક્ષમતાઓ સાથેના પ્રથમ છ સ્ટારલિંક ઉપગ્રહોનો સમાવેશ થશે જે વિશ્વભરના મોબાઇલ નેટવર્ક ઓપરેટરોને ટેક્સ્ટિંગ, કૉલિંગ અને બ્રાઉઝિંગ માટે સીમલેસ વૈશ્વિક પહોંચ આપવા સક્ષમ બનાવશે, પછી ભલે તમે જમીન પર હોય, તળાવો પર હોય કે બીચ પર… એટલે કે સ્ટારલિંક સેવાનો ઉપયોગ કરતી વ્યક્તિ તેમના લોકેશનને ધ્યાનમાં લીધા વગર મોબાઇલ ફોન કનેક્ટિવિટીનો લાભ લઈ શકાશે. તેમજ જો તમને ટેલિકોમ સેવા આપતી કંપનીએ સ્ટારલિંકની સેવા ઍક્સેસ સુરક્ષિત કરી છે તો તે તમારા હાલના મોબાઇલ ફોન સાથે સુસંગત હશે. આ સેવા એવા વિસ્તારો માટે વિશેષ મહત્વ ધરાવે છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મર્યાદિત હોય અથવા સંપૂર્ણપણે અસ્તિત્વ જ ન ધરાવતી હોય.

આ પણ વાંચો: ₹ 155 માં બધું મફત, અનલિમિટેડ કૉલિંગ અને ડેટા સાથે 300 SMS ફ્રી, અહીથી જાણો સંપુર્ણ માહિતી

Satellite Internet Service – સેટેલાઈટ ઈન્ટરનેટ શું છે?

Satellite Internet Service: સેટેલાઈટ ઈન્ટરનેટ સેટેલાઈટ ટીવીની જેમ જ કામ કરે છે. આ એક વાયરલેસ કનેકશન છે. જે સેટેલાઈટની મદદથી જમીનમાં મુકેલી ડીશ સુધી પહોચાડવામાં આવે છે અને ત્યારબાદ મોડેમની મદદથી ઈન્ટરનેટ મળે છે. રેડિયો વેવ્સના માધ્યમથી તેને કોમ્યુનિકેટ કરવામાં આવે છે. જેમ ડીશ ટીવીમાં ડીશના માધ્યમથી નેટવર્ક કેચ કરવામાં આવે છે, તેવી જ રીતે સેટેલાઈટ ઈન્ટરનેટ માટે પણ એક ડીશ કે ડિવાઈસ આપવામાં આવશે. જેના દ્વારા સીધું વાયરલેસ નેટવર્ક તમને મળશે. વાયરલેસ ઈન્ટરનેટ હોવાથી કોઇપણ જગ્યા એ થી તેને એક્સેસ કરી શકાય છે. કુદરતી આપતિ સમયે સામાન્ય ઈન્ટરનેટમાં ઘણું નુકશાન થતું હોય છે જયારે આમાં સરળ રિકવરી થઇ શકશે. ગામડાના વિસ્તારોમાં કે જ્યાં કેબલ, ફાઈબર લાઈન કે ટાવરની સુવિધા નથી મળતી ત્યાં સેટેલાઈટ ઈન્ટરનેટનો લાભ મળશે.

Satellite Internet Service

ભારતમાં રીલાયન્સ જિયોની સેટેલાઈટ શાખા JioSpaceFiber અને વનવેબને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા અમુક પસંદગીના વિસ્તારોમાં આ સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાતના ગીર નેશનલ પાર્ક, છત્તીસગઢમાં કોરબા, ઓરિસ્સામાં નબરંગપુર અને આસામમાં ONGC-જોરહાટનો સમાવેશ થાય છે.