Rules Change From 1st March 2024: આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે. કાલથી માર્ચ મહિનાની શરૂઆત થઈ જશે. દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફાર થાય છે. કાલે પણ દેશમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે આ ફેરફાર સીધા સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે Rules Change From 1st March 2024 માટે LPGથી લઇને GST સુધી પહેલી માર્ચથી દેશમાં બદલાઇ શકે છે આ નિયમો, તમારા ખિસ્સા પર શું અસર થશે જાણો વિશે આપડે નીચે આપેલ લેખમાં જાણીશું?
LPGથી લઇને GST સુધી પહેલી માર્ચથી દેશમાં બદલાઇ શકે છે આ નિયમો- Rules Change From 1st March 2024
દેશમાં છેલ્લા થોડા સમયથી મોંઘવારી સતત વધી રહી છે. તેનાથી મોંધવારીનો બોજો સામાન્ય આદમીના ખીસ્સા પર વધી ગયો છે. આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે. કાલથી માર્ચ મહિનાની શરૂઆત થશે. દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફાર થાય છે. એક માર્ચ 2024થી ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસના ખીસ્સા પર પડશે. એવામાં આ ફેરફારની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.
GSTને લઇને આવી રહ્યા છે નવા નિયમો
કેન્દ્ર સરકારે GSTના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે 5 કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ કરનાર વેપારી ઈ-ચલણ વગર ઈ-વે બિલ જનરેટ નહીં કરી શકે. આ નિયમ પહેલી માર્ચથી લાગુ કરી દેવામાં આવશે.
LPG અને CNGના ભાવને લઇને આવી શકે છે નવી અપડેટ્સ
મિત્રો દર મહિનાની પહેલી તારીખે LPG, CNG અને PNGની કિંમતોમાં ફેરફાર થાય છે. જોકે ગયા મહિને LPG સિલિન્ડરોના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ જે પ્રકારે દેશમાં મોંઘવારી વધી રહી છે. છેલ્લા થોડા દિવસોમાં ઘણી વસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે 1 લી માર્ચ થી LPG અને CNGના ભાવને લઇને આવી શકે છે નવી અપડેટ્સ
વધુમાં આ વાતની સંભાવના રહેલી છે કે માર્ચમાં એલપીજી સિલિન્ડરોના ભાવ વધી શકે છે. આમ થવા પર સામાન્ય માણસના ખિસ્સા પર બોજો વધી શકે છે. જોકે ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીના ભાવને સરખા જ રાખવામાં આવ્યા છે તો એક બાજુ કહે છે કે આગળ લોકસભાની ચૂંટણી આવે છે તો ભાવમાંં સરકાર ઘટાડો પણ કરી શકે છે.
ફાસ્ટેગ કેવાઈસીને લઇને નવી અપડેટ્સ – NETC FASTag
FASTag- ફાસ્ટેગ કેવાઈસીને લઇને નવી અપડેટ્સ વિશે જણાવતાંં મિત્રો નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયાના ફાસ્ટેગની કેવાઈસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી ફાસ્ટેગનું KYC પુરૂ ન કરવા પર નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયા દ્વારા તેને ડિએક્ટિવેટ અને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. એવામાં પોતાના ફાસ્ટેગની FASTag KYC 29 ફેબ્રુઆરી સુધી કરાવી લો નહીંતો બ્લૉક લિસ્ટમાં જશે તમારુ ફાસ્ટેગ, વધુમાં આ અંગે તારીખ વધવાની કોઇ સંભાવના જણાતી નથી પરંંતુ તમારે ફાસ્ટેગ કેવાઇસી કરાવવું ખુબ જરૂરી છે નહીંતો ડબ્બલ ભરવો પડશે પછે ટોલ ટેક્ષ.
ક્રેડિટ કાર્ડના નિયમ – Cradit card
Cradit card – દેશના સૌથી મોટા સરકારી ક્ષેત્રના ( SBI Cradit Card) – બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈ પોતાના મિનિમમ ડે બિલ કેલક્યુલેશનના નિયમમાં 15 માર્ચથી ફેરફાર કરવા જઈ રહી છે. બેંક તેની જાણકારી ગ્રાહકોને ઈ-મેલ દ્વારા આપી રહી છે તો તમે પણ તમારો ઇ-મેઇલ ચેક કરતાં રહો જેથી આવનાર ક્રેડીટ કાર્ડ વિશેની અપડેટ્સ તમને મળી શકે આભાર.
વધુમાં 1 માર્ચથી આવનાર નવા નિયમો અને નવી અપડેટ્સ માટે અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતાં રહો. આભાર….