RBI Rules: આ બેંકમાં ખાતું હોય તો 10,000 રૂપિયાથી વધારે રકમ નહીં ઉપાડી શકાય, જાણો આ નિયમો કઇ બેંકને લાગુ પડશે

RBIએ સોમવારે 15 એપ્રિલના રોજ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ સ્થિત નેશનલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની ખરાબ થતી નાણાકીય સ્થિતિને જોતા તેના પર ઘણા પ્રતિબંધ લગાવી દીધા છે. જેમાં ખાતાધારકો તેમના એકાઉન્ટમાંથી માત્ર 10,000 રૂપિયા જ ઉપાડી શકશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ બેંકમાં ખાતું હોય તો 10,000 રૂપિયાથી વધારે રકમ નહીં ઉપાડી શકાય – RBI Rule

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશની બધી બેંકો કે NBFCના કામકાજ પર નજર રાખે છે. જ્યારે પણ કોઈ બેંક આરબીઆઈના નિયમોની અવગણના કરીને મનમાની કરે છે, તો કેન્દ્રીય બેંક તેના પર દંડ લગાવી શકે છે. આ જ કડીમાં RBIએ મુંબઈ સ્થિત સર્વોદય કો-ઓપરેટિવ બેંક અને ઉત્તરપ્રદેશ પ્રતાપગઢમાં સ્થિત નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર પ્રતિબંધ લગાવી દીધા છે.

RBIએ સોમવારે સર્વોદય કો-ઓપરેટિવ બેંકની બગડતી નાણાકીય સ્થિતિને જોતા તેના પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. આમાં ગ્રાહકો તેમના ખાતામાંથી માત્ર 15,000 રૂપિયા જ ઉપાડી શકશે. પાત્ર થાપણદારો તેમની થાપણો પર 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી જ ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે. બેંક પર બેંકિંગ રેગુલેશન્સ એક્ટ, 1949ની કલમ 35એ હેઠળ નિર્દેશોના રૂપમાં સોમવાર 15 એપ્રિલ, 2024 બાદ કારોબારની સમાપ્તિથી અમલમાં આવી ગયા છે. રિઝર્વ બેંકે એ પણ કહ્યું કે, આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ કેન્સલ કરવાના રૂપમાં ન દર્શાવવું જોઈએ.

આ પણ વાચો: ગુજરાતમાં આ તારીખથી ચોમાશાની શરુઆત થશે, જાણો અંબાલાલની આગાહી વિશે.

નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર પણ એક્શન- RBIએ સોમવારે 15 એપ્રિલના રોજ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ સ્થિત નેશનલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની ખરાબ થતી નાણાકીય સ્થિતિને જોતા તેના પર ઘણા પ્રતિબંધ લગાવી દીધા છે. જેમાં ખાતાધારકો તેમના એકાઉન્ટમાંથી માત્ર 10,000 રૂપિયા જ ઉપાડી શકશે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું કે, કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધો લાગ્યા બાદ પાત્ર થાપણદારો, DICGI પાસેથી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ મેળવવા માટે હકદાર હશે.

કેન્દ્રીય બેંકે કહ્યું કે, આ કો-ઓપરેટિવ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35એ હેઠળ 15 એપ્રિલ, 2024ના રોજ કારોબારની સમાપ્તિથી આ પ્રતિબંધો લાગૂ થાય છે. રિઝર્વ બેંકે કહ્યું કે, આરબીઆઈએ કહ્યું કે આ નિયંત્રણો 15 એપ્રિલ, 2024 ના રોજ બિઝનેસ બંધ થયાના 6 મહિના સુધી અમલમાં રહેશે અને તેની સમીક્ષા કરવામાં આવશે.