Rassi in Police Uniform: પોલીસના યુનિફોર્મમાં રસ્સી કેમ લગાવવામાં આવે છે?, જાણો આ રસ્સીનું નામ શું છે?

Rassi in police uniform: કોઈપણ ગંભીર સ્થિતિમાં આપણે સૌથી પહેલા પોલીસને યાદ કરીએ છીએ. એટલું જ નહીં સોસાયટીમાં શાંતિ બનાવી રાખવા માટે પણ પોલીસનો ખાસ ભાગ ભજવે છે. દેશના તમામ રાજ્યોની પોલીસ અલગ-અલગ છે, જે રાજ્ય સરકારની હેઠળ કામ કરે છે. અમુક રાજ્યોમાં પોલીસનો યુનિફોર્મ અલગ-અલગ હોય છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યુ કે પોલીસના યુનિફોર્મમાં ખભા પર રસ્સી કેમ લાગેલી હોય છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે પોલીસના યુનિફોર્મમાં રસ્સી કેમ લાગેલી હોય છે અને તેનું શું કામ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પોલીસના યુનિફોર્મમાં રસ્સી કેમ લગાવવામાં આવે છે? – Rassi in Police Uniform

આ રસ્સીનું શું છે નામ જાણો ?

પોલીસની યુનિફોર્મમાં ખભા પર લાગેલી રસ્સીનું ખાસ કામ હોય છે. પોલીસ યુનિફોર્મમાં લાગેલી આ રસ્સીને લેનયાર્ડ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે તમે આ રસ્સીને ધ્યાનથી જોઈ હશે તો તમે જાણતા હશો કે આ રસ્સી પોલીસવાળાના પાકીટમાં જતી હોય છે. હકીકતમાં આ રસ્સી સાથે એક સીટી બાંધેલી હોય છે, જે તેમની સામેનિી છાતીવાળા ખિસ્સામાં રાખવામાં આવતી હોય છે.

ઘણાં રંગની હોય છે લેનયાર્ડ

પોલીસ ઉપરાંત, ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો સહિત તમામ સુરક્ષાકર્મીઓના યુનિફોર્મમાં લેનયાર્ડ હોય છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં ગેઝેટેડ ઓફિસરો (ડીએસપી/એસએસપી અને તેનાથી ઉપરના)ના યુનિફોર્મમાંની દોરી સામાન્ય રીતે કાળી હોય છે. જ્યારે તેનાથી નીચેના ક્રમાંકિત લોકોનો રંગ ખાકી રંગનો હોય છે. જોકે, આ રંગ વિવિધ રાજ્યોમાં બદલાઈ શકે છે. સૈન્યના જવાનો કેવા રંગની લેનયાર્ડ પહેરશે તે સંબંધિત રેજિમેન્ટ પર આધાર રાખે છે.

આ પણ વાંચો: દવાના પેકેટમાં લાલ લીટી કેમ હોય છે?, ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખો

સીટી વગાડવાનું કામ

કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં, પોલીસ અથવા અન્ય સુરક્ષા કર્મચારીઓ આ સીટીનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે, જો કોઈ પોલીસકર્મીને ઈમરજન્સીમાં કોઈ વાહન રોકવું હોય અથવા તેને ઈમરજન્સીમાં તેના કોઈ સાથી પોલીસકર્મીને સંદેશો આપવો હોય તો તેઓ આ સીટીનો ઉપયોગ કરે છે. આ વ્હિસલ તેમના યુનિફોર્મમાં જ ફીટ કરવામાં આવી છે, જેથી તેઓ જરૂર પડ્યે તેનો સરળતાથી ઉપયોગ કરી શકે. જો કે, મોટાભાગના પોલીસકર્મીઓ આ વ્હીસલનો ઉપયોગ માત્ર ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કરે છે. પરંતુ ઈમરજન્સીની પરિસ્થિતિઓમાં પણ, પોલીસકર્મીઓ આ સીટીનો ઉપયોગ સંદેશ આપવા અથવા ભીડને ચેતવણી આપવા માટે પણ કરે છે.

ક્યારે યુનિફોર્મમાં ઉમેરવામાં આવી લેનયાર્ડ?

જાણકારી અનુસાર લેનયાર્ડ એટલે કે દોરીનો પહેલીવાર ઉપયોગ 15મી સદીના અંતમાં ફ્રાન્સના સૈનિકો અને જહાજો પર કામ કરનારા કર્મચારી દ્વારા પહેલીવાર લેનયાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ વહાણમાં ચડતી વખતે અથવા લડાઈ દરમિયાન શસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવતો હતો. જણાવી દઈએ કે, લેનયાર્ડ શબ્દની ઉત્પત્તિ પણ ફ્રેન્ચ શબ્દ લેનિયર પરથી થઈ છે, જેનો અર્થ પટ્ટો અથવા સ્ટ્રેપ થાય છે.