Ramayana-Mahabharata in School Textbooks: હવે બાળકો પણ ભણશે મહાભારત અને રામાયણના પાઠ! પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT એ કરી ભલામણ

Ramayana-Mahabharata in School Textbooks: મિત્રો આપણી જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. આવનાર સમયમાં આપણી સ્કુલોમાં અભ્યાસમાં પણ મહાભારત અને રામાયણના પાઠ માટે હાલમાં મુદ્દો ચાર્ચામાં છે. આ મામલે NCERT એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પેનલે દ્રારા આપણી આ બંને પોરાણીક કથાઓને શાળાના પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવા માટે ભલામણ કરી છે. તેના વિશે આપણે આ લેખમા વિગતવાર માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCERT: Ramayana-Mahabharata in School Textbooks

Ramayana-Mahabharata in School Textbooks: NCERT ઉચ્ચ સ્તરીય સમિતિની રચના વિશે જાણો

  • NCERTએ સોશિયલ સાયન્સના અભ્યાસક્રમમાં સુધારો કરી શાળાના તમામ વિદ્યાર્થીઓને મહાભારત-રામાયણના પાઠ ઉમેરી તેને ભણાવવા માટે શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા સી.આઈ.ઈસ્સાકેની અધ્યક્ષતામા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. તદુઉપરાંત પેનલે સ્કુલની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવી તેવી ભલામણ પણ કરી છે. આ સમિતિના અધ્યક્ષ સી.આઈ.ઈસ્સાકે આજે આ માહિતી આપી છે.

આ પણ વાંચો: નીટના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર; સિલેબસમાં ફેરફાર, પેપર અઘરાં નીકળે તેવી શક્યતાઓ!

શા માટે ધો.7 થી 12માં રામાયણ અને મહાભારત ભણાવવા જરૂરી છે ?

  • સમિતિના અધ્યક્ષ સી.આઈ.ઈસ્સાકે ભારપુર્વક જણાવ્યું છે કે, ધોરણ-7થી 12ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવા ખુબ જ જરૂરી છે. તેમણે વધુમા કહ્યું કે, આ સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો (Ramayana-Mahabharata In Textbooks) ભણાવવા પર ભાર મુક્યો છે. અમારુ એવુ માનવું છે કે, કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના રાષ્ટ્ર પ્રત્યે આત્મ-સન્માન, દેશભક્તિ અને ગૌરવની લાગણી અનુભવે. તેમણે કહ્યું કે, હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવે છે, જોકે તેઓ દંડકથા રૂપે ભણાવે છે. જો વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત મહાકાવ્યો ભણાવવામા આવશે નહીં તો શિક્ષણ પ્રણાલીનો કોઈ હેતુ કામ કરશે નહીં અને તેઓ રાષ્ટ્રની સેવા પણ શીખી શકશે નહીં.

NCRT ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

આ બાબતે શું છે હાલની તાજી અપડેટ્સ ?

  • નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ સમાચાર અહેવાલને નકારી કાઢ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાળાના અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવામાં આવશે. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરીય પેનલ દ્વારા ભલામણ કરવામાં આવી હતી તે સાથે આ સમાચાર વ્યાપકપણે નોંધાયા હતા. પ્રોફેસર સીઆઈ આઈઝેકની આગેવાની હેઠળની સામાજિક વિજ્ઞાન સમિતિએ ઇતિહાસના અભ્યાસક્રમને ચાર સેગમેન્ટમાં પુનઃરચના સહિત વર્તમાન અભ્યાસક્રમમાં અનેક ફેરફારોની દરખાસ્ત પણ કરી હોવાનું અહેવાલમાં વધુમાં જણાવાયું છે.
  • સમિતિના સૂચનો જુલાઈમાં સ્થપાયેલી 19 સભ્યોની નેશનલ સિલેબસ એન્ડ ટીચિંગ લર્નિંગ મટિરિયલ કમિટી (NSTC)ને મોકલવામાં આવ્યા હતા, એમ ANI અહેવાલમાં જણાવાયું હતું. આ સમિતિ સંબંધિત વર્ગો માટે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શીખવાની સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવા માટે જવાબદાર છે.
  • પરંતુ NCERT એ અહેવાલને રદિયો આપ્યો હતો, સૂત્રોએ NDTV ને જણાવ્યું હતું કે આવી કોઈ સમિતિ નથી અને “ઈસ્સાક જે કંઈ કહી રહ્યો છે તે તેની વ્યક્તિગત ક્ષમતામાં છે”.
  • સૂત્રોએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે શિક્ષણ સંસ્થાએ અગાઉ પણ તેમના દ્વારા આવા દાવાઓ પર સખત ઇનકાર કર્યો હતો.
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સંરેખિત કરવા માટે, NCERT શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરી રહી છે, અને નવા NCERT પાઠ્યપુસ્તકો આગામી શૈક્ષણિક સત્ર માટે તૈયાર થવાની અપેક્ષા છે.

દરોજની તાજી અપ્ડેટ્સ મેળવવા : Digitalgujaratportal.com