Rain Forecast Today: ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગની આગાહી (Rain Forecast Today) મુજબ ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે તેમજ વાદળોના ગડગડાટ સાથે ભરશિયાળે મેઘરાજારી સવારી આવી પહોચી છે. અચાનક આવેલ કમોસમી વરસાદના લીધે શિયાળુ વાવેતરને ખુબ મોટું નુકસાન થયુ છે.
ગુજરાતમાં આજે 20 કિમી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી,
ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. આજે હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી (Rain Forecast Today)કરવામા આવી છે તે જાણીને લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
આ શહેરોમાં વરસાદ આવશે- Rain Forecast Today
- ગુજરાત હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી (Rain Forecast Today)કરી છે. તારીખ 24 થી લઈને 26 નવેમ્બર સુધીના ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલના લેટેસ્ટ અપડેટ મુજબ આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની પડવાની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી, દમણમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. તો ઉત્તર ગુજરાતનાં પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અને કચ્છ જિલ્લામા પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તેમજ સોરાષ્ટ્રમા જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મોરબી, બોટાદ, ગીર સોમનાથ, અને દીવમાં વરસાદની શક્યતા નહિવત છે.
આ પણ વાંચો: ખેડૂતોએ હવે ચિંતા કરવાની જરૂર નથી’, રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન
Rain Forecast Today: આજે આખા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે
- હવામાન વિભાગની ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી (Rain Forecast Today) તારીખ 26 નવેમ્બરે આખા ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, દક્ષિણ ગુજરાત તેમજ પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં, અમેરલી, ગીર સોમનાથ, ભાવનગર, અને બોટાદ સહિત કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઈસ્ટર્નલી પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યો છે. હાલ વાતાવરણમાં તાપમાન ઘટતા ઠંડીનુ પ્રમાણ વધશે.
- ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવુ કહે છે કે, ગુજરાત રાજ્યમાં ઠંડી અને તાપની સાથે હવે વરસાદનો પણ અનુભવ થશે. રાજ્યમા તારીખ 26 થી 28ના રોજ માવઠું થશે, આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા છે. ગુજરાત પર નક્ષત્રોની ભારે અસરો જોવા મળશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ આ અસર જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
આ જિલ્લાવાળા સાચવજો હિમ વર્ષા પણ થઇ શરૂ…
- અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યુ છે કે, સુરત શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે સાથે પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે. ઉત્તર ગુજરાતના ભાગો જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કોઇક કોઇક ભાગે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે.
- ઉત્તર ગુજરાતમાં થઇ માવઠાની શરૂઆત ….. વરસાદી માહોલ ચાલુ…..
- બનાસકાંઠા ના અમુક ગામડાઓમાં હિમ વર્ષાની શરૂઆત થઇ ચુકી છે, ભાભર તાલુકાન નેસડી ગામે થઇ હિમ વર્ષા
અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ
- અંબાલાલ પટેલે ખેતી માટે જણાવ્યું હતું કે, તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ મજબૂત વિક્ષેપો આવશે જેના લીધે દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. એટલે કે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતુ રહેશે. તેની સાથે રાયડા, ઘંઉ, અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. અમદાવાદ, પાલનપુર ગાંધીનગર, અને બનાસકાંઠા જિલ્લાના અમુક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
આવનાર હવામાન આગાહી તથા માવઠા અંગે સચોટ અને તાજી અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો જેથી આવનાર તમામ અપડેટ્સ તમને તરજ મળતી રહે.