Pradhanmantri Mudra Loan Yojana: હવે મેળવો વગર ગેરંટીએ રૂ.10 લાખ સુધીની લોન, શુ તમે બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છો તો જાણો

Pradhanmantri Mudra Loan Yojana: મિત્રો હાલમાં ઘણા લોકો નવો ધંધો શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે ત્યારે દેશના યુવાનોને આત્મનિર્ભર અને પગભર બનાવવા માટે સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કોઈપણ ગેરંટી વિના રૂ.૫૦ હજાર થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે તો મિત્રો રાહ ન જુઓ આજે મેળવો અહીંથી માહીતી અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મેળવો લાભ જાણો વિગતે માહીતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મેળવો રૂ. ૫૦ હજાર થી 10 લાખ સુધીની લોન

Business Loan

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરુઆત 2015માં થઈ હતી તો એના વિશે જાણીએ કેમ કરી શરૂઆત શું છે એનો મુખ્ય હેતું ?

 • ભારત સરકારની આ યોજનાનું નામ પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ તમે પોતાનો બિઝનેસ શરુ કરવા માટે 10 લાખની લોન કોઈ પણ ગેરંટી વગર લઈ શકો છો. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરુઆત 2015માં કરવામા આવી હતી. આ યોજના શરુ થયા પછી કેટલાય લોકોએ લોન લઈને પોતાનો ધંધો શરુ કર્યો છે. આવો આ યોજના વિશે વિગતવાર માહિતી જાણીએ.
 • આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. બેંકો આ યોજના હેઠળ ઉપલબ્ધ લોન પર વાર્ષિક ધોરણે 9 થી 12 ટકાના દરે વ્યાજ વસૂલે છે.
 • પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મળનારી લોનને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવી છે. જેમાં શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી છે.

આ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો મુખ્ય હેતું શું છે ?

 • Pradhan mantri mudra yojana યોજનાની જરૂરિયાત શા માટે તો જાણો ઔપચારિક બેન્કિંગ પ્રણાલી ભારતના ગ્રામીણ અને દૂરસ્થ ક્ષેત્રોના લોકોની પહોંચની બહાર છે. આ કારણે જ્યારે આવા લોકોએ કોઈ નાના ઉદ્યોગો, વ્યવસાય શ કરવાના હોય છે, ત્યારે તેઓ સ્થાનિક શાહુકારો પાસેથી વ્યાજે નાણાં લે છે અને પછી વ્યાજના વિષચક્રમાં ફસાઈને પોતાના વ્યવસાયની તો ઉન્નતિ નથી જ કરી શકતા, પરંતુ ઊલટાના તેઓ પોતે પણ ગરીબીના ચક્કરમાં સપડાઈ જાય છે. તો બીજી બાજુ આપણા યુવાનોમાં અનેક મહત્ત્વાકાંક્ષાઓ અને કૌશલ્યો રહેલાં છે. પરંતુ નાણાંના અભાવે તેઓ પોતાનાં કૌશલ્યો થકી આવા કોઈ ઉદ્યોગો શ કરતાં ખચકાય છે.
 • આ પરિસ્થિતિનો અસરકારક ઉકેલ આપવા સારુ મુદ્રા બેન્કની શરૂઆત કરવામાં આવી, જેથી નાણાંના અભાવે નાના એકમો આગળ વધતાં ન અટકે.

Pradhanmantri Mudra Loan Yojana હેઠળ કઈ કેટેગરીમાં કેટલી લોન મળી શકશે

 • Pradhan mantri mudra yojana કોઈ પણ ભારતીય નાગરિક જે ઉત્પાદન, પ્રોસેસિંગ, વ્યાપાર, સેવા જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય તેને ઉપર વર્ણવેલાં ત્રણ પાસાં અંતર્ગત લોન મળી શકે છે.
કઇ કઇ કેટગરીમાં મળશે લોનકેટલી લોન મળે?
શિશુ કેટેગરી50 હજાર સુધી
કિશોર કેટેગરી50 હજારથી 5 લાખ સુધી
તરુણ કેટેગરી5 થી 10 લાખ સુધી

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમને એક ખાસ પ્રકારનું કાર્ડ આપવામાં આવે છે

 • પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમને એક ખાસ પ્રકારનું કાર્ડ આપવામા આવે છે. આ કાર્ડનો તમે ડેબિટ કાર્ડની જેમ ઉપયોગ કરી શકો છો. આ યોજનાના ખાસ વાત એ છે કે, તેમા તમારે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી આપવાની જરુર હોતી નથી.
 • પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) બિન કૉર્પોરેટ, બિન કૃષિ, લઘુ/સુક્ષ્મ ઉદ્યમો માટે 10 લાખ સુધીની લોનની સુવિધા આપે છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લેવા ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે.

 • આધાર કાર્ડ,
 • પાન કાર્ડ,
 • મતદાર આઈડી કાર્ડ
 • અને ડ્રાઇવિંગ લાઇસન્સ,
 • પાસપોર્ટ સાઇઝ ફોટો અને
 • વ્યવસાય પ્રમાણપત્રની જરૂર પડશે.

ખુદનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સરકાર ગેરંટી વિના આપશે 10 લાખ રૂપિયાની લોન!

પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શું છે ?

 • આ યોજના હેઠળ લોન મેળવવા માટે તમે તમારી નજીકની બેંકની મુલાકાત લો.
 • વધુ માહિતી મેળવવા માટે https://www.mudra.org.in/ ની મુલાકાત લો.

Pradhanmantri Mudra Loan Yojana અગત્યની લિંક

ખુદનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સરકાર ગેરંટી વિના આપશે 10 લાખ રૂપિયાની લોન માટે અરજી કરવા નીચે આપેલ લિંકથી માહીતી મેળવો અને કરો અરજી

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લેવા સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો
વધારે યોજનાઓની માહિતી મેળવવા માટેઅહિ ક્લિક કરો

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના એ યુવાનોને સ્વતંત્ર બનવામાં મદદ કરવા માટે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક યોજના છે. તે તેમને લોનની બાંયધરી આપવા માટે કોઈની જરૂર વગર પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર પાસેથી રૂ. 10 લાખ લોન લેવાની મંજૂરી આપે છે.