Police Recruitment Rules: રાજ્યમાં પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થઈ શકે છે, એવામાં ગૃહ વિભાગે ભરતીના…
ગુજરાત પોલીસમાં ભરતીના નવા નિયમો જાહેર – Police Recruitment Rules
રાજ્યમાં Police ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થઈ શકે છે, એવામાં ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા આ નવા બનાવાયેલા નિયમોને મંજૂરી આપી દેવામાં આવી છે.
દોડના કોઈ માર્ક્સ નહીં મળે
સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
નીચે જાણો ભરતીના નિયમોમાં કયા-કયા ફેરફારો થયા?
- શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે
- 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે
- પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત મેળવવા પડશે
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે
- 1 વર્ષનો કોર્ષ કરેલાને વધારાના 3 માર્ક, 2 વર્ષનો કોર્સ કરેલાને 3 માર્ક મળશે
- 3 વર્ષનો કોર્સ કરેલાને 8 માર્ક અને 4 વર્ષનો કોર્સ કરેલાને 10 માર્ક વધારાના મળશે
- લેખિત પરીક્ષા માટેના વિષયોમાં કરાયા મહત્વના ફેરફાર
- સાયકોલોજી, સોસ્યોલોજી, IPC અને CRPC અને એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ્દ કરાયા
- લેખિત પરિક્ષા માટે 2 ભાગમાં વિવિધ વિષયો અને તેના માર્ક નક્કી કરાયા
- A પાર્ટમાં કુલ 3 વિષય આવરી લેવાયા, A પાર્ટના કુલ 80 માર્ક નક્કી કરાયા
- Reasoning and Data Interpretation વિષયનું 30 માર્કનું પેપર રહેશે
- Quantitative Aptitude વિષયનું 30 માર્કનું પેપર રહેશે
- Comprehension in Gujarati language વિષયનું 20 માર્કનું પેપર રહેશે
- પાર્ટ B માં પણ ત્રણ વિષયના 120 માર્ક નક્કી કરાયા
- The Constitution of India વિષયના 30 માર્ક રહેશે
- Current Affairs, Science and Technology, General Knowledge વિષયના 40 માર્ક રહેશે
- History, Cultural Heritage and Geography of Gujarat and Bharat વિષયના 50 માર્ક રહેશે
પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.
રક્ષાશક્તિયુનિવર્સિટીઅથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ કોર્સનો સમયગાળો | આપવાના થતા વધારાના ગુણ |
01 વર્ષ | 03 |
02 વર્ષ | 05 |
03 વર્ષ | 08 |
04 વર્ષ કે તેથી વધુ | 10 |
આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.