PM Svanidhi Yojana: PM સ્વનિધિ યોજના અંતર્ગત મેળવો 50 હજાર સુધીની લોન ઘરે બેઠા, કયા લોકોને અને કેટલો થશે લાભ ?

PM Svanidhi Yojana કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રોજગારની તકો પૂરી પાડવા માટે સતત નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. તેવી જ રીતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 01 જૂન, 2020 ના રોજ પીએમ સ્વાનિધિ યોજનાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી, જે હેઠળ કેન્દ્ર સરકાર શેરી વિક્રેતાઓને તેમનો વ્યવસાય નવેસરથી શરૂ કરવા માટે લોન આપે છે. ભારતના કુલ ૫૦ લાખ કરતાંં વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે તો ચાલો આ યોજના વિશે જાણીયે વિગતે માહીતી આ લેખમાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Svanidhi Yojana Benefits: PM સ્વનિધિ યોજના વિશે જાણૉ

  • ભારતના કુલ ૫૦ લાખ કરતાંં વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ. ૧૦ હજાર થી લઈને ૫૦ હજાર સુધીની ધંધા અર્થે લોન આપવામાં આવશે.
  • જો તમે પીએમ સ્વનિધિ યોજના નો હપ્તો દર મહિને ચુકવશો તો તમને તમારી લોનના ૭ ટકા સબસિડી મળશે.
  • એક મોટો ફાયદો કે તમે જો આ લોન ની રકમ ભરી નહી શકો તો તમને કોઈપણ પ્રકારનુ વ્યાજ કે સજા થશે નહીં.
  • તમારે આ લોન લેવા માટે કોઈ પણ પ્રકારના કોલેટરલ સિક્યુરિટી કે બોન્ડ આપવા પડતા નથી.

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો મુખ્ય હેતુ શું છે ?

  • પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેંડર્સ, લારી વાળા કે સડક કિનારે દુકાન ચલાવનારા માટે સરકારે એક લોન રૂપી આ સ્કીમ (Govt started Loan Scheme For Street Vendors)ની સરૂઆત કરી છે. તેનું નામ પીએમ સ્વનિધિ યોજના છે. આ PM સ્વનિધિ યોજના યોજનાનો હેતુ સ્ટ્રીટ વેંડર્સની મદદ કરવાનો છે અને આ માટે 5000 કરોડની રકમ ફાળવવામાં આવી છે. તેના માટે કોઈ ખાસ નિયમો લાગૂ કરાયા નથી.
  • પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના એ ગરીબ લોકોને મદદ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક વિશેષ કાર્યક્રમ છે જેમની પાસે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પૂરતા પૈસા નથી. પ્રોગ્રામ તેમને નાની લોન આપે છે જેથી તેઓ વસ્તુઓ વેચવા અને પૈસા કમાવવા માટે ગાડીઓ અથવા સાધનો જેવી વસ્તુઓ ખરીદી શકે. આનાથી તેઓ સ્વ-રોજગાર બની શકે છે અને પોતાને અને તેમના પરિવારો માટે આજીવિકા કમાઈ શકે છે.

PM સ્વનિધિ યોજના હેઠળ કયા લોકોને અને કેટલો થશે લાભ તથા જાણો એની ખાસીયતો ?

  • ભારતના નાગરિક હોવા જોઈએ
  • આ યોજનાનો લાભર્થી સ્ટ્રીટ વેન્ડર એક્ટ ૨૦૧૪ ના આધાર પર નક્કી થાય છે જેમાં શાકભાજી લારી, વાળંદ, સુથાર, મોચી, ધોબી જેવા અલગ અલગ ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.
  • આ યોજનામાં કોઇપણ પ્રકારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
  • તમારે વેન્ડિગ નું પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે.
  • ભારત સરકારે આ યોજના અંતર્ગત રુ . ૫ હજાર કરોડ બજેટમાં ફાળવ્યા છે.
  • PM સ્વનિધિ યોજના હેઠળ કેટલા લોકોને થશે ફાયદો તો જાણૉ સરકાર માને છે કે આ સ્કીમથી 50 લાખ સ્ટ્રીટ વેંડર્સને ફાયદો થશે.
  • આ સ્કીમ એવા દુકાનદારોની એક રીતે મદદ કરશે જે વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા છે. તેઓ નાની રકમના બદલે વધારે પડતું વ્યાજ વસૂલે છે.
  • આ સ્કીમ વ્યાજખોરોના ઝાંસામાંથી વેંડર્સને બચવામાં મદદ કરશે.

આ વાંચો : શિયાળામાં ગુંદર ખાવાથી થાય છે આવા અદભૂત ફાયદા, જાણીને તમે ચોંકી જશો

PM SVANidhi Yojana માટે પાત્રતા માપદંડ

  1. કાનૂની જરૂરિયાતો: શેરી વિક્રેતાઓ કે જેઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તેમની પાસે શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) દ્વારા જારી કરાયેલ વેન્ડિંગનું પ્રમાણપત્ર અથવા ઓળખ કાર્ડ હોવું જોઈએ.
  2. ભૌગોલિક સ્થાન: આસપાસના વિકાસ/પેરી-શહેરી/ગ્રામીણ વિસ્તારોના વિક્રેતાઓ ULB ની ભૌગોલિક મર્યાદામાં વેચાણ કરે છે અને ULB/TVC દ્વારા તે અસર માટે ભલામણ પત્ર (LoR) જારી કરવામાં આવ્યા છે.

કેટલી મળશે લોન અને કેટલું આપવાનું રહેશે વ્યાજ

પીએમ સ્વનિધિ યોજનાના આધારે વધારેમાં વધારે 10 હજાર રૂપિયાની લોન મળે છે. આ રૂપિયા કારોબાર શરૂ કરવામાં મદદ કરે છે. આ સરળ શરતો સાથે આપવામાં આવે છે. એક રીતે તે અનસિક્યોર્ડ લોન છે. આ યોજનાના આધારે સામાન્ય દરે લોન આપવામાં આવે છે. સમય પ્રમાણે લોન ભરનારાને તેમાં ખાસ છૂટ પણ આપવામાં આવે છે.

PM SVANidhi Yojana હેઠળ કોને કોને મળી શકશે લોન ?

  • સડક કિનારે વેપાર કરનારા, લારી કે રેકડી ચલાવનારાને આ લોન આપવામાં આવશે. ફળ-શાક, લોન્ડી, સલૂન,પાનની દુકાનો પણ તેમાં સામેલ છે. તેને ચલાવનારા પણ આ લોન લઈ શકે છે.

પીએમ સ્વનિધિ વ્યાજ દરો શું છે ?

  • વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RBBS), સ્મોલ ફાઇનાન્સ બેંકો (SFB), સહકારી બેંકો અને SHG બેંકો માટે, વ્યાજનો દર પ્રવર્તમાન દરો જેવો જ રહેશે.
  • જ્યારે NBFC, NBFC-MFIs વગેરેની વાત આવે છે, ત્યારે વ્યાજ દરો ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકા મુજબ હશે. MFIs (નોન-NBFC) અને અન્ય ધિરાણકર્તા કેટેગરીના કિસ્સામાં RBI માર્ગદર્શિકા હેઠળ આવરી લેવામાં આવ્યા નથી, NBFC-MFIs માટે હાલની RBI માર્ગદર્શિકા અનુસાર યોજના હેઠળના વ્યાજ દરો લાગુ થશે.

PM સ્વનિધિ યોજના હેઠળ કેવીરીતે કરશો અરજી ?

પીએમ સ્વનિધિ યોજનામાં આ રીતે કરો અરજી કરો તો જાણો અરજી કરવા માટે સરકાર દ્વારા PM Svanidhi Portal બનાવવમાં આવેલ છે, જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો જેના માટે તમે નીચેના સ્ટેપ જોઈને અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ અરજદારે PM સ્વનિધિ યોજનાની અધિકૃત વેબસાઈટ http://pmsvanidhi.mohua.gov.in/ ની પર જાઓ / મુલાકાત લો.
  • ત્યાં જઇ તમારે “Login” બટન પર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી “Request OTP” બટન પર ક્લિક કરો અને લોગીન કરો
  • આ યોજના અંગે ખાસ નોધ :- તમારુ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક હોવા જરુરી છે.
  • હવે તમારા મોબાઈલ માં આવેલ “OTP” નાખી ને લોગીન કરો.
  • તમારી લોન મુજબ પાત્રતા છે કે નહીં તે ચકાસવું મહત્વનું છે એટલે કે તેમાં નિયમો અને શરતો દેખાશે.
  • હવે તમારી સામે “Planning to Apply for Loan” નુ પેજ ખુલશે જેમાં આપેલ માહિતી તમારે વાંચી જવી.
  • હવે ત્યા તમને પ્રથમ સ્ટેપ નીચે “View/ Download Form ” ઓપશન દેખાશે.
  • જેના પર ક્લિક કરી PM Svanidhi Yojana Form તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.
  • અથવા આ યોજનાનુ ફોર્મ તમે આમરી નિચે આપેલ લિંકથી પણ ડાઉનલોડ કરી એપ્લીકેશનની સાથે જરૂરી દસ્તાવેજ પણ એટેચ કરો અને એપ્લીકેશન ફોર્મની તમામ વિગતો ભરો.
  • હવે તમારે ફોર્મમાં આપેલ માહીતી ભરી સાથે જરુરી ડોક્યુમેન્ટ જોડી આ યોજના અંતર્ગત એપ્લીકેશન ફોર્મને માન્ય સંસ્થામાં જમા કરાવો.

PM સ્વનિધિ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો / ડોક્યુમેન્ટ વિશે જાણૉ

  • મતદાર ઓળખ કાર્ડ
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસવર્ડ સાઈઝ ફોટો

ઓફિશિયલ નોટીફિકિશન

PM સ્વનિધિ યોજના અરજી ફોર્મ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
PM સ્વનિધિ યોજના ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
PM સ્વનિધિ યોજના અંગે આવનાર તમામ અપડેટ્સ માટેઅહીં ક્લિક કરો

PM સ્વનિધિ યોજના અંગે અરજી કરવા તથા અન્ય કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો આપેલ હેલ્પલાઈન નંબર :- 01123062850 & 16756557 અથવા 1800 11 1979 પર વાતચીત કરી અરજી કરી શકો છો.