PM Suryodaya Yojana: સરકારની નવી યોજના જાહેર, જેમા બિલકુલ મફત વિજળી મળશે એ પણ કાયમ માટે, જાણો ઘરે બેઠા કેવી રીતે અરજી કરશો?

Suryodaya Yojana: જો તમારે પણ કાયમી ધોરણે મફત વીજળી મેળવવી હોય અને તેના માટે સરકારી ખર્ચે સોલાર પેનલ નખાવવી હોય તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં ઘરબેઠાં કઈ રીતે એપ્લાય કરવું અહીં સ્ટેપવાઈઝ જાણો પૂરી વિગત.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સરકારની નવી યોજના જાહેર -PM Suryodaya Yojana

વર્ષ 2024ના વચગાળાના બજેટમાં નાણાંમંત્રી નિર્મળ સીતારમણે ગ્રીન એનર્જીને લઈને કેટલી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં તેમણે પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત પણ કરી હતી. ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારત સરકાર ‘પીએમ સૂર્ય ઘર યોજના’ (PM Surya Ghar) એટલે કે ફ્રી વીજળી યોજના (Free Electricity Scheme) શરુ કરી રહી છે.

આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય છે કે દર મહિને ભારતના એક કરોડ ઘરોને ફ્રી વીજળી પહોંચાડવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જાન્યુઆરીમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રથમ નિર્ણય ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ (Pradhan Mantri Suryodaya Yojana) શરુ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનામાં કુલ 75 હજાર કરોડ રૂપિયાથી વધુનો રોકાણ કરવામાં આવશે.

મંગળવારે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “લોકોની ભલાઈ અને સતત વિકાસ માટે અમે પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના શરુ કરી રહ્યા છીએ. 75 હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણવાળી આ યોજનાનું લક્ષ્ય દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપીને 1 કરોડ ઘરોને રોશન કરવાનું છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “લાભાર્થીઓને તેમના બેન્ક ખાતામાં સીધી સબસીડી અને રાહત ડરે બેન્ક લોન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે લોકો પર ખર્ચનો કોઈ બોજ ન પડે. તમામ સ્ટેકહોલ્ડરર્સને નેશનલ ઓનલાઈન પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવશે, જે સુવિધામાં વધારો કરશે.”

પીએમ મોદીએ કહ્યું કે, આ યોજનાને જમીની સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી લોકલ બોડી અને પંચાયતોને પોતાના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલાર માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, “આ યોજનાથી વધુ આવક, ઓછું વીજ બિલ અને લોકો માટે રોજગાર પેદા થશે.” તેમણે કહ્યું, “આવો સોલાર એનર્જી અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપીએ. હું બધા જ આવાસીય ગ્રાહકો, ખાસ કરીને યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ pmsuryaghar.gov.in પર અરજી કરીને પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજનાને મજબૂત કરે.”

આ પણ વાચો: ઘરે સોલાર પેનલ ફ્રીમાં લગાવો, જાણો કેવી રીતે અરજી કરશો?

આ રીતે કરી પીએમ સૂર્ય ઘર યોજના માટે: –

  • સૌથી પહેલાં https://pmsuryaghar.gov.in પાર રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમારું રાજ્ય પસંદ કરો.
  • હવે તમારી વીજ વિતરણ કંપની પસંદ કરો.
  • તમારો વીજળી ગ્રાહક નંબર દાખલ કરો.
  • મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી દાખલ કરો.

પોર્ટલ પર આપેલી નિર્દેશોનું પાલન કરોઃ –

  • તમારે ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર સાથે લોગીન કરવાનું રહેશે અને ફોર્મ અનુસાર રૂફટોપ સોલાર માટે આવેદન કરવાનું રહેશે.
  • ડિસ્કોમ તરફથી અપ્રુવલની રાહ જુઓ. એપ્રુવલ મળી ગયા બાદ તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ રજીસ્ટર્ડ સેલર પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવી શકો છો.
  • ઈન્સ્ટોલેશન પૂર્ણ થવા પર પ્લાન્ટની ડિટેલ્સ જમા કરો અને નેટ મીટર માટે અરજી કરો.
  • નેટ મીટરનું ઈન્સ્ટોલેશન અને ડિસ્કોમ તરફથી નિરીક્ષણ બાદ તેઓ પોર્ટલથી એક કમીશનીંગ સર્ટિફિકેટ તૈયાર કરશે.
  • હવે જ્યારે તમને કમીશનીંગ સર્ટિફિકેટ મળી જાય ત્યારે પોર્ટલની મદદથી બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ અને કેન્સલ ચેક જમા કરો.
  • ત્યારબાદ 30 દિવસોમાં તમારા બેન્ક ખાતામાં સબસીડી મળી જશે.