PM modi: PM મોદી અયોધ્યા એરપોર્ટની બાજુમાં વિશાળ જનસભાને સંબોધશે. આ ઉપરાંત તેઓ અયોધ્યા એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે અને અહીંથી દિલ્હી જતી વંદે ભારત સહિતની બે ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે. આ અંગે કમિશ્નર ગૌરવ દયાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમ્યાન સુરક્ષાને લઈ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામા આવશે.
30 ડિસેમ્બરે અયોધ્યાને આપશે બે મોટી ભેટ- PM modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા. CM યોગીએ જાહેર સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, PM modi એરપોર્ટની બાજુના મેદાનમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત તેઓ અયોધ્યા એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને અયોધ્યાથી દિલ્હી જતી વંદે ભારત સહિતની બે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.
આ અંગે કમિશ્નર ગૌરવ દયાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. તેઓ અહીં ઉદ્ઘાટનની સાથે જનસભાને સંબોધશે. તેમણે કહ્યું કે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો: કોઇપણનો કોલ કે મેસેજ આવશે તો તરત આ એપ બોલશે એનું નામ
વડાપ્રધાન મોદીની અયોધ્યા મુલાકાત દરમાયન સુરક્ષાને લઈ ધ્યાનમાં રાખવાના સંબંધિત મુખ્ય મુદ્દાઓ
- અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા હોવી જરૂરી.
- ટ્રાફિક મેનેજમેન્ટ વધુ સારું હોવું જોઈએ.
- અયોધ્યાને ત્રેતાયુગીનના પ્રતાપે શણગારવામાં આવશે.
- સમગ્ર અયોધ્યા રામમય થશે.
- સ્થાનિક મઠો અને મંદિરોને શણગારવામાં આવશે.
- વિવિધ સ્થળોએ કમાનવાળા દરવાજા સ્થાપિત કરાશે.
- દરેક જગ્યાએ ભજનો વાગતા હશે.
- રામ પથ, ભક્તિ પથ, જન્મભૂમિ પથ અને ધર્મપથ અને અયોધ્યા એરપોર્ટ બાયપાસથી નયાઘાટને જોડતો રસ્તો સારો હોવો જોઈએ.
- સ્વાગત માટે સામાન્ય અયોધ્યાવાસીઓનો સહકાર લેવો
- PM પર ફૂલોની વર્ષા કરવી
- હાઈવેથી નયાઘાટ તરફ આવતા ધર્મપથની આકર્ષક સજાવટ કરવી.
- લખનૌ-ગોરખપુર હાઈવેને શણગારવો.
- સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા જણાવ્યુ.
- જાહેર સભા સ્થળે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ.
- વડાપ્રધાનની જાહેર સભામાં 2 લાખ લોકો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પૂરતી તૈયારીઓ.
- અયોધ્યાનો ડિજિટલ ટુરિસ્ટ મેપ બનાવવો જોઈએ. તેમાં, અયોધ્યામાં હાજર તમામ મૂળભૂત સુવિધાઓ અને મહત્વપૂર્ણ સ્થાનો
- વિશેની માહિતી તમામ ભારતીય ભાષાઓ, ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલા મુખ્ય દેશોની ભાષાઓ અને સંયુક્ત રાષ્ટ્રની ભાષાઓમાં હોવી જોઈએ.
- 22 જાન્યુઆરીએ ફક્ત તે જ લોકો અયોધ્યા આવી શકશે, જેમની પાસે આમંત્રણ પત્રો હશે અથવા સરકારી ફરજ પર તૈનાત છે.
- 22 જાન્યુઆરીએ સ્થાનિક હોટલ અને ધર્મશાળાઓનું બુકિંગ રદ કરવું જોઈએ.
- 22 જાન્યુઆરીએ અયોધ્યા એરપોર્ટ પર 100 વિમાનો આવવાની સંભાવના છે, તેના ડાયવર્ઝન માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ.