PM Kisan Nidhi Yojana 15th Installment: જુઓ આ તારીખે આવશે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો, ખેડૂતોને મળશે રૂ. 2000 સહાય

PM Kisan Nidhi Yojana 2023: PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય હેતુ : ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan Nidhi Yojana 2023 – જાણો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો ક્યારે આવશે,

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15 માં હપ્તા માટે ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. જો કોઈ ખેડૂતો આ નહીં કરો તો યોજનાના લાભથી વંચિત રહી શકો છો. આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.

ખેડૂતોને આપવામાં આવે છે 2000 રૂપિયાની આર્થિક સહાય

કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એક વર્ષ દરમિયાન કુલ 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા અત્યાર સુધીમાં સરકાર દ્વારા કુલ 14 હપ્તા ખેડૂતોને તેના બેંક ખાતામાં આપવામાં આવ્યા છે. હવે ખેડૂતો 15 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

PM Kisan Nidhi Yojana નો 15 મો હપ્તો 12 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે

આ 15 માં હપ્તાના 2,000 રૂપિયા થોડા દિવસોમાં જ ખેડૂતોને આપવામાં આવી શકે છે. મીડિયા રીપોર્ટ અનુસાર, ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિનો હપ્તો 12 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી શકે છે. પરંતુ સત્તાવાર આ બાબતે કોઈ સમાચાર સામે આવ્યા નથી. તેથી જે ખેડૂતો યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમને ઓફિશિયલ પોર્ટલ પર જઈને યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવી જોઈએ.

PM Kisan Nidhi Yojana ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી જાણૉ કેવીરીતે કરશો eKYC અપડેટ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15 માં હપ્તા માટે ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. જો કોઈ ખેડૂતો આ નહીં કરો તો યોજનાના લાભથી વંચિત રહી શકો છો. આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.

ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?

  • આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ https://www.pmkisan.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કોઇ પણ ઇન્ટરનેટ સુવિધા ધરાવતા કેન્દ્ર ઉપરથી કરાવી શકશે.
  • અરજદાર https://www.pmkisan.gov.in પોર્ટલ તેમજ મોબાઇલ એપ્લીકેશન (PM Kisan App) ઉપરથી Farmer Corner માંથી પણ જાતે અરજી શકશે.
  • અરજીની પ્રિન્ટ લઈ સાથે આધાર કાર્ડ, જમીનના લગતા ડોક્યુમેન્ટ જેવાકે ગામના નમૂના નં -૭, નમૂના નં-૮ અ તેમજ નમૂના નં-૬ ( ખેડૂત તરીકે દાખલ થયાનું હક્ક પત્રક) ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીશ્રી પાસે જમા કરાવવાના રહેશે

PM Kisan Nidhi Yojana હેલ્પલાઇન નંબર / ટોલ ફ્રી નંબર પર કરો સંપર્ક

  • ખેડૂતોને આ યોજનાને લગતી કોઈપણ સમસ્યા હોય કે મુશ્કેલી આવે તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 155261 / 011-24300606 પર સંપર્ક કરી શકે છે.

ખેડૂતો પોતાનું નામ આવી રીતે લાભાર્થીની યાદીમાં ચેક કરી શકે

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • ત્યારબાદ હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’ પર ક્લિક કરો.
  • હવે Beneficiary List લિંક પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ એક વેબપેજ ઓપન થશે.
  • તેમાં તમારું રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • સબમિટ કર્યા બાદ તમને એક લિસ્ટ દેખાશે.
  • આ લિસ્ટમાં તમારું નામ ચેક કરો.

PM Kisan Nidhi Yojana અંગે વિગતે માહીતી માટે મહત્વની લીંક

કૃષિના તમામ પ્રકારના નવા સમાચાર તથા યોજનાકીય માહીતી અને તાજા ન્યુઝ વાંચવા માટે Digitalgujaratportal.com ની મુલાકાત લ્યો.