PM Kisan Samman Nidhi: ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ, PM નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો છે. ધીરે ધીરે, થોડા દિવસોમાં, તમામ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. 2,000 પહોંચી જશે. 15મા હપ્તાના પૈસા પણ હજુ સુધી ઘણા ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી. અહીં સરકારે 15મો હપ્તો જાહેર કર્યો છે. ખેડૂતોને અનેક વખત વેરિફિકેશન કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઘણા ખેડૂતોના મનમાં મૂંઝવણ ઉભી થાય છે કે જો 13 માં અને 14માં હપ્તાના પૈસા ખાતામાં નહીં પહોંચે તો શું તેમને આ યોજનાનો વધુ લાભ મળશે કે કેમ?
PM કિસાન સન્માન નિધિનો ખાતામાં 15મો હપ્તો નથી આવ્યો તો ? તરત જ કરો આ કામ અને મેળવો નિરાકરણ
- PM Kisan 15th Installment Update જો તમારા ખાતામાં પણ 15મો હપ્તો ( PM Kisan 15th Installment) ના પૈસા નથી આવ્યા તો આવી જ રીતે તમને મુશ્કેલીમાં મુકવાની કે હેરાન થવાની જરૂર નથી. આ પોસ્ટમાં આજે અમે તમારી સાથે પીએમ ખેડૂતોની કિસાન સન્માન નિધિ યોજનાનો હેલ્પાલાઇન નંબર નીચે શેર કરી રહ્યા છીએ, જ્યાં કોલ કરીને તમારી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
- PM Kisan 15મો હપ્તો નથી આવ્યો તો આ કિસ્સામાં, પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો દર્શાવે છે કે જો તમે ઇ-કેવાયસી (e-KYC), આધાર સીડીંગ, જમીન સીડીંગ કરાવશો નહીં, તો પછીના PM કિસાન યોજનાના હપ્તા સુધી પૈસા અટકી જશે, જેવું જ વેરિફિકેશન થઈ જશે એટલે રાજ્ય સરકાર તમારું નામ સ્પષ્ટ કરી દેશે કરશે અને તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. જૂના-નવા બધા પૈસા ટ્રાન્સફર થઈ જશે.
આ પણ વાંચો : PM મોદીએ PM કિસાન સન્માન નિધીનો 15મો હપ્તો કર્યો જાહેર, ચેક કરો તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં
PM કિસાન નિધિ યોજના લાભાર્થી (PM Kisan Beneficiary Status )નામ ચેક કરવા અહિં ક્લિક કરો
PM Kisan સત્તાવાર વેબસાઇટ : https://pmkisan.gov.in/
PM કિસાન સન્માન નિધિનો હપ્તો નથી આવ્યો તો ક્યાં સંપર્ક કરવો ?
- જો તમે પણ પીએમ કિસાનના લાભાર્થી છો અને તમારા બેંક ખાતામાં સમયસર હપ્તા નથી પહોંચી રહ્યા તો તરત જ હેલ્પલાઇન નંબર પર ફોન કરો. પીએમ કિસાનનો ટોલ ફ્રી નંબર છે- 1555261 અને 1800115526 અથવા 011-23381092. વધુમાં જો તમે ઇચ્છો તો, તમે તમારા જિલ્લાની કૃષિ વિભાગની કચેરી અથવા તમારી બેંક શાખાનો પણ સંપર્ક કરી શકો છો.