PM Kisan યોજનાનો 16મો હપ્તો જાહેર, 9 કરોડ ખેડૂતો માટે ખુશ ખબરી, ખેડુતોના ખાતામાં ₹21000 કરોડ થયા જમા, તમારા ખાતામાં આવ્યા કે નહી જુઓ ?

PM Kisan Samman Nidhi યોજનાનો 16મો હપ્તો કર્યો જાહેર – PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ PM નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કર્યો છે ત્યારે PM મોદીએ બુધવારે મહારાષ્ટ્રના યવતમાલથી લગભગ 9 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 21,000 કરોડ ટ્રાન્સફર કર્યા. તમને જણાવી દઈએ કે પીએમ કિસાનના લાભાર્થીઓને વાર્ષિક 6,000 રૂપિયાનો રોકડ લાભ આપવામાં આવે છે. આ पीएम किसान सम्मान निधि योजना ની રકમ દરેક રૂ. 2000ના ત્રણ સમાન હપ્તામાં વહેંચાયેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan યોજનાનો 16મો હપ્તો જાહેર, 9 કરોડ ખેડૂતો માટે ખુશ ખબરી, ખેડુતોના ખાતામાં જમા થયા ₹21000 કરોડ તો તમે પણ કરો ચેક તમારો હપ્તો

PM Kisan પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. સરકારે PM Kisan યોજનાનો 16મો હપ્તો જાહેર કરી દીધો છે તો મિત્રો આ રકમ ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. PM kisan Samman Nidhi 16th Installment Released આજે PM ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. જો કે, જે ખેડૂતોએ હજુ સુધી EKYC કરાવ્યું નથી. ઉપરાંત, જો તમે અરજી ફોર્મ ભરતી વખતે તમારા નામ, પિતાનું નામ, બેંક ખાતાની વિગતો અથવા અન્ય કોઈ ભૂલ કરી હશે તો તમે આ યોજનાના લાભોથી વંચિત રહી જશો. ખેડૂતો નીચે દર્શાવેલ પદ્ધતિઓ દ્વારા ચેક કરી શકશે કે તેમના ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં.

શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) એ દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરની જરૂરિયાતો માટે તેમની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની કેન્દ્રીય યોજના છે. યોજના હેઠળ, લક્ષ્યાંકિત લાભાર્થીઓને લાભો ટ્રાન્સફર કરવા માટેની સમગ્ર નાણાકીય જવાબદારી ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

PM Kisan યોજનાનો 16મા હપ્તા માટે ઈ-કેવાયસી (eKYC) કરાવો

PM Kisan પીએમ કિસાન યોજના હેઠળ, તમામ જમીનધારક ખેડૂત પરિવારોને કુટુંબ દીઠ 6000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે, જે દર ચાર મહિને 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન વેબસાઇટ અનુસાર, “PMKISAN નોંધાયેલા ખેડૂતો માટે eKYC કરાવવું ફરજિયાત છે. OTP આધારિત eKYC PM કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે અથવા ખેડૂતો બાયોમેટ્રિક આધારિત eKYC માટે તેમના નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે.

PM Kisan Samman Nidhi યોજનાનો લાભ મેળવવા માટે કેવીરીતે નોંધણી કરવી?

  1. પહેલા pmkisan.gov.in પર જાઓ
  2. ફાર્મર્સ કોર્નરના વિકલ્પ પર ક્લિક કરો
  3. ‘નવા ખેડૂત નોંધણી’ વિકલ્પ પર ક્લિક કરો
  4. ગ્રામીણ ખેડૂત નોંધણી અથવા શહેરી ખેડૂત નોંધણી પસંદ કરો
  5. આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો, રાજ્ય પસંદ કરો અને ‘ગેટ OTP’ પર ક્લિક કરો.
  6. OTP ભરો અને નોંધણી માટે આગળ વધો
  7. આધાર કાર્ડ મુજબ વધુ માહિતી દાખલ કરો જેમ કે રાજ્ય, જિલ્લો, બેંક એકાઉન્ટ અને વ્યક્તિગત માહિતી.
  8. ‘આધાર પ્રમાણીકરણ માટે સબમિટ કરો’ પર ક્લિક કરો
  9. એકવાર તમારું આધાર પ્રમાણીકરણ સફળ થઈ જાય, તમારી જમીનની વિગતો દાખલ કરો, તમારા સહાયક દસ્તાવેજો અપલોડ કરો અને સેવ પર ક્લિક કરો.

આ પણ વાંંચો: PM Kisan Samman Nidhi માં જો આ ભૂલ કરશો તો પીએમ કિસાન યોજના ના 16માં હપ્તો આ ખેડૂતો ને નહીં મળે

PM Kisan ની યાદીમાં તમારું નામ કેવીરીતે કરશો ચેક ?

  • PM Kisan ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ – https://pmkisan.gov.in/.
  • પૃષ્ઠના જમણા ખૂણામાં ‘લાભાર્થી સૂચિ’ ટેબ પર ક્લિક કરો.
  • ડ્રોપ-ડાઉનમાંથી વિગતો પસંદ કરો જેમ કે રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામ.
  • ‘Get Report’ ટેબ પર ક્લિક કરો.
  • આ પ્રક્રિયા પછી, લાભાર્થીઓની સૂચિ વિશેની માહિતી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંંચો : PM Kisan Samman Nidhi e-KYC નથી કરાવ્યું તો શું હવે જમા થશે PM કિસાન યોજનાનો 15મો હપ્તો ? તો જાણી લો આ નિયમ

PM Kisan eKYC ઓનલાઈન કેવીરીતે કરશો અપડેટ ?

  1. PM Kisan ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  2. પેજની જમણી બાજુએ ઉપલબ્ધ eKYC વિકલ્પ પર ક્લિક કરો.
  3. આધાર કાર્ડ નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો.
  4. આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
  5. ‘ગેટ OTP’ પર ક્લિક કરો અને આપેલ ફીલ્ડમાં OTP દાખલ કરો.

ખેડૂતો માટે PM Kisan હેલ્પલાઈન નંબર

જો તમને PM Kisan યોજના સંબંધિત કોઈ સમસ્યાનો છે તો મિત્રો તમે ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર ખેડૂતનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત, તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર – 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો અને તમારા હપ્તા વિશે પણ જાણકારી મેળવી શકો છો.