Petrol-Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો થઇ શકે છે. સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર વિચાર કરી રહી છે. ઓઇલ કંપનીઓનો નફો ડિસેમ્બર 2023 ત્રિમાસિકમાં 75000 કરોડ રૂપિયા પહોંચી શકે છે અને તેને જોતા કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકે છે.
10 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે છે પેટ્રોલ અને ડીઝલ – Petrol-Diesel Price
એપ્રિલ 2022થી કિંમતમાં કોઇ બદલાવ થયો નથી
સરકારી ફ્યૂલ રિટેલર્સે એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ બદલાવ થયો નથી. હવે કંપનીઓએ પ્રાઇસિંગ રિવ્યૂના સંકેત આપ્યા છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને 10 રૂપિયા પ્રતિ લીટરનું પ્રૉફિટ માર્જિન થઇ શકે છે, જે હવે ગ્રાહકોને આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: વર્ષો જુના ડિલિટ થયેલા ફોટા પાછા મેળવવો, અહીથી સંપુર્ણ રીત જાણો
ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થયો નફો
સૂત્રોએ સંકેત આપ્યો છે કે ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસમાં નફો થયો છે. નાણાકીય વર્ષ 2022-24ના મુકાબલે 49.17 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક સૂત્રએ જણાવ્યુ છે, ‘પેટ્રોલ-ડીઝલના વેચાણ પર હાયર માર્કેટિંગ માર્જિનને કારણે 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નાણાકીય વર્ષ 2023-24ની પ્રથમ અને બીજી ત્રિમાસીકમાં નફો થયો છે અને આ ટ્રેંડ ત્રીજા ત્રિમાસીકમાં પણ જોવા મળી શકે છે. આ કારણે કંપનીઓ આ મહિનાના અંત સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 5થી 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવા પર વિચાર કરી શકે છે.
- આજના પેટ્રોલ-ડીઝલના ભાવ જોવા માટે અહી ક્લિક કરો
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસીકમાં 5826.96 કરોડ રૂપિયાનું કંસૉલિડેટેડ નેટ પ્રોફિટ થયું છે. લો ક્રૂડ પ્રાઇસેજ અને હાયર ગ્રૉસ રિફાઇનિંગ માર્જિન (GRM)ને કારણે નફામાં આ ઉછાળો આવ્યો હતો. બીજી તરફ ભારત પેટ્રોલિમય કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને સપ્ટેમ્બર 2023 ત્રિમાસીકમાં 8244 કરોડ રૂપિયાનું કંસૉલિડેટેડ નેટ પ્રૉફિટ થયો છે.