NVS Recruitment 2024: જે મિત્રોએ 10 પાસ કરેલ છે તેમના માટે નોકરી કરવાનો જોરદાર તક આવી છે. નવોદય વિદ્યાલયમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ નોન-ટીચિંગની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે. આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારો NVS navodaya.gov.in ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
10 પાસ કરેલ મિત્રો માટે નોકરી કરવાનો જોરદાર મોકો – NVS Recruitment 2024
સંસ્થા નુ નામ | નવોદય વિદ્યાલય સમિતિ |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લીગલ આસિસ્ટન્ટ અને વધુ પોસ્ટ. |
કુલ પોસ્ટ્સ | 1377 |
છેલ્લી તારીખ | 30/04/2024 |
પગાર ધોરણ | રૂ.35400-112400 |
ઓફિસિયલ વેબસાઇટ | navodaya.gov.in |
ખાલી જગ્યા:
NVS Recruitment 2024: નવોદય વિદ્યાલય સમિતિમાં કુલ 1377 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
ફીમેલ સ્ટાફ નર્સ | 121 |
ઓડિટ મદદનીશ | 12 |
કાનૂની મદદનીશ | 01 |
કોમ્પ્યુટર સંચાલક | 02 |
જુનિયર સચિવાલય સહાયક (JSA) | 381 |
લેબ એટેન્ડન્ટ | 161 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) | 19 |
મદદનીશ વિભાગ અધિકારી (ASO) | 05 |
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર | 04 |
સ્ટેનોગ્રાફર | 23 |
કેટરિંગ સુપરવાઇઝર | 78 |
ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર | 128 |
મેસ હેલ્પર | 442 |
શૈક્ષણિક લાયકાત
- આ NVS ભરતી માટે ઉમેદવારોએ 10th/ITI/ 12th /LLB/નર્સિંગ/ડિગ્રી/BPEd/સ્નાતક માન્ય યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જોઈએ.
- વધુ માહિતી મેળવવા માટે ઓફિસિયલ જાહેરાત વાચો.
ઉંમર મર્યાદા
- અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની હોવી જોઈએ.
- NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા પોસ્ટ અનુસાર અલગ અલગ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી ફી
- જે પણ ઉમેદવારો ફીમેલ સ્ટાફ નર્સની જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે તો તમામ ઉમેદવારો માટે અરજી ફી રૂ. 1500 હશે અને SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે.
- અન્ય પોસ્ટ્સ માટેની અરજી ફી તમામ ઉમેદવારો માટે 1000 રૂપિયા છે અને SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે.
પસંદગી પ્રક્રિયા:
NVS Recruitment 2024 માં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- સ્કિલ ટેસ્ટ (જે પોસ્ટ માટે જરૂરી છે)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
આ પણ વાચો: ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી, જાણો પરિણામ ક્યારે જાહેર થશે
અરજી કઈ રીતે કરવી?
- NVSની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે જયારે અરજી કરવા માટેની વેબસાઈટ www.navodaya.gov.in છે.
મહત્વની લિંક
ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખ
અરજી શરૂઆત તારીખ | 22 માર્ચ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2024 |