MBA course duration and fees 2023 : 12 પછી MBA કોર્સ કેવી રીતે કરવો

  • આ કોર્સ આપણા દેશમાં તેમજ વિદેશમાં સૌથી વધુ પસંદગીનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાંનો એક કોર્સ ગણાય છે. આ કોર્સ (2) બે વર્ષનો હોય છે. આ કોર્સમાં સાયન્સ, કોમર્સ તેમજ આર્ટસ વગેરે ક્ષેત્રના  તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાનું કરિયર બનાવી શકે છે.
  • સામાન્ય રીતે એક રેગ્યુલર એમબીએ (MBA) અથવા પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) (2) બે વર્ષનો કોર્સ હોય છે. પરંતુ, કેટલીક ખાનગી સંસ્થાઓ છે કે, જે એક વર્ષ માટે પણ પીજીડીએમ આ (પી.જી.ડી.એમ) નો કોર્સ આપે છે.
  • WhatsApp Group Join Now
    Telegram Group Join Now

    એમબીએ કોર્સ HILIGHTS

    Table of Contents

    કોર્ષનું નામમાસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
    કોર્સ ની ફી 2 લાખ થી 25 લાખ 
    કોર્ષનો સમયગાળો2 વર્ષ
    કુલ સેમેસ્ટર4 (ચાર)
    એમ.બી.એ નું પુરૂ નામMaster Of Business Administration
    એમ.બી.એ કરવા માટેની યોગ્યતાAny Graduate


    એમબીએનું પૂરુ નામ । Full form of MBA

    એમ.બી.એનું પુરૂ નામ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે. જેને અંગ્રેજીમાં (Master Of Business Administration) કહેવાય છે.


    એમ.બી.એ કરવા માટેની યોગ્યતા | Eligibility of MBA

    • ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થીઓ એમબીએ કરી શકે છે. પછી ભલે તે વિદ્યાર્થીએ કોઈપણ ક્ષેત્રમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલુ હોય, ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછું 50% માર્કસ જ્યારે અનામત વર્ગના વિદ્યાર્થીઓ એ ઓછામાં ઓછા 45% માર્ક્સ સાથે પાસ થયેલ હોવા ફરજિયાત છે.
    • છેલ્લા વર્ષના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એટલે કે જે ગ્રેજયુએશનના છેલ્લા વર્ષમાં છે તે પણ એમબીએ માં એડમીશન મેળવવા માટે અરજી કરી શકે છે. પરંતુ આ માટે વિદ્યાર્થીએ સંસ્થામાંથી નિર્ધારિત સમયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પુરી કરવાનો કોઇ પુરાવો મેળવીને રજુ કરશે એવી બાંયધરી આપવાની રહેશે.


    MBA કરવા માટેનો અભ્યાસક્રમ | Syllabus of MBA

    એમબીએ (MBA) માં કુલ 4 સેમેસ્ટર હોય છે જેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.

    એમબીએ સેમેસ્ટર I

    • સંગઠનાત્મક વર્તન (Organizational Behavior)
    • માર્કેટિંગ મેનેજમેન્ટ (Marketing Management)
    • માત્રાત્મક પદ્ધતિઓ (Quantitative Methods)
    • હ્યુમન સંસાધન મેનેજમેન્ટ (Human Resource Management)
    • સંચાલકીય ઇકોનોમિક (Managerial Economics)
    • બિઝનેસ કમ્યુનીકેશન (Business Communication)
    • ફાયનાન્સ હિસાબ (Financial Accounting)

    ઇન્ફર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ (Information Technology Management)


    MBA સેમેસ્ટર II

    • ઓર્ગેનાઇજેશન અસરકારકતા અને ફેરફાર (Organization Effectiveness and Change)
    • મેનેજમેન્ટ અકાઉંટીગ (Management Accounting)
    • મેનેજમેન્ટ સાયન્સ (Management Science)
    • ઓપરેશન મેનેજમેન્ટ (Operation Management)
    • વ્યવસાયનું ઇકોનોમિક પર્યાવરણ (Economic Environment of Business)
    • માર્કેટિંગ રીસર્ચ (Marketing Research)
    • ફાયનાન્સિલ મેનેજમેન્ટ (Financial Management)
    • મેનેજમેન્ટ ઓફ ઇનોર્મેશન સિસ્ટમ (Management of Information System)


    M.B.A સેમેસ્ટર III

    • બિઝનેસ ઇથિક અને કોર્પોરેટ સોસિયલ જવાબદારી (Business Ethics & Corporate Social Responsibility)
    • સ્ટ્રેટેજીક વિશ્લેષણ (Strategic Analysis)
    • કાનૂની બિઝનેસ વાતાવરણ (Legal Environment of Business)
    • ઇલેક્ટિવ કોર્સ (Elective Course)


    M.B. A સેમેસ્ટર IV

    • પ્રોજેક્ટ સ્ટડી (Project Study)
    • આંતરરાષ્ટ્રીય બિઝનેસ પર્યાવરણ (International Business Environment)
    • સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ (Strategic Management)
    • ઇલેક્ટિવ કોર્સ (Elective Course)


    એમ.બી.એ કેટલા વર્ષનો કોર્સ હોય છે.(MBA course duration and fees 2023)  :-

    • આ કોર્સ નો સમયગાળો 2 વર્ષનો હોય છે
    • આ કોર્સમાં કુલ 4 સેમેસ્ટર છે
    • દરેક સેમેસ્ટરનો સમયગાળો 6 મહિનાનો હોય છે.
    • MBA course duration and fees 2023 વાર્ષિક 2 લાખ થી 25 લાખ હોય છે.


    આ કોર્સમા શું ભણાવવામાં આવે છે । What is teach in MBA course?

    આ કોર્સમાં વિદ્યાર્થીને પોતાનો વ્યવસાય કેવી રીતે કરવો તેમજ પોતાના વ્યવસાયની અંદર ગ્રોથ કેવી રીતે કરવો  તેને લગતી માહીતી આપવામાં આવે છે. તેમજ આ કોર્સની અંદર  નેતૃત્વના ગુણો શીખવવામાં આવે છે, જેના કારણે તમે લોકો સાથે સુમેળ સાધવામાં નિષ્ણાત બની જાઓ છો જે તમને વ્યવસાયની કારકિર્દીમાં અન્ય કરતા અલગ તારવે છે. આ કોર્સમાં ખર્ચ, બજેટિંગ, આંતરરાષ્ટ્રીય નાણાં અને મૂડી વ્યવસ્થાપન જેવા વિષયો શીખવવામાં આવે છે. આ વિષયોનો અભ્યાસ કરીને, તમે નાણાકીય વ્યવસ્થાપનના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત બની શકો છો.


    એમબીએ કોર્સના પ્રકારો । Types of MBA Courses

    એમ.બી.એ કોર્ષના પ્રકારો નીચે મુજબ છે. જે તમે તમારી રસ અને રુચિ મુજબ પસંદ કરી શકો છો.

    • એક્ઝિક્યુટિવ એમબીએ (MBA) કોર્સ / ઇએમબીએ (EMBA) કોર્સ (Executive MBA Program/ EMBA Program)
    • ફુલ ટાઇમ એક્ઝિક્યુટિવ (MBA) કોર્સ (Full-Time Executive MBA Program)
    • બે વર્ષનો ફુલ ટાઇમ (MBA) કોર્સ (Two Year Full Time MBA Program)
    • પાર્ટ ટાઇમ એમબીએ (MBA) કોર્સ (Part Time MBA)
    • ઇવનિગ (સેકન્ડ સિફટ) એમબીએ (MBA) કોર્સ (Evening (Second Shift) MBA Programs)
    • મોડ્યુલર એમબીએ (MBA) કોર્સ (Modular MBA Program)
    • ડિસ્ટન્સ લર્નિંગ એમબીએ (MBA) કોર્સ (Distance Learning MBA Program)
    • એમબીએ (MBA) ડ્યુઅલ ડિગ્રી કોર્સ (MBA Dual Degree Program)
    • બ્લેન્ડેડ લર્નિંગ કોર્સ (Blended Learning Program)
    • મીની એમબીએ (MBA) કોર્સ (Mini MBA Program)

    એમબીએ કોર્સમાં એડમિશન લીધેલ વિદ્યાર્થી બીજા વર્ષમાં તેમની વિશેષતા અનુસાર એમબીએ કોર્સની પસંદગી કરી શકે છે જે નીચે મુજબ છે.

    • માર્કેટિંગ (Marketing)
    • ફાઇનાન્સ (Finance)
    • હ્યુમન રિસોર્સ ઇન્ટરનેશનલ બિઝનેસ (Human Resource International Business)
    • ઓપરેશન (Operations)
    • સપ્લાય ચેઇન મેનેજમેન્ટ (Supply Chain Management)
    • હેલ્થ કેર મેનેજમેન્ટ (Health Care Management)
    • ઇન્ફોરમેશન ટેકનોલોજી (Information Technology)
    • રુરલ મેનેજમેન્ટ (Rural Management)
    • એગ્રીબિઝનેશ મેનેજમેન્ટ (Agribusiness Management)


    એમબીએ કર્યા પછી નોકરીની સંભાવનાઓ | What is Job prospects after doing MBA

    મિત્રો તમને સમજાઈ ગયુ હશે કે What is MBA Course Details in Gujarati. તો હવે જાણીએ આ કોર્ષ કર્યા પછી કોર્સમાં જોડાતા પહેલા કે જોડાઈ ગયા પછી આપણે વિચારીએ છીએ કે આ કોર્સ પૂર્ણ કર્યા પછી આપણને નોકરી મળશે કે કેમ અને જો એમ હોય તો તેનું પેકેજ શું હશે. નોકરી કયા મળશે.

    આ કોર્સ કર્યા પછી, વિદ્યાર્થીઓ ઘણા ક્ષેત્રોમાં કામ કરવા માટે માસ્ટર થઈ જાય છે અને તેમને તેમની લાયકાત અને અનુભવ અનુસાર નોકરી પણ મળી જતી હોય છે. આ કોર્સ કર્યા પછી નોકરી કરી શકાય તેવી કેટલીક કેટેગરી નીચે મુજબ છે


    માર્કેટિંગ (Marketing)

    માર્કેટિંગમાં MBA તેના ઉમેદવારોને ગતિશીલ અને સ્પર્ધાત્મક કારકિર્દી આપે છે. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ગ્રાહકોની વર્તણુક, બજારની વર્તણૂક, જાહેરાતના વિવિધ પાસાઓ અને બજારના ઘટકો કે જે ઉત્પાદન અથવા સેવાને જુદી જુદી રીતે અસર કરે છે તે જાણવા અને સમજવા લાગે છે. અને સફળ થવા માટે, ઉમેદવાર પાસે ઉત્તમ સંચાર કૌશલ્ય, સંસાધન એકત્રિત કરવાની કુશળતા વગેરે આ કોર્સ દરમ્યાન શીખી જાય છે. આ માટે કોઈ કંપની તમને માર્કેટિંગ મેનેજર તરીકે નીમણૂક આપી શકે છે અથવા તો તમે પોતાનો વ્યવસાય શરૂ કરતા પહેલા આ બાબતનું રિસર્ચ જાતે કરી શકો છો.


    હ્યુમન રિસોર્સ ઇન્ટરનેશનલ બિઝનેસ (Human Resource International Business)

    આ કોર્સની અંદર  નેતૃત્વના ગુણો શીખવવામાં આવે છે જેના કારણે તમે લોકો સાથે સુમેળ સાધવામાં નિષ્ણાત બની જાઓ છો જેના કારણે એચઆર કાર્યોમાં વિવિધતા વ્યવસ્થાપન, મર્જર એક્વિઝિશન,  બજારમાં મજૂરની માંગ અને પુરવઠાનું સંચાલન વગેરેના જાણકાર બની જાઓ છો. આ ક્ષેત્રમાં સફળ થવા માટે તમારી પાસે સારી વાતચીત કૌશલ્ય, વિશ્વસનીયતા અને આત્મવિશ્વાસ જેવા ગુણો હોય તો તમે સફળ થઈ શકો છો. જો તમે કર્મચારીઓની મનોવિજ્ઞાન અથવા માનસિકતા, ગુણો અને ખામીઓ જાણી શકો છો અને તેઓને કેવી રીતે કામ કરાવવું તે જાણી શકો છો અથવા તેમ કરવાની ક્ષમતા ધરાવો છો જેના કારણે  એચઆર મેનેજમેન્ટ વધુ સારું રહેશે, તમારી સંસ્થા અને તમારી સફળતા વધુ સારી રહેશે. આ બાબત તમને આ કોર્સમાં શીખવવામાં આવતી હોય તમને કોઈ પણ કંપનીમાં એચ.આર તરીકે તમને નોકરી મળી શકે છે.


    બેંકિંગ અને ફાઇનાન્સ (Banking & Finance)

    તમને ખર્ચ, બજેટિંગ, આંતરરાષ્ટ્રીય નાણાં અને મૂડી વ્યવસ્થાપન જેવા વિષયો શીખવવામાં આવે છે. આ વિષયોનો અભ્યાસ કરીને, તમે નાણાકીય વ્યવસ્થાપનના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત બનો છો. જેની મદદથી તમે કોઈપણ સંસ્થાના નાણા વિભાગમાં કામ કરી શકો છો. જો તમે ફાઇનાન્સ સ્ટ્રીમમાં MBA પસંદ કરો છો, તો તમારે સ્નાતક હોવું આવશ્યક છે અને તમે કયા ક્ષેત્રમાંથી સ્નાતક છો તેનાથી કોઈ ફરક પડતો નથી.

    ફાઇનાન્સમાં MBA ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો ફાયદો એ છે કે તેઓ બેંકિંગ ક્ષેત્રમાં પણ જઈ શકે છે કારણ કે બેંકિંગ ક્ષેત્રમાં હંમેશા ફાઇનાન્સ નિષ્ણાતોની જરૂર રહે છે. માત્ર બેંકિંગ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વીમા ઉદ્યોગ, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ, સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય કન્સલ્ટિંગમાં પણ માંગમાં છે.


    ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજમેન્ટ, વગેરે (Information system Management)

    મેનેજરો કે જેઓ માહિતી અને સંચાર ટેક્નોલોજીનું આયોજન કરે છે, ડિઝાઇન કરે છે, પસંદ કરે છે, અમલ કરે છે અને તેનું સંચાલન કરે છે તેઓએ આ બધું વધુ અસરકારક રીતે મેનેજ કરવા માટે માહિતી ટેકનોલોજી પ્રોગ્રામમાં MBA માં પ્રવેશ લેવો જોઈએ. સામાન્ય રીતે સોફ્ટવેર અને હાર્ડવેરના ક્ષેત્રોમાં તેમની માંગ વધુ હોય છે અને તમે વિવિધ કેસ સ્ટડી અને તાલીમ દ્વારા તેનો સામનો કરવા અને ઉકેલવા માટે તૈયાર છો. IT કંપનીઓ ભારતીય અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ છે અને તેથી જ આ ક્ષેત્રમાં સારી નોકરીની સંભાવનાઓ છે.


    ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA (International Business)

    ગ્લોબલાઈઝેશનના વર્તમાન યુગમાં જે રીતે વ્યાપાર આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યો છે અને વિસ્તરી રહ્યો છે, તેના સંચાલન માટે નિષ્ણાતોની જરૂરિયાત આ ક્ષેત્રમાં કારકિર્દીને પ્રોત્સાહન આપે છે. આ અંતર્ગત ઇન્ટરનેશનલ માર્કેટિંગ અને ફાઇનાન્સ જેવા કાર્યો સામેલ છે. દિવસેને દિવસે વધતી જતી મલ્ટી નેશનલ કંપનીઓને કારણે આ ક્ષેત્રમાં રોજગારની શક્યતાઓ પણ વધી છે. દેશ-વિદેશના કારોબારને સંભાળવા માટે વિવિધ દેશોમાં પ્રવાસ કરવાની તક પણ મળી શકે છે.


    ચેઇન મેનેજમેન્ટ (Chain Management)

    બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં સપ્લાય ચેઈન મેનેજમેન્ટ એ એક અલગ અને રોમાંચક ક્ષેત્ર છે. આમાં ક્લાયન્ટ એ કંપની દ્વારા માંગવામાં આવતી સામગ્રીની ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, વેરહાઉસિંગ, ટ્રાન્સપોર્ટેશન વગેરેનો સમાવેશ થાય છે.


    એમબીએ ઇન રૂરલ મેનેજમેન્ટ પ્રોગ્રામ

    • જે અંતર્ગત ઉમેદવારો ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રામીણ બજાર (Rural Market) ના ક્ષેત્રને વધારે છે.
    • ભારત સરકારના ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટમાં નોકરી,
    • બિન-સરકારી સંસ્થા સાથે જોડાણ,
    • સંયુક્ત રાષ્ટ્ર અને તેની પેટાકંપની સામાજિક સંશોધન એજન્સી વગેરે સાથે હાથ મિલાવવાની તક.
    • આપણો દેશ ભારત કૃષિપ્રધાન દેશ હોવાને કારણે તમે આ ક્ષેત્રમાં પણ સફળતા મેળવી શકો છો. આ કોર્સ હેઠળ, તમને કૃષિ ઉત્પાદનોની પ્રક્રિયા, માર્કેટિંગ અને મર્ચેન્ડાઇઝિંગ કરતી કંપનીઓ સાથે કેવી રીતે કામ કરવું તેનો અભ્યાસ કરવામાં આવે છે.

           આ પ્રોજેક્ટ્સ પર કામ કરતા કર્મચારીઓના પેકેજ પણ ઘણા સારા છે, આ ક્ષેત્રમાં કામ કરવાની ઘણી તકો છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી [CSR] ફરજિયાત બનવાને કારણે, તમને ખૂબ મોટી સંસ્થાઓ સાથે કામ કરવાની તક પણ મળે છે, જે સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે.

    કોઈપણ પ્રવાહમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી આ પ્રોગ્રામમાં પ્રવેશ મળી શકે છે.


    What is MBA Course in Gujarati |
    MBA Course


    Top MBA College in Gujarat

    ક્રમકોલેજનું નામ
    1IIMA, Ahmedabad
    2 

    સારાંશ

          મિત્રો આજે આપણે આ લેખમાં What is MBA Course Details in Gujarati, how to get job after mba, mba course duration વિશેની માહિતી મેળવી આશા રાખુ કે તમને મદદરૂપ થઈ હશે ઉપરોક્ત તમામ વિકલ્પોમાંથી, તમારે હાલમાં બજારમાં કયા ક્ષેત્રની વધુ માંગ છે તે ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને તમને કયા ક્ષેત્રમાં રસ છે તે ધ્યાનમાં રાખીને તમારે તમારું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ જેથી કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો.