Matadar Yadi Sudharana 2024: મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં થયો ફેરફાર જાણો
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024, અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા માટે તા.04/11/2023ના દિવસે રાખેલ હતો જેમાં સરકાર દ્વારા ફેરફાર કરી તા.04/11/2023 બદલે તા.26/11/2023 (રવિવાર) અને તા.02/12/2023ના બદલે તા.09/12/2023 (શનિવાર)ના રોજ યોજાશે ખાસ ઝુંબેશ દિવસ યોજાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત તા.05/11/2023 (રવિવાર) અને તા.03/12/2023 (રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશ રાખેલ હતો જે યથાવત રહેશે એવુ સરકાર દ્વારા ઠારવવામાં આવે છે.
Matadar Yadi Sudharana 2024- મતદારયાદીની સુધારણા કાર્યક્રમ 2024 ઝુંબેશ શરૂ કરવાનો હેતુ.
લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ તરીકે અગાઉ નિયત કરવામાં આવેલી તા.04/11/2023 અને તા.02/12/2023 એમ બે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર હવે તા.04/11/2023ના બદલે તા.26/11/2023(રવિવાર) તથા તા.02/12/2023ના બદલે તા.09/12/2023 (શનિવાર)ને ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે.
આ સાથે જ ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવેલા તા.05/11/2023 (રવિવાર) અને તા.03/12/2023 (રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે.
આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.
Matadar Yadi Sudharana 2024-
અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે.
વધુ માહીતી અને દરોજની નવી આવી અપડેટ્સ માટે અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકત લેતા રહો.