ડિયર રીડર આજ આપણે આ આર્ટિકલમાં Manav Garima Yojana 2023 વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય ના ગરીબ અને મજુર વર્ગ માટે માનવ ગરિમા યોજના ની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના એવા મજુર લોકો ઘણા જેમને ધંધો તો કરવો છે પણ ધંધામાં રોકાણ કરવા પૈસા નથી.
Director Developing Castes Welfare, Gandhinagar દ્વારા સામાજિક અને આર્થિક રીતે પછાત લોકો માટે માનવ ગરિમા યોજના લાગુ કરવામાં આવી છે.
કી પોઈન્ટ્સ: માનવ ગરિમા યોજનાના ડોક્યુમેન્ટ, Manav Garima Yojana 2023 list, Manav Garima Yojana 2023 Online Apply, Manav Garima Yojana 2023 Silai Machine(માનવ ગરિમા યોજના સિલાઈ મશીન), Manav Garima Yojana 2023 Form PDF, માનવ ગરિમા યોજના online ફોર્મ last date
Manav Garima Yojana 2023
E Samaj kalyan Portal દ્વારા તમે માનવ ગરિમા યોજનાનો લાભ મેળવી શકો છો. E Samaj kalyan Portal ની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પરથી Manav Garima Yojana 2023 Online Apply કરી શકો છો. Social Justice & Empowerment Department (Government of Gujarat) દ્વારા માનવ ગરિમા યોજના 2023 નું લિસ્ટ બહાર પાડવામાં આવે છે.
માનવ ગરિમા યોજનાનો હેતુ
- સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના લકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે માનવ ગરિમા યોજના દ્વારા સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે.
- આ યોજના નો મુખ્ય હેતુ ગરીબી રેખાની નીચેની(BPL) જીવતા વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા નો છે.
Main Points Manav garima yojana 2023
યોજનાનું નામ | માનવ ગરિમા યોજના ૨૦૨૩ |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
પેટા વિભાગનું નામ | નિયામક, વિકસતિ જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર |
આર્ટિકલની ભાષા | ગુજરાતી |
શું સહાય આપવામાં આવે છે? | વિનામૂલ્યે ધંધો ચાલુ કરવા માટે સાધન સહાય |
લાભાર્થીની પાત્રતા | વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | લાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. |
કેવી રીતે અરજી કરી શકાશે? | ઓનલાઈન |
Manav Garima Yojana 2023 Start Date | તા- 15/05/2023 થી ચાલુ |
Manav Garima Yojana 2023 Last Date | તા- 14/09/2023 સુધી |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
કેવી રીતેઓનલાઈન અરજી કરવી | e Samaj Kalyan Online Application Process |
માનવ ગરિમા યોજના 2023 કોને સહાય મળશે? (મળવાપત્ર)
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Manav Garima Yojana 2023 માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
- અનુસૂચિત જાતિ અને અનુજાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
- અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 થી વધુ ન હોવી જોઈએ.
Document Required For Gujarat Manav garima yojana 2023 | ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- લાભાર્થીનું આધારકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
- અરજદારની જાતિનો દાખલો
- લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- સ્વ-ઘોષણાપત્ર (Self Declaration Form)
- બાંહેધરી પત્રક
- અરજદારના ફોટો
માનવ ગરીમા યોજના હેઠળ મળવાપાત્ર સાધન સહાયનું લિસ્ટ । Manav garima yojana Tool Kit List
માનવ ગરિમા યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિ જેનો ધંધો કરવા માંગતો હોય એ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- કડિયા કામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
- માછલી વેચનાર માટેની ટૂલકીટ
- પાપડ બનાવટના સાધનો
- અથાણા બનાવટ માટે સાધન
- ઠંડા પીણા,ગરમ,વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ (ઘરઘંટી સહાય યોજના)
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
- પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
How To Online Apply Manav Garima Yojana 2023 । કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?
માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા મોબાઈલથી પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો
- સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Samaj Kalyan Portal” ટાઈપ કરવાનું રહેશે.
- સમાજ કલ્યાણ વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
- જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
- User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
- લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે.
- Manav Garima Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
- છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Garima Yojana Online Print કાઢવાની રહેશે.
માનવ ગરિમા યોજના ફોર્મ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઈટ sje.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો.
FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ શું છે?
સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના લકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે માનવ ગરિમા યોજના દ્વારા સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે.
માનવ ગરિમા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયાં કયાં છે?
લાભાર્થીનું આધારકાર્ડ
રેશનકાર્ડ
રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
અરજદારની જાતિનો દાખલો
લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
અનુભવ અંગેનું પ્રમાણપત્ર
સ્વ-ઘોષણાપત્ર (Self Declaration Form)
બાંહેધરી પત્રક
અરજદારના ફોટોમાનવ ગરિમા યોજના છેલ્લી તારીખ કઈ છે?
Manav Garima Yojana 2023 Start Date
તા- 15/05/2023 થી ચાલુ
Manav Garima Yojana 2023 Last Date
તા- 14/09/2023 સુધીમાનવ ગરિમા યોજના online ફોર્મ last date કઈ છે?
માનવ ગરિમા યોજના online ફોર્મ last date તા- 14/09/2023 છે.
માનવ ગરિમા યોજના ફોર્મ ડાઉનલોડ ક્યાંથી કરશો?
માનવ ગરિમા યોજના ફોર્મ ડાઉનલોડ sje.gujarat.gov.in વેબસાઈટ પરથી થઇ જશે.