LPG ગેસ સિલિન્ડર જલ્દી ખતમ થઇ જાય છે? તો ટેન્શન છોડો, બસ અપનાવો આ ટિપ્સ અને કરો આ કામ

LPG Cylinder Save Tricks And Tips: LPG Cylinder ગેસના વધતા જતા ભાવને જોતા દરેક ગૃહિણીને ગેસ સિલિન્ડર લાંબો સમય કેવી રીતે ચાલે તેની ચિંતા હોય છે. એવામાં જો તમારા ઘરે પણ રસોઈ ગેસ જલ્દી ખતમ થઈ જાય છે તો આ ટિપ્સ જરૂર અપનાવી જુઓ અને વધુ નીકળતા ગેસને અટકાવો અને તમારો ગેસ સિલિન્ડર જલ્દી ખતમ થઇ જતો અટકાવો આ રીતે તો મિત્રો નીચે આપેલ લેખથી મેળવો વિગતે માહીતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘર ઘર સુધી LPG ગેસ સિલિન્ડર પહોંચે તે માટે ભારત સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચલાવી રહી છે. એવામાં મોટાભાગે ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેમનું LPG ગેસ સિલિન્ડર ખૂબ જલ્દી ખતમ થઈ જાય છે. જો તમારો LPG ગેસ સિલિન્ડર પણ જલ્દી ખતમ થઈ જાય છે તો અમુક ખાસ રીતો વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેની મદદથી તમે રસોઈ ગેસની બચત કરી શકો છો.

LPG ગેસ બચાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

LPG ગેસની બચત કરવાનો શાનદાર ઉપાય છે કે તમે પોતાના ભોજનને રાંધવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરો. પ્રેશર કુકરમાં ભોજન રાંધવાથી ગેસની ખૂબ બચત થશે.

જો તમે ગેસની બચત કરવા માંગો છો તો રસોઈ ગેસ સિલિન્ડરના બર્નરને સાફ રાખવો જોઈએ. તમને નિયમિત રીતે બર્નરના કાણાને સાફ કરવા જોઈએ. આમ કરવાથી તમારો રસોઈ ગેસ વધારે ચાલશે.

તમારે પોતાના રસોઈ ગેસ સિલિન્ડરની પાઈપ લાઈનની તપાસ કરાવતી રહેવી જોઈએ. તેના ઉપરાંત તમારે પોતાનું ભોજન ઢાંકીને રાધવું જોઈએ. આ ગરમી અને વરાળને રોકે છે આમ કરવાથી ગેસની બચત થશે.

તમારે ભોજન ધીમી ફ્લેમ પર રાંધવું જોઈએ. ફાસ ગેસ પર ભોજન બનાવવાથી ગેસ વધારે વપરાય છે. જો તમે ધીમા ગેસ પર ભોજન રાંધશો તો ગેસની બચત કરી શકો છો.

LPG ગેસ બચાવવા માટે

રસોઇ ગેસનો વધુ વપરાશ થાય છે. અને જો તમે પ્રમાણમાં વધુ નાના પેન કે કડાઈનો ઉપયોગ કરો છો તો એમાં તમારા ગેસની ફ્લેમ બહાર જતી રહે છે અને ગેસનો વપરાશ વધુ થાય છે..એટલે રસોઈ બનાવતી વખતે હમેશા યોગ્ય માપના જ પેન કે કડાઈનો ઉપયોગ કરો.

રસોઈ કરો ત્યારે શાકમાં જેટલું જોઈએ એટલું જ પાણી નાખો. જો વધુ પડતું પાણી નાખી દેશો તો એને રાંધવામાં ઘણો સમય લાગશે અને એ સાથે જ રસોઈ ગેસનો વધુ વપરાશ પણ થશે.

કઠોળ કે પછી અમુક શાકભાજી કે પછી માંસ, ચિકનને ઉકાળવામાં આવે તો એમાં વધારે ગેસનો ઉપયોગ થાય છે, એવામાં આવા વસ્તુ રાંધવા માટે હંમેશા પ્રેશર કૂકરનો જ ઉપયોગ કરો તો માઇક્રોવેવમાં એ ગેસની સરખામણીએ ઝડપથી રંધાઈ જાય છે.

જો તમે કોઈ શેકેલી વાનગી બનાવવા માંગતા હોવ તો એને ક્યારેય ગેસ પર ન બનાવો, આવી વાનગીઓ ગેસ પર બનાવવામાં આવે તો રસોઈ ગેસનો ખૂબ જ વ્યય થાય છે.

થોડા થોડા સમય તમારું ગેસ રેગ્યુલેટર, ગેસ બર્નર અને પાઈપને ચેક કરી લો, ગેસ લીક તો નથી થતો ને એની ખાતરી કરી લો, અને જો તમારા ધ્યાનમાં આવે કે ગેસ લીક થઈ રહ્યો છે તો એને તાત્કાલિક રીપેર કરાવી લો. કારણ કે એનાથી ગેસનો વ્યય તો થાય જ છે પણ સાથે જ મોટી દુર્ઘટનાનો પણ ભય રહે છે. ગેસને સમયાંતરે સર્વિસ કરાવતા રહો.

રસોઈ ગેસનો વપરાશ કઈ રીતે ઘટાડી શકાય એ તો હવે તમે જાણી જ લીધું છે તો હવે તમે પણ આ ટિપ્સ અપનાવીને આ મોંઘવારીના જમાનામાં પોતાની કમર પરથી રસોઈ ગેસનો ખર્ચ ઘટાડી શકો છો. આમ, અમે આપેલ માહીતી દ્વારા અપેક્ષા રાખીએ કે તમારા રોજબરોજના જીવનમાં લાભદાયી સાબિત થશે.