LIC Market cap news: SBIને પછાડી LIC શેરોમાં બની સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની, અહીથી LIC વિશે વિગતવાર જાણો.

LIC Market cap news: સરકારી વીમા કંપની LICના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે જ્યારે બજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી હતી ત્યાં એલઆઈસીના શેર ગ્રીન ઝોનમાં હતા. આ તેજીના જોરે એલઆઈસી હવે શેરબજારમાં લિસ્ટેડ સૌથી મોટી સરકારી કંપની બની ગઇ છે. ભારતીય જીવન વીમા નિગમે સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈને પણ પછાડી નંબર 1 પર કબજો જમાવી લીધો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBIને પછાડી LIC શેરોમાં બની સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની, માર્કેટ કેપ 5.70 લાખ કરોડને પાર પહોચીં – LIC Market cap news

52 વીકના સર્વોચ્ચ સ્તરે

બુધવારે વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે એલઆઈસીનો શેર 1.25 ટકાની તેજી સાથે 903 રૂપિયા પર પહોંચી ગયો હતો. વેપારની શરૂઆતમાં જ આ શેર 918.45 રૂપિયાના નવા સર્વોચ્ચ સ્તરે ઓપન થયો હતો. આ એલઆઈસીના શેરનો નવો 52 વીક હાઈ લેવલ છે.

LICની માર્કેટ વેલ્યૂ કેટલી થઇ?

એલઆઈસીના શેરોમાં છેલ્લા પાંચ દિવસમાં સાડા સાત ટકાની તેજી આવી છે. જ્યારે એક મહિનામાં સરકારી શેર 13 ટકાની ઉપર ઉછળ્યાં હતા. 6 મહિનાના હિસાબે શેર 45 ટકાથી વધુ ફાયદામાં છે. શેરોમાં આવેલી શાનદાર રેલીના જોરે એલઆઈસીની માર્કેટ કેપમાં પણ જોરદાર તેજી આવી છે. હાલ એલઆઈસીનું માર્કેટ કેપ 5.70 લાખ કરોડ રૂપિયાથી વધી ગયું છે.- LIC Market cap news

આ પણ વાંચો: RBI નો નવો નિયમ, ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી થશે મોંઘી, જાણો વિગતવાર માહિતી

એસબીઆઈનું માર્કેટ કેપ કેટલું?

બીજી બાજુ સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈના શેરોમાં આજે ઘટાડો નોંધાયો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર બપોરે આશરે 2 ટકાના કડાક સાથે 625 રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા હતા. આ એસબીઆઈના 52 વીક હાઈ લેવલ 660.40 રૂપિયાથી નીચે છે. તેના લીધે એસબીઆઈનું માર્કેટ કેપ ઘટીને 5.58 લાખ રૂપિયાએ પહોંચી ગયું. જેનાથી એસબીઆઈને પાછળ કરી એલઆઈસી હવે સૌથી વધુ વેલયૂ ધરાવતી સરકારી કંપની બની ગઇ છે.