JEE Mains 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ jeemain.ntaonline.in પરથી અરજી કરવાની રહેશે. વેબસાઈટના હોમ પેજ પર અહીં આપેલા સ્ટેપ મૂજબ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે આઈઆઈટી જેઈઈ મેઇન 2024 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ jeemain.ntaonline.in પરથી અરજી કરવાની રહેશે. વેબસાઈટના હોમ પેજ પર અહીં આપેલા સ્ટેપ મૂજબ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
આ રીતે કરો ઓનલાઈન રજીસ્ટ્રેશન
- સૌથી પહેલા JEE Main ની ઓફિશિયલ વેબસાઇટ jeemain.ntaonline.in પર જાઓ.
- હોમ પેજ પર જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશનની લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ જેઈઈ મેઈન પરીક્ષા 2024 ઓનલાઈન રજિસ્ટ્રેશનની લિંક પર જાઓ.
- અહીં પૂછવામાં આવેલી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન બાદ એપ્લિકેશન ફીની ચૂકવણી કરો.
JEE Mains 2024 માટે મહત્વની તારીખોની વિગત
ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ – | 2 નવેમ્બર 2023 |
રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ – | 30 નવેમ્બર 2023 |
સત્ર 1 પરીક્ષા- | 24 જાન્યુઆરી 2024 થી 1 ફેબ્રુઆરી 2024 |
એડમિટ કાર્ડ રિલીઝ તારીખ – | પરીક્ષાના 3 દિવસ પહેલા |
સત્ર 1 રિઝલ્ટની તારીખ – | 12 ફેબ્રુઆરી 2024 |
આ પણ વાચો :- રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક! 63 હજાર સુધીનો પગાર મળશે, જલદીથી કરો
એપ્લિકેશન ફીની વિગત
- JEE Main 2024 માં રજીસ્ટ્રેશન માટે જનરલ, OBC અને EWS કેટેગરીના પુરુષ ઉમેદવારોએ 1,000 રૂપિયાની ફી ભરવી પડશે.
- જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોની ફી 800 રૂપિયાની નક્કી કરવામાં આવી છે.
- SC અને ST ઉમેદવારોએ 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી તરીકે આપવાના રહેશે.
મહત્વની લિંક
ઓફિસિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
અમારી વોટસએપ ચેનલમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહી અને PWD પ્રમાણપત્ર/UDID ની સ્કેન કરેલી કોપી
- સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સહી ફક્ત JPG/JPEG ફોર્મેટમાં હોવી જોઈએ.
- સ્કેન કરેલા ફોટાની સાઈઝ 10 KB થી 200 KB ની વચ્ચે હોવી જોઈએ, જ્યારે સહીની સાઈઝ 4 KB થી 30 KB ની વચ્ચે હોવી જોઈએ.