IPL 2024: મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે હાર્દિક પંડ્યા!, 2 દિવસમાં ગુજરાત ટાઇટન્સને છોડવાના નિર્ણય પર લાગશે મોહર

IPL 2024: ગુજરાત ટાઇટન્સની ટીમ IPLમાં પ્રથમ વખત 2022 સીઝનમાં આવી હતી. ગુજરાત ટાઇટન્સની ટીમે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં પ્રથમ સીઝનમાં જ ચેમ્પિયન બનયુ હતું. IPL 2023 સીઝનમાં પણ ગુજરાતની ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી ત્યા તેનો ચેન્નાઇ સુપર કિગ્સ સામે હાર થઈ હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે હાર્દિક પંડ્યા!

એવી વાત ચર્ચામા છે કે ગુજરાત ટાઇટન્સ નો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024મા ફરી મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાવા માંગે છે. કોઇ પણ ટીમ કોઇ પણ ખેલાડીને તે સ્થિતિમાં રિટેન કરી શકે છે જ્યારે તે ટીમ અને તે ખેલાડી બન્ને તૈયાર હોય. હાર્દિક પંડ્યાએ જો મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે તો પછી ગુજરાતની ફ્રેન્ચાઇઝી પાસે કોઇ ઓપ્શન નહીં બચે.

શું હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવશે મુંબઇ ઇન્ડિયન્સ?

હાર્દિક પંડ્યાએ IPLની છેલ્લી બે સીઝનમાં પોતાની કેપ્ટન્સીની સારી એવી ક્ષમતા સાબિત કરી દીધી છે. આ સાથે જ તે ભારતના વ્હાઇટ બોલ ટીમનો પણ રેગ્યુલર કેપ્ટન તરીકે પણ હાર્દિક પંડ્યાને જોવામાં આવી રહ્યો છે. એવુ માનવામાં આવે છે કે મુંબઇ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યાને તેમની ટીમનો કેપ્ટન બનાવી શકે છે. રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી છીનવાનો નિર્ણય મુંબઇ ઇન્ડિયન્સ માટે આસાન નહીં હોય. કારણ કે રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સને આઇપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બનાવી ચુક્યો છે. હાલમા જ વન ડે વર્લ્ડકપમાં રોહિત શર્માની કેપ્ટન્સીની લોકોએ ખુબ જ પ્રશંસા કરી હતી.

મુંબઇ ઇન્ડિયન્સે જ હાર્દિક પંડ્યાની શોધ કરી

હાર્દિક પંડ્યાએ પોતાના IPL કરિયરની શરૂઆત 2015માં મુંબઇ ઇન્ડિયન્સ ટિમમા કરી હતી, તેની હાજરીમાં મુંબઇએ 4 વખત ચેમ્પિયન બન્યુ છે . હાર્દિક પંડ્યા 2021 સુધી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલમાં રમ્યો હતો. તે પછી તે ઇજાગ્રસ્ત થયો અને જ્યારે પરત ફર્યો ત્યારે બોલિંગ કરતો ન હતો. મુંબઇ ઇન્ડિયન્સે 2022માં તેને ફરી રિલીઝ કર્યો હતો, ત્યારથી બે સીઝન તે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન રહ્યો હતો.

આ પણ વાંચો: શું હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યોજાશે T20I સિરીઝ! તો શું છે આ મેચનો ટાઇમ ટેબલ અને ક્યાં રમાશે આ મેચ

26 નવેમ્બરે ટ્રેડનો અંતિમ દિવસ, 19 ડિસેમ્બરે IPL 2024નું મિની ઓક્શન

  • IPL 2024નું ઓક્શન 19 ડિસેમ્બરે યોજાશે. જ્યારે 26 નવેમ્બર સુધી ટ્રેડિંગ વિન્ડો બંધ થશે. અત્યાર સુધી રોમારિયો શેફર્ડ, અવેશ ખાન, દેવદત્ત પડ્ડિકલને પોતાની ટીમમાંથી બીજી ટીમમાં ટ્રેડ કરવામાં આવ્યા છે. શેફર્ડ લખનૌ સુપર જાયન્ટ્સથી મુંબઇ ઇન્ડિયન્સમાં, પડ્ડિકલ રાજસ્થાન રોયલ્સમાંથી લખનૌ સુપર જાયન્ટ્સમાં અને અવેશ ખાન લખનૌમાંથી રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો છે.

અગત્યની લિંક્સ

IPL Official Websiteઅહિ ક્લિક કરો
વધારે માહિતી માટેઅહિ ક્લિક કરો