Indian Currency Notes: કાગળથી નથી બનતી ભારતીય ચલણી નોટો, જાણો ભારતીય ચલણી નોટો કયા મટીરિયલમાંથી બને છે ?

Indian Currency Notes: તમને ખ્યાલ હશે જ કે ભારતીય ચલણી નોટોના કાગળ થોડા અલગ હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે આ કાગળ નથી, કંઈક બીજું છે. તો ચાલો જાણીએ નોટ શેમાંથી બનાવવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કાગળથી નથી બનતી ભારતીય ચલણી નોટો, જાણો કયાં મટીરિયલમાંથી બને છે ભારતીય ચલણી નોટો?- Indian Currency Notes

ઘણા લોકો માને છે કે ચલણી નોટો એક ખાસ કાગળની બનેલી હોય છે. પરંતુ તે એવું નથી. નોટ છાપવા માટે કાગળનો ઉપયોગ જ નથી થતો.

RBIની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેન્કની ચલણી નોટો 100 ટકા કોટનમાંથી બને છે, એટલે કે તે કાગળમાંથી નહીં પણ કપાસમાંથી બને છે.

આ પણ વાંચો: માત્ર 5 મિનિટમાં 50 હજારની લોન આપશે આ બેન્ક તરત જાણો આ બેંક વિશે નહિતર તમને પછતાવો થશે

નોટો ક્યાં છાપવામાં આવે છે?

​​ભારતમાં, ચાર પ્રેસમાં નોટો છાપવામાં આવે છે, જેમાંથી બે પ્રેસ ભારત સરકાર હેઠળ અને બે રિઝર્વ બેન્ક હેઠળ છે.

આ પ્રેસ નાસિક, દેવાસ, મૈસુર અને સાલબોનીમાં છે, જ્યાં બેન્ક નોટો છાપવાનું કામ કરે છે.

તેમજ જો આપણે સિક્કા વિશે વાત કરીએ, તો તે સિક્યુરિટી પ્રિન્ટિંગ અને મિન્ટિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડની ચાર ટંકશાળમાં બનાવવામાં આવે છે. આ ટંકશાળ મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને નોઈડામાં છે.

રિઝર્વ બેન્ક એક્ટની કલમ 38 હેઠળ આ સિક્કા રજૂ કરવામાં આવે છે.