Gujarat Education Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં ગણિત વિષયને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
Gujarat Education Board: ધોરણ 10 માં ભણતા વિધ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
Gujarat Education Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં ગણિત વિષયને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. આ સાથે જ ધોરણ 11મા પ્રવેશ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.
જાણો નિયમ ફેરફારનો મુદ્દો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-2021-22 થી ધોરણ 10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું શરતોને આધિન ઠરાવેલુ છે. ત્યારબાદ શિક્ષણ વિભાગે કેટલી શરતોમાં સુધારો કર્યો હતો. જેમાં ધોરણ-10ની જાહેર પરીક્ષઓમાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઈ કરી હતી
હાલની જોગવાઈ
- જે વિધાર્થી ધોરણ-10 માં સ્ટાન્ડર્ડ ગણિત રાખશે તે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.
સુધારેલી જોગવાઈ
- જે વિધાર્થી ધોરણ-10 માં સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝિક ગણિત વિષય સાથે ઉત્તીર્ણ થશે તે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-A અથવા ગૃપ-B અથવા ગૃપ-ABમાં પ્રવેશ મેળવી શકશે. અથવા ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.
આ પણ વાચો: શુ તમારુ બાળક વાન કે રીક્ષામાં શાળાએ જાય છે તો જાણો સરકારના નવા નિયમો વિશે.
વર્તમાન અને સુધારેલી જોગવાઈ – Gujarat Education Board
વર્તમાન જોગવાઈની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ-10માં સ્ટાર્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરશે તો તેઓ ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવહામાં પ્રવેશનો લાભ લઈ શકશે. સુધારેલી જોગવાઈઓની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધો.10માં સ્ટાર્ડડ અથવા બેઝિક ગણિત વિષય સાથે પાસ થયા છે, તેઓને ત્રણ વિકલ્પો અપાયા છે, જેમાં તેઓ ધો.11માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-એ અથવા ગૃપ-બી અથવા ગૃપ-એબીમાં પ્રવેશનો લાભ લઈ શકશે અથવા તો તેઓ ધો.11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.