ikhedut pashupalan sahay yojana આ આર્ટિકલ દ્વારા પશુપાલન વિભાગની પશુપાલક સહાય વિશે માહિતી આપીશું. Pashupalan Yojana Gujarat 2023 | ikhedut Portal । આઈ ખેડૂત પશુપાલન યોજના | ખેડૂતલક્ષી યોજના | અકસ્માત પશુ મૃત્યુ સહાય |
આપણો દેશ કૃષિપ્રધાન છે. ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. પશુ મૃત્યુ સહાય, કૃષિ સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયતી યોજનાઓ, પશુપાલન યોજના 2023-24,અકસ્માત પશુ મૃત્યુ સહાય યોજના, ઓનલાઈન મૂકવામાં આવેલ છે.
આ પોર્ટલ પર ખેડૂત યોજના,પશુ મૃત્યુ સહાય, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Online Application કરી શકે છે. આ આર્ટિકલ દ્વારા પશુપાલન વિભાગની પશુપાલકો સહાય વિશે માહિતી આપીશું. Pashu Khandan Sahay Yojana 2023 માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશું.
અકસ્માત ૫શુ મૃત્યુ વળતર (સહાય) ચૂકવવાની યોજના હેતુ શુ છે.
ikhedut pashupalan sahay yojana વ્હાલા પશુપાલકો તથા ખેડૂત ભાઈઓ આપ સૌને જણાવવાનું કે, હાલ ચોમાસાની ઋતુ હોય અને આ ઋતુ દરમિયાન પશુઓ પર વિજળી ત્રાટકવાના બનાવ ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે તો આપ સૌને ખાસ વિનંતી છે કે જો આપનું પશુ આકસ્મિક રીતે મૃત્યુ પામે તો તેમની જાણ તમારી ગ્રામ પંચાયતને અવશ્ય કરો. આકસ્મિક રીતે મૃત્યુપામનાર પશુઓને સરકાર દ્વારા યોગ્ય સહાય મળવાપાત્ર છે.જો આપનું પશુ વીજ ત્રાટકવાથી, અતિવૃષ્ટિમાં તણાવાથી, ભારે વરસાદથી દીવાલ ધસી પડવાથી કે વાવાઝોડાથી મૃત્યુ પામે તો તુરંત ગામના તલાટી મંત્રીને જાણ કરો. જેઓ દ્વારા ચોવીસ કલાકમાં પશુનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે
ખાસ કરીને ૫શુ-ગાય-ભેંસ -ઘેટા-બકરાં રાખતા ગરીબ પશુપાલકોને મોટુ નુકશાન થાય છે અને આવા ૫શુ-ગાય-ભેંસ -ઘેટા-બકરાં રાખતા પશુપાલકો ની રોજી રોટી છીનવાઈ જાય છે અને ૫શુ-શંકરગાય -ભેંસ રાખતા પશુપાલકો નિરાધાર બની જાય છે આવા સંજોગોમાં ૫શુ-ગાય-ભેંસ -ઘેટા-બકરાં રાખતા પશુપાલકોને સહાય મળી રહે.
આ પણ વાંચો:ગુજરાતમાં અંબાલાલની વરસાદની આજ ની લાઈવ આગાહી
યોજનાનો લાભ કોને કોને મળી શકે
યોજનાનો લાભ તમામ વર્ગના પશુપાલકોને
|
|
અકસ્માત પશુ મૃત્યુ સહાય યોજના હેઠળ કયા પશુ ને કેટલી રકમની સહાય આપવામાં આવશે
૫શુની વિગત | વળતરની રકમ | વળતર માટે કુટુંબ દીઠ સહાય. |
ગાય | રૂા.40,000 | 3- પશુઓ માટે |
ભેસ | રૂા.40,000 | 3- પશુઓ માટે |
પાડા-પાડી-વાછરડા-વાછરડી-૧ (છ માસથી ઉપરના) | રૂા. ૧૦,૦૦૦/- | ૨- પશુઓ માટે |
બળદ | રૂા. ૧૫,૦૦૦/- | ૨- પશુઓ માટે |
ગદર્ભ, પોની અને ખચ્ચર-૧ | રૂા. ૧૦,૦૦૦/- | ૨- પશુઓ માટે |
ઘેટાં-બકરાં (પુખ્ત વયના)-૧ | રૂા. ૧,૬૫૦/- | 30- પશુઓ માટે |
ઊંટ-ઘોડા (પુખ્ત વયના)-૧ | રૂા.૧૫,૦૦૦/- | ૨- પશુઓ માટે |
મરઘાં-બતકાં- (પુખ્ત વયના)-૧ | રૂા. ૩૭/- પ્રતિ પક્ષી | ૪૦-પક્ષીઓ માટે (રૂા.૪૦૦/- ની મર્યાદામાં) |
અરજી પત્રક કયાંથી મળી શકે અને અરજી ક્યાંથી કરવાની?
રાજયની જે તે જીલ્લાની નાયબ – મદદદનીશ ૫શુપાલન નિયામકની કચેરીએથી તથા નજીકના ૫શુદવાખાના ખાતેથી મેળવી શકાશે.
1 thought on “ikhedut pashupalan sahay yojana:અકસ્માત પશુ મૃત્યુ સહાય યોજના”
Comments are closed.