Aadhar Lock: આધાર કાર્ડ ખુબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. આધાર કાર્ડ આપણા બેંક એકાઉન્ટ સાથે પણ લીંક હોય છે. તેના લીધે આધાર કાર્ડ નો ઉપયોગ કરી ફ્રોડ થવાની ખાસ શકયતાઓ રહેલી છે. આપણા આધાર ડેટા ના બાયોમેટ્રીક નો કોઇ પણ વ્યક્તિ ખોટી જગ્યાએ દુરુપયોગ ન કરે એ માટે આધાર કાર્ડ ની સત્તાવાર સંસ્થા uidai દ્વારા એક નવી સુવિધા શરુ કરવામા આવી છે જેમા તમે તમારા આધાર ના બાયોમેટ્રીક ડેટા ને લોક કરી શકો છો. આધાર ના બાયોમેટ્રીક ડેટા ને લોક કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી મેળવીએ.
Aadhar Lock
- આધાર કાર્ડ ને લગતા કોઇ પણ કામમાટે આ https://uidai.gov.in/en/ ઓફીસીયલ વેબસાઇટ છે. તમને એવુ લાગતું હોય કે તમારા આધાર કાર્ડ ના ડેટાનો કોઈ દુરઉપયોગ ઉપયોગ કરી શકે છે. તો તમે તમારા આધાર ના બાયોમેટ્રીક ડેટા ને લોક કરી શકો છો. આધાર કાર્ડ માટેની ઓફિશીયલ સંસ્થા UIDAI યૂઝર્સને પોતાનો ડેટા સુરક્ષિત રાખવા માટે અનેક નવા નવા ફીચર્સ આપી રહ્યુ છે. એમાંથી એક ફીચર આધાર ડેટા લોક કરવાનું છે. આ આધાર કાર્ડને કેવી રીતે લોક કરવું તેની વિગતવાર માહિતી આ લેખમા મેળવીએ.
Aadhar Lock Step
- આધારકાર્ડ ના ડેટાને લોક કરતા પહેલા તમારે તેના માટે 16 ડિજિટનું વર્ચ્યુઅલ ID ક્રિએટ કરવુ પડશે. કારણ કે VID ની મદદથી જ તમે આધારને ગમે ત્યારે લોક કે અનલોક કરી શકો શો.
- આધાર બાયોમેટ્રિક્સને લોક કરવા માટે પહેલા તમારે UIDAI ની ઓફીસીયલ વેબસાઈટ https://uidai.gov.in/en/ ઓપન કરવાની રહેશે.
- હવે તમારે My Aadhaar ના ઓપ્શન ઉપર જવાનું રહેશે. જ્યાં તમને ઘણા વિકલ્પો જોવા મળશે. જેમાં તમારે Lock/unlock Biometrics ના ઓપ્શન પર ક્લિક કરો.
- વર્ચ્યુઅલ આઇડી જનરેટ કર્યા પછી તમારે આધાર લોક કરવા માટે તમારૂ વર્ચ્યુઅલ ID, તમારૂ પૂરું નામ, તમારો પિન કોડ, અને કેપ્ચા કોડ એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ આધાર સાથે તમારા રજિસ્ટરર્ડ નંબર પર OTP આવશે.
- OTP એન્ટર કર્યા બાદ તમે તમારા આધારના બાયોમેટ્રિક્સને લોક કરી શકો છો. જયારે બાયોમેટ્રિક્સને અનલોક કરવાની જરૂરિયાત લાગે ત્યારે તમારે આ જ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.
- બસ તમારે આ માટે Aadhar Lock ને બદલે Aadhar Unlock વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું VID, કેપ્ચા એન્ટર કરીને OTP જનરેટ કરવાના હોય છે. અને પછી આગળ ના સ્ટેપ મુજબ ની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
આ પણ વાચો: હવે Whatsapp થી LPG ગેસની બોટલ પણ બુકીંગ કરાવી શકાસે
અગત્યની લીંક
Aadhar Official Website | અહિં ક્લીક કરો |
Aadhar Lock ના ફાયદા
- આ ફીચરને ઓન કર્યા બાદ કોઈ તમારું આધાર બાયોમેટ્રિક્સ યૂઝ કરી શકતુ નથી. આ ફીચરને યૂઝરની સેફ્ટી માટે જોડવામાં આવેલ છે. એટલે કે તમે તમારું વર્ચ્યુઅલ આઇડી કોઈની સાથે શેર કરશો તો ફક્ત તે જ વ્યક્તિ તમારો આધાર નંબરનો ઉપયોગ કરી શકશે. બીજા પ્રકારે તેને તમારા બાયોમેટ્રિક્સનું એક્સેસ મળી શકસે નહીં.