Youtube પર વીડિયો નાખીને કેવી રીતે કમાણી કરવી? ઘરે બેઠા લાખો રુપિયાની કમાણી થશે, અહીથીં જાણો સંપૂર્ણ માહિતી

Youtube Earning: કેટલા વ્યૂ અને ફોલોઅર્સ પર તમને રૂપિયા મળે છે. તમે એવા વીડિયો નથી બનાવી શકતા, જે અમાન્ય કેટેગરીમા આવે છે. ઘણા એવા યૂટ્યૂબર છે, જે વીડિયો દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Youtube પર વીડિયો નાખીને કેવી રીતે કમાણી કરવી?

શું તમે પણ યૂટ્યૂબ દ્વારા કરોડો રૂપિયા કમાવવાના સપના જોઈ રહ્યા છો. તમે પણ વીડિયો બનાવીને યૂટ્યૂબ પર પોસ્ટ કરી રહ્યા છો અને તેના દ્વારા રૂપિયા કમાવવાની યોજના બનાવી રહ્યા છો. તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરીને કેટલા રૂપિયાની કમાણી કરી શકાય છે. જો કે, શરૂઆતમાં તમારે થોડી મહેનત કરવી પડશે. પરંતુ જ્યારે એકવાર તમારા સબ્સક્રાઈબર અને વ્યૂ વધવા લાગશે, તો રૂપિયા કમાવવામાં મુશ્કેલી નહીં પડે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, તમને કેટલા વ્યૂઝ પર કેટલા રૂપિયા મળશે.

Youtube પર વીડિયો નાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

કેટલા વ્યૂ અને ફોલોઅર્સ પર તમને રૂપિયા મળે છે. તમે આવા વીડિયો નથી બનાવી શકતા, જે અમાન્ય કેટેગરીમા આવે છે. ઘણા એવા યૂટ્યૂબર છે, જે વીડિયો દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એવું નથી કે, આટલા વ્યૂ હોવા પર તમને રૂપિયા મળશે.Youtube ના પોતાના નિયમ પણ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, વ્યૂ અને ફોલોઅર્સ ઉપરાંત જાહેરાત કેટલી જરૂરી હોય છે.

માત્ર યૂટ્યૂબ વીડિયો પર વ્યૂ આવવાથી નથી મળતા રૂપિયા

Youtube પર વીડિયો નાખવાથી તમને રૂપિયા નથી મળતા. વીડિયો પર વ્યૂ આવવાથી યૂટ્યૂબને કમાણી થતી નથી. યૂટ્યૂબ પર કમાણી જાહેરાત દ્વારા થાય છે. યૂટ્યૂબ પર વીડિયા શરૂ થયા પહેલા કે વચ્ચે જાહેરાત આવે છે. તેનાથી યૂટ્યૂબને કમાણી થાય છે. તમારે યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કર્યો અને તમારું ખાતુ ગૂગલના એડસેન્સની સાથે જોડાયેલું છે, તો યૂટ્યૂબ તેના પર જાહેરાત લગાવશે. પછી જેટલીવાર વીડિયો ચાલું તશે, તેટલી વાર જાહેરાત આવશે, તેનાથી યૂટ્યૂબને કમાણી પણ થાય છે. તે તમને રૂપિયા આપે છે.

આ પણ વાચો: SBI તમને આપી રહી છે રૂ.20 લાખ સુધીની સરકારી લોન, આ રીતે કરો અરજી

ગૂગલ જાહેરાત જોવા પર આપે છે રૂપિયા

માની લો કે, તમારો વીડિયા 10,000 લોકો જુએ છે, પરંતુ કોઈ જાહેરાત નથી જોતું અને દરેક વખતે સ્કીપ બટન પર ક્લિક કરે છે, તો Youtube તમને રૂપિયા આપશે નહીં. જો તમારા વીડિયાને 1,000 લોકો જુએ છે અને તે બધી જાહેરાત જુએ છે, તો તમને રૂપિયા મળશે. વીડિયો પર જેટલી મોંઘી જાહેરાત લાગશે, યૂટ્યૂબ ચેનલને તેટલી જ વધારે કમાણી થશે. અહીં તમને વ્યૂ અને તેના પર થનારી કમાણી વિશે જણાવી રહ્યા છીએ.

  • વ્યૂની સંખ્યા- 1,000, કમાણી- 42 રૂપિયા
  • વ્યૂની સંખ્યા- 2,000, કમાણી- 85 રૂપિયા
  • વ્યૂની સંખ્યા- 10,000, કમાણી- 390 રૂપિયા
  • વ્યૂની સંખ્યા- 100,000, કમાણી- 4,382 રૂપિયા
  • વ્યૂની સંખ્યા- 10,00,000, કમાણી- 42,350 રૂપિયા
  • વ્યૂની સંખ્યા- 1,00,00,000, કમાણી- 4.21 લાખ રૂપિયા
  • વ્યૂની સંખ્યા- 10,00,00,000, કમાણી- 42.33 લાખ રૂપિયા
  • વ્યૂની સંખ્યા- 100,00,00,000, કમાણી- 4.23 કરોડ રૂપિયા