Voter List: તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં? ઘરે બેઠા આ રીતે ઓનલાઈન ચેક કરો

Voter List: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ચૂંટણી શરુ થાય તે પહેલા તપાસી લો મતદાર યાદીમાં તમારું નામ, જો મતદાર યાદીમાં તમારું નામ નહિ હોય તો તમે મત આપી શકશો નહીં. પણ તમારું નામ તમે સરળતાથી ચેક કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં? ઘરે બેઠા આ રીતે ઓનલાઈન ચેક કરો – Voter List

તમારું નામ મતદાર યાદીમાં(Voter List) છે કે નહીં તે જાણવા તમારે ચિંતિત બનવાની જરૂર નથી. તમે આ માહિતીને ઘરબેઠા ઓનલાઇન અથવા એસએમએસ દ્વારા પણ મેળવી શકો છો. ત્રણ રીતે મતદાર સૂચિમાં તમારું નામ ચકાસી શકો છો. હેલ્પલાઇન નંબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો. તમે મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસી શકો છો તે વધુ જાણો.

મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે આ રીત આપનાવો

  1. મતદાર યાદીમાં ઓનલાઇન નામ ચેક કરવા માટે તમારે સૌથી પહેલા https://electoralsearch.eci.gov.in/ પર જવાનું છે.
  2. હવે તમારી સ્ક્રીન પર વોટર્સ સર્વિસ પોર્ટલ ખુલશે. આ પોર્ટલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમે તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરી શકો છો.
  3. અહીં તમને ત્રણ વિકલ્પો જોવા મળશે જેમાં તમે માહિતી દ્વારા, EPIC નંબર અને મોબાઈલ નંબર દ્વારા તમે વોટર્સ લિસ્ટમાં તમારું નામ સર્ચ કરી શકો છો.
    • જો તમે માહિતી દ્વારા સર્ચનો, વિકલ્પ પસંદ કરશો તો તેમાં તમારે રાજ્યનું નામ, તમારી જન્મ તારીખ જેવી વિગતો ભરીને સર્ચ કરવાનું છે.
    • EPIC વાળા વિકલ્પમાં તમારે વોટર કાર્ડ પર આપેલો EPIC નંબર ભરીને સર્ચ કરવાનું રહેશે.
    • મોબાઈલવાળા વિકલ્પમાં તમારે રજિસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ભરીને સર્ચ કરવું પડશે. આ પ્રોસેસમાં વેરિફિકેશન માટે મોબાઈલ નંબર પર OTP આવશે.

આ પણ વાચો: આવકનો દાખલો કઢાવવા માટેની સૌથી સરળ રીતે જાણો, કયા કયા પુરાવાની જરુર પડશે

એસએમએસ દ્વારા પણ નામ ચેક કરી શકો છો

SMSની મદદથી નામ Voter Listમાં જોઇ શકાય છે. આ માટે નોંધણી નંબરની જરૂર પડશે. જે તમને મતદાર ID માટે અરજી કરતી વખતે મળશે. આ માટે 10 આંકડાના EPIC નંબરની જરૂર પડશે. તમારે EPIC <સ્પેસ> મતદાર ID નંબર લખવો પડશે અને 1950 ના એસએમએસ મોકલવો પડશે.

મતદારયાદીમાં નામ ચેક કરવા હેલ્પલાઈન નંબર

મતદાર યાદીમાં નામ જોવા માટે ચૂંટણી પંચની ટોલ ફ્રી નંબર ડાયલ કરીને પણ શોધી શકાય છે. આ માટે 1950 નંબરો ડાયલ કરો. આ પછી IVR સાંભળો અને સૂચનાઓ મુજબ આગળ વધતા રહો.તમારા પોતાના અનુસાર ભાષા પસંદ કરીને આગળનો અધ્યાય પુરો કરો. તમારે રેફરન્સ નંબર આપવો પડશે. જેના પછી તમારું નામ મતદાર સૂચિમાં છે કે નહીં તેની માહિતી મળી રહેશે.