Spam Calls: શું તમે વારંવાર આવતા સ્પેમ કૉલથી કંટાળી ગયા છો ? તો આસાન ટ્રિક્સથી મેળવો છૂટકારો

Spam Calls: આજકાલ લગભગ દરેક વ્યક્તિ સ્પામ કોલ્સને કારણે ખુબ જ પરેશાન થઈ રહ્યાં છે. આજકાલ લોકોને કામના ફોનકોલથી વધારે તો દિવસોમાં ફેક અને Spam Calls કે મેસેજ આવતા હોય છે. કેટલાકને OTP શેર કરવા માટે કોલ આવી રહ્યા છે. તો કેટલાક લોકોને પૈસા ટ્રાન્સફર કરવા માટે કોલ આવી રહ્યા છે જો તમારે સ્પામ કોલ્સથી છૂટકારો મેળવવો છે, તો તમે આસરળ ટ્રીક ફોલો કરો, જેનાથી તમે અણગમતા કોલ્સથી છુટકારો મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Spam Calls: કેવી રીતે રોકવા ?

  • મિત્રો તમને કોઈપણ સમયે અજાણ્યા નંબર પરથી સ્પામ કોલ્સ આવતા હોય છે. આ કોલ્સ એટલા બધા ખતરનાક હોય છે કે તમારી સાથે કોઈ છેતરપિંડી થવાનો ડર રહેલો છે. આ જોખમોથી બચવા માટે તમે આવતા સ્પામ કોલથી છુટકારો મેળવા માટે ફોનમાં કેટલાક સેટિંગ્સ સુધારો વધારો કરવાની જરુર છે.
  • અમે આજે જે ટ્રિક આપને જણાવી રહ્યાં છે તેના માટે યુઝર્સને કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે. આ માટે તમે તમારા ફોનમાં રહેલા કેટલાક બેઝિક સેટિંગ્સ બદલીને આવતા સ્પામ કોલ્સ પર રોક લગાવી શકો છો.

આ પણ વાંચો: ડિજિટલ પેમેન્ટમાં કરાશે મોટા ફેરફાર, ઓનલાઈન ફ્રોડને રોકવા માટે સરકારે તૈયાર કર્યો પ્લાન

નકલી કોલ્સને રોકવા ફોલો કરો આ પ્રોસેસ

  • સ્પામ કોલ્સને રોકવા માટે સો પ્રથમ તમારા મોબાઈલ ફોનના સેટિંગમાં જાઓ.
  • હવે તમે કોલ સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો
  • ત્યારબાદ હવે Caller ID & Protection પર ક્લિક કરો

હવે આ ઓપ્શને Enable કર્યા પછી, તમારા ફોનમા આવતા સ્પામ કોલ્સ આપમેળે બંધ થઈ જશે અથવા લગભગ ઘટી જશે. આ સેટિંગ દરેક ફોનમાં અલગ-અલગ રીતે જોવા મળતુ હોય છે. દા.ત તરીકે, યુઝર્સને કોલર આઈડી અને સ્પામ પ્રોટેક્શન માટે બે વિકલ્પો મળે છે. એક Block All Spam & Scam Calls અને અન્ય Only Block High Risk Scam છે. યુઝર્સ તેમની સુવિધા અનુસાર કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે.