Gujrat Rain Forecast: આજે હવામાન વિભાગની આગાહિ મુજબ (Gujrat Rain Forecast)સમગ્ર ગુજરાત રાજ્યમાં સવારથી ચાલું થયેલા વરસાદે ગુજરાત રાજ્યમાં વેર વિખેર કરી નાંખ્યું છે. રાજ્યમાં સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યના 220 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના ભાભરમાં 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે, પાટણના રાધનપુરમાં પણ પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી બાજુ આજે રવિવારનો દિવસ ગુજરાતીઓ માટે ગોજારો સાબિત થયો છે. કમોસમી વરસાદ (Gujrat Rain Forecast)પડવાના લીધે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં મોતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદથી વીજળી અને વૃક્ષ પડવાથી 17 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેમાં અમરેલી, વિરમગામ, બોટાદ, અને કડીમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે તાપી, ભરૂચ અને બનાસકાંઠામાં 2-2 તો, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણામાં, એક-એકના મોત થયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે 20 કિમી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાવાળા સાચવજો હિમ વર્ષા પણ થઇ શરૂ…
Gujrat Rain Forecast: વીજળી પડવાથી 17 લોકોના મોત
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની (Gujrat Rain Forecast) આગાહીને લીધે અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી છે. તેનાથી 17 લોકોએ મ્રુત્યુ પામ્યા છે. અને વીજળી પડવાથી અનેક પશુઓના મોત થયાં હતા. તેમજ વીજળી પડવાથી કેટલીક જગ્યાએ આગ પણ લાગી છે. મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, બાવળા, દાહોદ, અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર મળ્યા છે. તેમજ ભારે પવનના લીધે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માણસના મુત્યુ થયા છે. રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. પશુઓના સૌથી વધુ 15 મૃત્યુ ખેડામાં નોંધાયા છે.
ખેતરમાં વીજળી પડતા 8 મહિલા દાઝી
સુરતના બારડોલી તાલુકાના મઢી ગામમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આઠ જેટલી મહિલાઓ ખેતરમા મરચા તોડવાનુ મજુરી કામ કરતી શ્રમિક મહિલાઓ ઉપર વીજળી પડી હતી. તે દરમિયાન ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા આઠ જેટલી મહિલાઓ દાઝી ગઈ હતી. આઠેય મહિલાઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી છે. જેમાં 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ. અન્ય 4 પેકી ની 1 ની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખાતે ખસેડવામા આવી છે.
ખેડામાં પશુઓ પર વીજળી ત્રાટકી
- ખેડા જિલ્લાના કઠલાલમાં 10 પશુઓના વીજળી પડતાં મોત નિપજ્યા છે. ઘોઘાવાવ ગમામાં વીજળી પડવાથી 10 બકરીઓના મોત થયા. ત્યાના સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાને જાણ થતાં તેઓએ તરત જ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મોસમી માવઠામાં વીજળી પડતા બકરીઓના મોત થયા. સરકારી અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પણ પંચનામુ કરી પશુઓના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મહામુલા પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ
(Gujrat Rain Forecast)ગુજરાત રાજ્યમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં આજે કમોસમી (Gujrat Rain Forecast) વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવો માહોલ બન્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર અને ઉપલેટામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. સાથે મોરબી, બોટાદ અને બનાસકાંઠામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. કરા સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ બરફના થર જામી ગયા હતા. આવા દ્રશ્યો સામાન્ય રીતે પહાડી રાજ્યોમાં જ જોવા મળતા હોય છે. કરા સાથે પડેલા વરસાદને કારણે ધરતીપુત્રો એટલે કે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે તેમના મહામુલા પાકને મોટા પાયે નુકસાન થવાની સંભાવના છે.
રવિ પાકમાં ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંનું વાવેતર
સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતોને ગયા ચોમાસામાં અનિયમિત વરસાદેને કારણે મોટુ નુકશાન વેઠવુ પડ્યુ હતુ. આ નુકશાનીનું શિયાળું પાકમાં વળતર મળી જશે તે આશાએ મોટા ભાગના ખેડૂતોએ રવિ પાકમાં, ધાણા, ચણા, જીરું, ઘઉં, અને અડદનુ વાવેતર કરેલ હતું. અને આ શિયાળું પાકમાં બિયારણ, ખાતર, દવાઓ અને વાવેતરની મજૂરો મજૂરી સહિતનો ખર્ચો કર્યા બાદ ખેડૂ તોને સારા પાકની આશા હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા કમોષમી વરસાદની આગાહી કરતા ખેડૂતોના પેટમાં ફાળ પડી અને હવે જો નુકશાની વેઠવાનો વારો આવશે તો તેમની કમર જ ભાંગી જશે તેવો વલોપાત કર્યો હતો.
સારા પાકની આશા પર પાણી ફરી વાળવાની સંભાવના
પરંતુ કુદરત સામે કોઈનું ન ચાલે તેમ આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે કમોષ્મી વરસાદ(Gujrat Rain Forecast) ચાલુ થયો અને જાણે ચોમાસુ હોય તેવો ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાક પર પાણી ફરી વાળવાની ખેડૂતો ને દહેશત છે સાથે શિયાળું પાક ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંમાં મોટી નુકશાની સાથે કપાસનો ઉભો પાક પર પણ પાણી ફરી વળવા સાથે નુકશાની વેઠવાનો વારો આવવાની શક્યતા છે, ખેડૂતોને ચોમાસા બાદ શિયાળામાં પણ સારા પાકની આશા પર પાણી ફરી વાળવાની સંભાવના છે.