Gujrat Rain Forecast: ગુજરાતમાં રાજ્યમા ધીરે-ધીરે ગુલાબી ઠંડીની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોએ માવઠાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ વધુમા જણાવ્યુ છે કે રાજ્યમા 25થી 27 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. જુઓ કયા-કયા વિસ્તારો પર આવશે સંકટ, જાણૉ ક્યા ક્યા વિસ્તારમાં થશે માવઠું
Gujrat Rain Forecast ગુજરાતમાં 3 દિવસ ભારે પવન સાથે માવઠાની આગાહી જુઓ કયા-કયા વિસ્તારો પર સંકટ
Gujrat Rain Forecast – જુઓ કયા-કયા વિસ્તારો પર સંકટ
- ગુજરાત રાજ્યના હવામાનમા આવશે પલટો
- ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
- હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
- 25 થી 27 નવેમ્બર કમોસમી વરસાદની આગાહી
ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીના માહોલ વચ્ચે પવન અને ગાજવીજ સાથે (Gujrat Rain Forecast) વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરતાં જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. આ માવઠાથી રવિ પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે.
આ પણ વાંચો: આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, જાણો શું છે મોટું કારણ?
જાણો ક્યાં-ક્યાં કરાઇ માવઠાની આગાહી
- પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી (Gujrat Rain Forecast)કરતા કયુ છે કે તારીખ 25થી 27 નવેમ્બર વચ્ચે રાજ્યમા કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. વધુમા તેમને જણાવ્યુ છે કે રાજ્યમા અનેક જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે.
જાણો ક્યા વિસ્તારોમાં અને ક્યા જિલ્લાલામાં કરાઇ માવઠાની આગાહી
- હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે આ માવઠાની સૌથી વધુ અસર ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, મોરબી, રાજકોટ, અને સુરેન્દ્રનગરમાં જિલાઓમા જોવા મળશે. આ ભાગમા 2 ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ છે. તેમ જ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં 3 ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ છે. અને મધ્ય ગુજરાતમાં નડિયાદ, ખંભાત, આણંદ, ખેડા અને વડોદરામાં બે ઇંચ તથા તેથી વધારે ભારેવરસાદ પડવાની શક્યતાઓ છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી પાટણ, સાબરકાંઠા, અને મહેસાણા જિલ્લામાં પણ 25 થી 27 તારીખ સુધી છૂટાછવાયા માવઠાનો વરસાદ જોવા મળી શકે છે.
છેલ્લા 4 વર્ષનું સૌથી તીવ્રતાવાળું માવઠું
- વધુમા તેમણે જણાવ્યુ છે કે, છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું એ 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. મોટા ભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદ પડતો હોય છે પણ આ માવઠામાં અનેક વિસ્તારોમા 2 થી 3 ઇંચ વરસાદ પડશે અને પવનની સ્પીડ 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે.