Gujarat Weather Report: ગુજરાતમાં ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદની 5 દિવસ આગાહી, જુઓ કઇ તારીખ સુધી આગાહી આપાઇ.

Gujarat Weather Report: હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે આપેલી આગાહીમાં જણાવ્યુ કે, ગુજરાતમાં હજી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયો વરસાદ થવાની આગાહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં ભરઉનાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી – Gujarat Weather Report

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે ગુરૂવારે આપેલી આગાહીમાં જણાવ્યુ કે, ગુજરાતમાં હજી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે અમદાવાદની ગરમી અંગે જણાવ્યુ કે, અમદાવાદમાં બે દિવસ પારો 43 ડિગ્રીએ રહી શકે છે. જ્યારે ગાંધીનગરમાં બે દિવસ પારો 42 ડિગ્રીની આસપાસ જવાની શક્યતા છે.

Gujarat Weather Report: હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 12મી તારીખે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તે દિવસે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13મી તારીખે સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાંછવાયા ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાચો: આ યોજનામાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સહાય મળશે. જાણો કેવી રીતે લાભ મળશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 14મી તારીખના રોજ જામનગર, રાજકોટ, અરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15મી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. તે દિવસે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!